ભારતમાં અહીંના લોકો ખાવા-પીવા પર ઉડાવે છે સૌથી વધુ રૂપિયા, સ્વાદની આગળ નથી કરતા બિલની ચિંતા!
FMCG Consumption In India: ખાવા-પીવાની વસ્તુઓ પર લોકો કેટલો ખર્ચ કરે છે, તેના અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં એવા શહેરોના નામ જણાવવામાં આવ્યા છે. જ્યાં FMCG ઉત્પાદનો પર સૌથી વધુ અને સૌથી ઓછી રકમ ખર્ચવામાં આવે છે. ચાલો જાણીએ આ શહેરોના નામ.
સૌથી વધુ ખર્ચ કરતું શહેર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતની રાજધાની દિલ્હીના લોકો સૌથી વધારે ખાવા-પીવામાં અને રોજિંદા ઘરગથ્થુ વસ્તુઓ પર સૌથી વધુ ખર્ચ કરે છે. આને FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) કહેવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે, દિલ્હીવાસીઓ અન્ય શહેરોની તુલનામાં તેમની દૈનિક જરૂરિયાતો, જેમ કે સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, લોટ, કઠોળ વગેરે પર વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છે.
FMCG શું છે?
FMCG (Fast Moving Consumer Goods)એ એવા ઉત્પાદનોને કહેવામાં આવે છે, જે ખૂબ જ ઝડપથી વેચાય છે અને ઉપયોગમાં લેવાય છે. આ એવી વસ્તુઓ છે જે તમે દરરોજ અથવા દર અઠવાડિયે ખરીદો છો, જેમ કે ખાદ્ય પદાર્થો, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, સાફ-સફાઈનો સામાન વગેરે. તેનો ઉપયોગ ઝડપથી થાય છે અને લોકો તેને વારંવાર ખરીદે છે.
દિલ્હીના આ વિસ્તારમાં સૌથી વધુ ખર્ચ
રિપોર્ટ દર્શાવે છે કે, દિલ્હીના પશ્ચિમી વિસ્તારો, ખાસ કરીને તિલક નગર, જનકપુરી અને વિકાસપુરીમાં રહેતા એક સરેરાશ પરિવાર દર વર્ષે લગભગ 39,325 રૂપિયા ફક્ત FMCG પ્રોડક્ટ્સ પર ખર્ચ કરે છે. આ આંકડો આખા દેશના સરેરાશ ખર્ચ કરતા લગભગ બમણો છે. આનો અર્થ એ છે કે, પશ્ચિમ દિલ્હીના લોકો બાકીના શહેરો કરતાં ખાવા-પીવામાં અને ઘરગથ્થુ વસ્તુઓ પર ઘણા વધુ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
વપરાશમાં આગળ છે આ વિસ્તારો
વાત જ્યારે FMCG સામાનના કુલ વપરાશની આવે ત્યારે દક્ષિણ દિલ્હી (જેમ કે, ઓખલા, લાજપત નગર, કાલકાજી, ભોગલ) સૌથી આગળ છે. અહીં એક સરેરાશ પરિવાર વર્ષમાં લગભગ 240 કિલોગ્રામ FMCG સામાનનો ઉપયોગ કરે છે. આ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણું વધારે છે, જેનો અર્થ એ છે કે દક્ષિણ દિલ્હીમાં આ ઉત્પાદનોનો ઉપયોગ ખૂબ મોટા પાયે થાય છે.
મોંઘા પ્રોડક્ટ્સનું શહેર
જો આપણે પ્રતિ કિલો FMCG ઉત્પાદનો પર થતા ખર્ચ પર નજર કરીએ તો બેંગલુરુ સમગ્ર દેશમાં ટોચ પર છે. અહીં લોકો દરેક કિલો ઉત્પાદન પર સરેરાશ 211 રૂપિયા ખર્ચ કરે છે, જે અન્ય મેટ્રો શહેરોની તુલનામાં સૌથી વધુ છે. આ આંકડો દર્શાવે છે કે, બેંગલુરુના લોકો માત્ર FMCG પ્રોડક્ટ્સ પર જ ખર્ચ કરી રહ્યા નથી, પરંતુ તેઓ મોંઘા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ઉત્પાદનો પણ વધારે પસંદ કરે છે.
સૌથી વધુ ખરીદીની ફ્રીક્વેન્સી
સંખ્યાઓની દ્રષ્ટિએ મુંબઈના લોકો વર્ષમાં સૌથી વધુ વખત FMCG પ્રોડક્ટ્સની ખરીદી કરે છે. ખાસ કરીને ગ્રેટર ધારાવી અને સાંતાક્રુઝ જેવા વિસ્તારોમાં સરેરાશ કરતા વધુ શોપિંગ થાય છે. આનો અર્થ એ છે કે, મુંબઈવાસીઓ ભલે એક સાથે ઘણી બધી વસ્તુઓ ખરીદી નથી કરતા, પરંતુ તેઓ અન્ય શહેરો કરતાં વધુ વખથ દુકાનોની મુલાકાત લે છે.
શહેર-શહેરમાં તફાવત
એક સરેરાશ શહેરી પરિવાર આખા વર્ષમાં લગભગ 128 વખત ખરીદી કરે છે, જ્યારે મુંબઈમાં આ સંખ્યા 135 ગણી વધી જાય છે. આ આંકડા દર્શાવે છે કે, મુંબઈમાં લોકો ઓછી માત્રામાં પણ વધુ વાર ખરીદી કરે છે.
સૌથી ઓછો ખર્ચ કરનાર વિસ્તાર
રસપ્રદ વાત એ છે કે, દિલ્હીના GDSC કોરિડોરમાં લોકો એક વખતની ખરીદીમાં સરેરાશ માત્ર 93 રૂપિયા ખર્ચ કરે છે અને માત્ર 541 ગ્રામ માલ ખરીદે છે. આ મેટ્રો શહેરોમાં સૌથી ઓછી ખરીદી કરતો વિસ્તાર છે.
Disclaimer: આ આંકડા વિવિધ સ્ત્રોતોમાંથી તાજેતરના અપડેટ્સ પર આધારિત છે.
Trending Photos