મુખ્યમંત્રીએ એશિયાના સહુથી વિશાળ બડા ગણેશજીના કર્યા દર્શન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશોત્સવના પવિત્ર પર્વે વડોદરા ખાતે બડા ગણેશજી અને પ્રાચીન શિવસ્વરૂપ જાગનાથ મહાદેવની વિનમ્ર વંદના કરી હતી. તેમણે ભગવાન ગણેશ દેશ અને ગુજરાતને એક, અખંડ અને સુખી રાખે તેમજ સમાજની એકતાને તોડનારઓને હતોત્સાહ અને પરાસ્ત કરે એવી પ્રાર્થના કરી હતી. 

1/8

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશોત્સવના પવિત્ર પર્વે વડોદરા ખાતે બડા ગણેશજી અને પ્રાચીન શિવસ્વરૂપ જાગનાથ મહાદેવની વિનમ્ર વંદના કરી હતી.

2/8

તેમણે ભગવાન ગણેશ દેશ અને ગુજરાતને એક, અખંડ અને સુખી રાખે તેમજ સમાજની એકતાને તોડનારઓને હતોત્સાહ અને પરાસ્ત કરે એવી પ્રાર્થના કરી હતી.

3/8

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ ગણેશ વંદનામાં તેમની સાથે જોડાયા હતા.

4/8

મુખ્યમંત્રીએ પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ધારાસભ્ય યોગેશભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સત્યમ શિવમ સુન્દરમ સમિતિ સ્થાપિત એશિયાના સહુથી વિશાળ બડા ગણેશજીના ભાવપૂર્વક દર્શન-પૂજા કર્યા હતા. 

5/8

આરસની ૨૮ ટનની અખંડ અને તોતીંગ શિલામાંથી સવા અગિયાર ફૂટની આ વિશાળ ગણેશ પ્રતિમા રાજસ્થાનના કુશળ શિલ્પીઓ ધ્વારા કંડારવામાં આવી છે જે એશિયાની સહુથી મોટી ગણેશ પ્રતિમા હોવાનો સ્થાપકોનો દાવો છે. 

6/8

બડા ગણેશજીના દર્શનથી ભાવવિભોરતા અનુભવતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આ ઘણું જ અદ્દભૂત કામ થયું છે જેના માટે ધારાસભ્ય યોગેશભાઇ પટેલ અને તેમના સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. 

7/8

મુખ્યમંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષએ ગણેશ યાગમાં, ભાગ લઇને, ગજાનન મહારાજની આરાધના કરી હતી.

8/8

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે સ્વતંત્રતા પૂર્વે લોકમાન્ય તિલકજીએ ગણેશોત્સવની દેશવ્યાપી ઉજવણીની પરંપરા શરૂ કરાવીને, દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાને અપૂર્વ પ્રોત્સાહન આપ્યુ હતું.