તબાહીના એંધાણ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે થશે અસર; સાઈક્લોન 'શક્તિ' ગુજરાત માટે કેટલું છે ખતરનાક?
Ambalal Patel Monsoon Prediction: ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે અને વાદળ છાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં જોવા મળે છે.
ચોમાસાની એન્ટ્રી સાથે જ દેશમાં ભયંકર ચક્રવાતી તોફાનની પણ દસ્તક થઈ રહી છે. જે બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે અને આંદમાન સાગરથી થઈને કેરળમાં મોનસૂન સાથે એન્ટ્રી કરી શકે છે. આ તોફાનને શક્તિ નામ આપવામાં આવ્યું છે અને જો ચક્રવાતી તોફાન સંપૂર્ણ રીતે એક્ટિવ થઈને આગળ વધ્યું તો તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંટાઓ સાથે ટકરાઈ શકે છે.
આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે. આગામી 24 25 મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે, ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળશે. ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવેલ છે.
ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલના અને ચટગાંવને પણ જોખમ રહેશે. Mint ના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશે એક પોસ્ટમાં ચક્રવાતી તોફાન વિશે જણાવ્યું છે. જ્યારે TOI ના રિપોર્ટ મુજબ આંદમાન સાગર ઉપર 16થી 18 મે વચ્ચે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનશે જે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.
આ સિસ્ટમ 23થી 28 મે વચ્ચે સાઈક્લોન શક્તિને એક્ટિવ કરી શકે છે. જો કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી. પરંતુ તોફાન એક્ટિવ થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે આઈએમડીએ હજુ સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી. એ પણ અનુમાન લગાવવું હાલ મુશ્કેલ છે કે આ સિસ્ટમ ખરેખર સાઈક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 27મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. જે સામાન્ય રીતે એક જૂનના રોજ આવે છે.
અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે: અંબાલાલની આગાહી
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલે જો કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
આજે અને કાલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ. બુધવારે ગુજરાતના 5 જિલ્લામાં વરસ્યો વરસાદ. વલસાડ, બોટાદ અને દાહોદમાં પડ્યો વરસાદ. અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
કયા કયા શહેરો પર કરશે અસર?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંદમાન સાગર પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન જોયું છે, જે 16થી 22 મે વચ્ચે હળવા દબાણવાળા ક્ષેત્રમાં વિક્સિત થઈ શકે છે. આ સિસ્ટમ 23થી 28 મે સુધી ચક્રવાત શક્તિ તરીકે એક્ટિવ થઈ શકે છે. જે સંભવિત રીતે ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોની સાથે સાથે બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવને પ્રભાવિત કરી શકે છે.
છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ચોમાસુ સમય કરતા વહેલુ!
દક્ષિણ પશ્ચિમ મોનસુન 13 મે 2025 સુધી દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદમાન સાગર, નિકોબાર ટાપુઓ અને ઉત્તરી આંદમાન સાગરના કેટલાક ભાગોમાં એન્ટ્રી કરી ચૂક્યું છે. છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ચોમાસુ સમય કરતા વહેલુ બંગાળની ખાડીમાં પહોંચ્યું છે. ચક્રવાત શક્તિના એક્ટિવ થવાથી કાંઠા વિસ્તારમાં પૂર, તોફાની પવન, અને ખુબ વરસાદ પડી શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં મેના મધ્ય સુધી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને છત્તીસગઢ સહિત દક્ષિણઈ અને મધ્ય રાજ્યોમાં પણ પ્રી મોનસૂન વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં અપર સર્યુલેશન સક્રિય
આજે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર પૂર્વીય ગુજરાત માટે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ફરીવાર રાજ્યવાસીઓને આગ ઓકતી ગરમી સહન કરવી પડશે. આજથી રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારમાં 2-4 ડિગ્રી તાપમાન વધશે. આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અપર સર્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે.
મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસું શરૂ
ગુજરાતમાં 15 જુન ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. 22 મે ની આસપાસ ચોમાસુ શ્રીલંકા પહોંચશે. ભારતના કેરલ માં 28 મે સુધી ચોમાસુ પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.
રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. તેમણે ક્હ્યુ કે, આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.
IMD ના નિવેદન મુજબ, આજે એટલે કે 14 મે 2025 ના રોજ 03:00 UTC વાગ્યે, તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર એક ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ રચાય છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ૧૬ અને ૧૭ મેના રોજ દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોંકણ વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. જો આ ચક્રવાત આવે છે, તો તેની અસર ઓડિશાથી બંગાળ સુધી જોવા મળી શકે છે.
IMD ની સલાહ
ભારતીય હવામાન વિભાગે સંભવિત ચક્રવાતી તોફાન શક્તિનું પૂર્વાનુમાન કરતા સમુદ્રી કાંઠા વિસ્તારોના રહીશોને હવામાન અપડેટ પર નજર રાખવાની સલાહ આપી છે. ટ્રિપ શિડ્યૂલ કરવાની અને જરૂરી સામાન સાથે રાખવાની પણ સલાહ આપી છે. સંભવિત સાઈક્લોન પ્રભાવિત વિસ્તારોના રહીશોને આગ્રહ કરાયો છે કે તેઓ હવામાનના પૂર્વાનુમાન પર નજર રાખે.
સ્થાનિક અધિકારીઓ નિર્દેશોનં પાલન કરે. જો સાઈક્લોન પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરવાની કે ત્યાં જવાની યોજના ઘડતા હોવ તો વધુ સાવધાની વર્તજો. ગ્રામીણ કે પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતા હોવ તો સુનિશ્ચિત કરવું કે તમારી પાસે પીવાનું પાણી, પાવરબેંક, સ્નેક્સ, દવાઓ જેવી જરૂરિયાતની વસ્તુઓ હોય. અત્રે જણાવવાનું કેહાલની સ્થિતિમાં હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લૉનિક સરક્યુલેશન મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરિવર્તિત થશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી અને ખોટું પેનિક ન થવું
Trending Photos