કોરોનાની ઝપેટમાં આવેલા પુરુષોને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, નહીં જાણો તો પસ્તાશો

કોરોના વાયરસની ઝપેટમાં આવેલા પુરુષોની ફર્ટિલિટી ઘટી શકે છે. એક નવા સ્ટડીમાં આ ગંભીર દાવો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના ડૉક્ટરોએ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ પર આ સ્ટડી હાથ ધર્યો હતો. 

ઈઝરાયેલના ડૉક્ટરોએ હાથ ધર્યો સ્ટડી

1/4
image

ઈઝરાયેલના શેબા મેડિકલ સેન્ટરના ડૉ ડેન એડેરકાના નેતૃત્વમાં કોરોનાથી સંક્રમિત થનારા પુરુષોની તપાસ કરવામાં આવી તો તેમને જાણવા મળ્યું કે કેટલાક લોકોના સ્પર્મ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે અને આ લોકોની ફર્ટિલિટી ઓછી જોવા મળી. 

કોરોના વાયરસના કારણે સ્પર્મની સંખ્યા ઘટી શકે

2/4
image

ડૉ ડેન એડેરકાનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે સ્પર્મની સંખ્યા ઘટી શકે છે. આ સાથે સ્પર્મની ક્વોલિટી ઉપર પણ અસર પડે છે. ડૉ. ડેને એમ પણ કહ્યું કે કોરોના વાયરસ પુરુષોના ટેસ્ટિકલના બે ખાસ સેલ્સને પણ ખતમ કરી શકે છે. 

ટેસ્ટિકલને થયેલી ક્ષતિ ઠીક થાય છે કે નહીં તે માટે અભ્યાસની જરૂર

3/4
image

ડૉ. ડેન એડેરકાનું એમ પણ કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કોરોના વાયરસ પુરુષોના ટેસ્ટિકલને જે નુકસાન પહોંચાડે છે તે સમય સાથે ઠીક થાય છે કે નહીં. તેમણે કહ્યું કે તેના માટે અભ્યાસ કરવાની જરૂર છે. 

ફેરફારનું વિશ્લેષણ કરવાની યોજના

4/4
image

આ અગાઉ પણ કેટલાક સ્ટડીમાં સ્પર્મ કોરોના સંક્રમિત થાય છે તેવી જાણકારી સામે આવી હતી. આ બાજુ ઈઝરાયેલના શેબા મેડિકલ સેન્ટરના ડૉક્ટરોની હવે એ યોજના છે કે સ્ટડીમાં સામેલ દર્દીઓની ફરીથી 6 મહિના અને એક વર્ષ બાદ તપાસ કરવામાં આવે જેથી કરીને તેમન શરીરમાં આવેલા ફેરફારનું વિશ્લેષણ થઈ શકે.