Jaspreet Bumrah પહેલાં અનેક ક્રિકેટર્સનું પણ આવી ચૂક્યું છે એન્કર્સ પર દિલ, ક્લીન બોલ્ડ થઈને કરી લીધાં લગ્ન

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ અમદાવાદી બોય અને ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લગ્ન કર્યાં. સ્પોટ્સ એન્કર સાથે બુમરાહના લગ્ન બાદ ફરી એકવાર આવા અન્ય ક્રિકેટર્સ પણ ચર્ચામાં આવ્યા, જેમનું દિલ આવ્યું હતું એન્કર્સ પર. જુઓ તસવીરો.

Mar 16, 2021, 06:30 PM IST

 

1/9

જવાગલ શ્રીનાથ:

જવાગલ શ્રીનાથ:

ભારતના ઝડપી બોલરોમાંથી એક એવા જવાગલ શ્રીનાથે 1999માં જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ફરી છૂટાછેડા પછી તેમણે 2008માં પત્રકાર માધવી પતરાવલી સાથે લગ્ન કર્યા.

2/9

શોન માર્શ:

શોન માર્શ:

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શોન માર્શે 2014માં ઓસ્ટ્રેલિયન ટેલીવિઝન ચેનલ-7ની એન્કર રેબિકા ઓડોનોવાન સાથે લગ્ન કર્યા હતા.

 

3/9

શેન વોટ્સન:

શેન વોટ્સન:

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટ્સને 2010માં એન્કર લી ફરલોન્ગ સાથે લગ્ન કર્યા હતા. તે ફોક્સ સ્પોર્ટ્સની પ્રેઝન્ટર છે.

4/9

મોર્ની મોર્કલ:

મોર્ની મોર્કલ:

સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ની મોર્કલે 2014માં ચેનલ 9ની એન્કર રોજ કેલીને પોતાની હમસફર બનાવી.

5/9

માર્ટન ગપ્ટિલ:

માર્ટન ગપ્ટિલ:

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે 2014માં સ્કાઈ સ્પોર્ટ્સ ચેલની એન્કર લૉરા મેકગોલ્ડ્રિક સાથે લગ્ન કર્યા હતા.

6/9

ઈમરાન ખાન:

ઈમરાન ખાન:

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર અને હવે પ્રધાનમંત્રી ઈમરાન ખાને 2015માં બીબીસી ટેલિવિઝનની પ્રેઝન્ટર રેહામ ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ 10 મહિનાની અંદર 30 ઓક્ટોબરે તૂટી ગયો.

 

7/9

જસપ્રીત બુમરાહ:

જસપ્રીત બુમરાહ:

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશનને પોતાની હમસફર બનાવી લીધી. બંનેના લગ્ન ગુરુદ્વારામાં થયા.

8/9

સ્ટુઅર્ટ બિન્ની:

સ્ટુઅર્ટ બિન્ની:

ભારતના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ જાણીતી સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર સાથે 2012માં લગ્ન કર્યા હતા. ગયા વર્ષે બંને માતા-પિતા પણ બન્યા.

9/9

બેન કટિંગ:

બેન કટિંગ:

આ વર્ષે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બેન કટિંગે ચેનલ 7ની પ્રેઝન્ટર એરિન હોલેન્ડને પોતાની જીવનસાથી બનાવી.