ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો, વાવાઝોડું અરબ સાગરમાં હવે આ દિશામાં ફંટાયું, પરેશ ગોસ્વામીની આગાહી

Cyclone Shakti Alert : અરબ સાગરમાં ઉદભવેલુ સક્તિ વાવાઝોડુ ક્યાં, ક્યારે અને કેવી રીતે ત્રાટકશે તે વિશે હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતું ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આવી છે કે, હાલ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. 

ગુજરાત પરથી ખતરો ટળ્યો - પરેશ ગોસ્વામી 

1/5
image

હવામાન નિષ્ણાતે કહ્યું કે, અરબ સાગરમા લો પ્રેશર બન્યું છે. જે હવે તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય થયા છે, જેથી આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે અને જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને સખતી નામ આપવામાં આવશે.    

મહારાષ્ટ્રથી આ દિશામાં આગળ વધ્યું વાવાઝોડું 

2/5
image

તેમણે કહ્યું કે, ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. સિસ્ટમ સાયક્લોનમાં તબદીલ થાય તેવી સંભાવના નહીવત છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે. સિસ્ટમ મહારાષ્ટ્રથી આગળ દક્ષિણ ભારત તરફ જઈ રહી છે.   

વાવાઝોડું ભલે ગયું, પણ વરસાદ તો આવશે જ 

3/5
image

ગુજરાત પર વાવાઝોડનું સંકટ જતું રહ્યં છે, પરંતું અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેશર હજી પણ સક્રિય છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જેને કારણે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધી રહી શકે છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તો રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી છે. પોરબંદર, ભાવનગર ગીર સોમનાથ વરસાદની આગાહી- છે. ભરૂચ, સુરત, તાપીમાં વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. 

વાવાઝોડું પહોંચે તે પહેલા સુરતના દરિયામાં જોવા મળ્યું ભારે કરંટ

4/5
image

વાઝોડાને લઈ સુરતના દરિયામાં કરંટ જોવા મળ્યો. ૩ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે એલર્ટ મોડ પર આવી ચક્રવાતને લઇ સુરતમાં આગામી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ ઉપરાંત 40થી 70 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 28 મેના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતને લઇ પાલિકાનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.  પાલિકાએ ICCC ખાતે 22 મેથી ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. સામાન્ય રીતે 1 જૂનથી ફલડ કંટ્રોલ રૂમ શરૂ થાય છે. એક ડેપ્યુટી ઇજનેર અને 2 ટેકનિકલ આસિટન્ટને કંટ્રોલ રૂમમાં જવાબદારી સોંપાઇ છે.

ગુજરાતના દરિયા કિનારે હાઈ એલર્ટ

5/5
image

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી પગલે રાજયના દરીયા કિનારાના જિલ્લાઓમા એલર્ટ પર મૂકાયા છે. જામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાવચેત કરાયું છે. સલામતીના ભાગરૂપે તમામ બોટો કિનારે પરત ફરી ગઈ છે. જામનગરમાં બેડી બંદર પર 400 જેટલી બોટ બંદર પર પરત આવી છે. રાજ્યના તમામ બંદરો પર માછીમારીની બોટ પરત આવી ગી છે. માછીમારી પર પ્રતિબંધ તેમજ નવા ટોકન ઈસ્યુ પર પ્રતિબંધ મૂકાયો છે.