વાવાઝોડાની અસર શરૂ થઈ, 21 મેથી ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ પડશે, આ જિલ્લાઓ એલર્ટ પર

Cyclone Shakti Alert : આગામી 6 દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં પડશે વરસાદ. આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા... સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી... 22થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ... 24 મેના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી...

વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી 

1/6
image

રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં 19-20 મે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદ વરસાદની ગતિમાં વધારો થશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22-24 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ત્રાટકશે. 24 મે એ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયું નવું સરક્યુલેશન

2/6
image

અરબી સમુદ્રના પૂર્વ મધ્ય ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જેના પગલે અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. સલામતીના ભાગરૂપે માછીમારોને આગામી ત્રણ-ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, 18 મે 2025ના રોજ ગઇકાલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, જે આજે પણ જળવાયેલું છે. જ્યારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આગામી 21 મેની આસપાસ કર્ણાટકના દરિયાકાંઠાથી દૂર પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા જણાઇ રહી છે.

વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે 

3/6
image

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 22 મેની આસપાસ આ જ વિસ્તારમાં લો-પ્રેશર સર્જાઇ શકે છે. જે ઉત્તર દિશામાં આગળ વધીને મજબૂત થવાની શક્યતા છે. જેના પગલે પૂર્વમધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર લક્ષદ્વીપ ટાપુ વિસ્તાર, માલદીવ અને કોમોરિન સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. તેમજ ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે. સક્રિય થઇ રહેલી આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

વાવાઝોડા વિશે અંબાલાલની આગાહી 

4/6
image

 રાજ્યના માથે હજુ પણ યથાવત સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. 21 મે સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આંધી વંટોળની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 21 તારીખથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25થી 31મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 

આંધી-વંટોળ આવશે - અંબાલાલ પટેલ 

5/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મે થી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.   

વાવાઝોડાની અસર ગુજરાતને થશે 

6/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેય 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે.