શક્તિ વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના દરિયાથી ક્યાં અને કેટલે દૂર પહોંચ્યું, આ રહી માહિતી

Cyclone Shakti Alert : ગુજરાત તરફ આવી રહેલુ શક્તિ વાવાઝોડા 6 ઓક્ટોબરે લેશે યુ-ટર્ન... ગુજરાત નજીક પહોંચતા જ વાવાઝોડું નબળુ પડવાની સંભાવના... 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે પડશે ભારે વરસાદ...

ગુજરાત પર કોઈ અસર નહિ થાય 

1/4
image

ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવાતી તોફાન “શક્તિ” ગુજરાતથી દૂર, હાલ કોઈ મોટી અસરની શક્યતા દેખાતી નથી. હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી 640 કિમી પશ્ચિમ અને નલિયાથી 630 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. આ તોફાન છેલ્લા 6 કલાકમાં 15 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને હાલ રાસ અલ હદ્દ (ઓમાન)થી 340 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને કરાંચી (પાકિસ્તાન)થી 570 કિમી દક્ષિણ પશ્ચિમમાં છે.  

ગુજરાતથી કેટલે દૂર છે વાવાઝોડું

2/4
image

“શક્તિ” તોફાન ગુજરાતના દરિયાકાંઠાથી નોંધપાત્ર અંતરે છે અને 5 ઑક્ટોબર સુધી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધશે, એટલે કે ગુજરાતથી વધુ દૂર જશે. 6 ઑક્ટોબરની સવારથી તે પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં વળાંક લેશે અને ધીમે ધીમે નબળું પડશે. હાલના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના દરિયાકાંઠે આ તોફાનની કોઈ મોટી અસરની શક્યતા નથી. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો અને નાગરિકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.    

દ્વારકા પર ખતરો 

3/4
image

હવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા પર શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 240 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે અને પ્રતિ કલાક 12 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, અને દરિયા કિનારે ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. 

4/4
image

ગાંધીનગર ફિશરીઝ વિભાગે તત્કાલ કડક સૂચના આપી છે કે માછીમારો દરિયો ન ખેડે. તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, અને દરિયા કિનારે વસતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જરૂર જણાશે તો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. દ્વારકા પર વાવાઝોડું આવે તે પહેલાં જ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.