Cyclone Tauktae: વાવાઝોડાને કારણે ગાંડોતૂર બન્યો છે દરિયો, તસવીરો જોઈને જ લાગશે ડર

તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા રાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી તસવીરો સામે આવી રહી છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા રાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી તસવીરો સામે આવી રહી છે. તૌકતે વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. 

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું (Cyclone) રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડા (Cyclone) ના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

વાવાઝોડાને કારણે દરિયામાં વધ્યો કરંટ

1/9
image

તૌકતો વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાનું છે. જેને કારણે ગુજરાત સરકારે તમામ જિલ્લાઓને અલર્ટ કરી દીધાં છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી રહ્યું છે તેમ તેમ દરિયામાં કરંટ વધી રહ્યો છે.

દરિયો તોફાની બન્યો

2/9
image

તૌકતે વાવાઝોડાને પગલે દરિયા રાજા તોફાની બન્યા છે. જેને કારણે દરિયામાં હવે ધીમે ધીમે કરંટ વધી રહ્યો છે. વાવાઝોડાની અસરને કારણે દરિયામાં પાણીના તરંગો વધારે ઝડપી બન્યાં છે.

વલસાડ દરિયા કાંઠે સતર્કતા વધારાઈ

3/9
image

વલસાડના દરિયા કાંઠે પણ તૌકતે વાવાઝોડાને પગલે સતર્કતા વધારી દેવામાં આવી છે. હાલમાં જ જિલ્લા કલેક્ટરે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ કામગીરી માટેની તમામ સાધન સામગ્રી અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટૂ રાખી દીધી છે. વાવાઝોડાની આગાહી ને પગલે વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ પર છે.. જિલ્લાના 70 કિલોમીટર ના દરિયા કિનારા પર આવેલા 84 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે 

તમામ બોટ લાંગરી દેવાઈ

4/9
image

ઉનાના નવાબંદરે તમામ બોટ લાંગરી દેવાઈ છે. દરિયામાં જતા સાગર ખેડૂઓને દરિયો ન ખેડવાની કડક સુચના આપી દેવામાં આવી છે. પોલીસ કાફલો પણ દરિયા કાંઠે તૈનાત કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડું તૌકતે વેરાવળ થી 620 કિમિ દૂર છે. 650 માંથી 600 બોટ નવા બંદરે, જયારે બાકીની બોટ અન્ય બંદરે લાવી દેવાઈ છે. દરિયામાં ધીમે ધીમે કરંટ વધી રહ્યો છે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડ, માંગરોળ બંદર

5/9
image

ગુજરાત મેરિટાઈમ બોર્ડ, માંગરોળ બંદર કચેરી ખાતે અલગ અલગ સિગ્નલની વિગતવાર માહિતી પણ દર્શાવવામાં આવી છે. બદલાતા સિગ્નલ દરિયાની હિલચાલ અને પવનની દિશા, વાવાઝોડાની ગતિ અને ખતરાની નિશાનીના સંકેત આપતા હોય છે.

માંગરોળ બંદર પરનું સિગ્નલ

6/9
image

દરિયામાં થતી કોઈપણ હિલચાલ કે ગતિવિધી માટે અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. અલગ અલગ સિગ્નલનો અર્થ અલગ મેસેજ પાસ કરવાનો થતો હોય છે. કુલ 1 થી 12 સુધી સિગ્નલ આપવામાં આવે છે.

માંગરોળ બંદર

7/9
image

આ તસવીર માંગરોળ બંદર પરની છે. અહીં પણ દરિયો તોફાની જણાઈ રહ્યો છે. જેને પગલે પ્રશાસને અલર્ટ જાહેર કરી દીધું છે.

દીવના દરિયામાં ઉછળી રહ્યાં છે ઉંચા મોજા

8/9
image

તૌકતે વાવાઝોડાને કારણે દરિયો હવે હિલોળે ચઢ્યો છે. જેને પગલે દીવના દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યાં છે. અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા દેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

દીવના દરિયાનો કરંટ

9/9
image

તૌકતે વાવાઝોડાને કારણે વાતાવરણ બદલાયું છે. તેને કારણે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.