માર્ચ મહિનામાં મોટી આફત આવશે, હીટવેવના રાઉન્ડ વચ્ચે ગુજરાતમાં પલટાઈ જશે વાતાવરણ, નવી આગાહી
Paresh Goswami Alert : દરિયાથી મોટું તોફાન આવી રહ્યું છે. આવામાં દેશભરના વાતાવરણમાં મોટો પલટો થઈ રહ્યો છે. IMD ઘણા રાજ્યો માટે હીટ વેવ એલર્ટ જાહેર કરી ચૂક્યું છે. પરંતુ, હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. સ્કાયમેટે આગામી 24 કલાકમાં અથવા 16 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે.
કયા રાજ્યમાં કેવું હવામાન રહેશે?
IMDએ ફરી એકવાર આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન, સાત વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે.
ગરમીની લહેર સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ બદલાવ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા છે. મધ્ય અફઘાનિસ્તાન અને નજીકના પાકિસ્તાનના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૭.૬ કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૦.૯ કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી પવનોનો એક પ્રવાહ રચાયો છે. આ તમામ પરિબળોને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેની અસર દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય ભાગોમાં પણ પડશે.
અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 9 થી 13 માર્ચ સુધીનો હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીની વચ્ચે રહ્યું હતુ. જો કે કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીએ પણ પહોંચ્યો હતો. પરંતું હવે હીટવેવનો રાઉન્ડ પુરો થઈ ગયો છે. આગામી 2-3 દિવસમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. એટલે કે, જે ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધ્યું હતું. ત્યાં 37-38 ડિગ્રી, જયાં 38 ડિગ્રી હતુ. ત્યાં 35 થી 36 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જશે. આ ઘટેલું તાપમાન આગામી 22 તારીખ સુધી યથાવત રહેશે. જેથી હીટવેવમાં આંશિક રાહત મળવાની છે.
14 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન નિષ્ણાતે કહ્યું કે, જો પવનની ગતિની વાત કરીએ તો. હીટવેવ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયા છે. 14 માર્ચથી પવનની ગતિમાં પણ ઘટાડો થશે. આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 કિમી પ્રતિકલાક થઈ જશે. જે બાદ માર્ચ મહિના અંતિમ સપ્તાહમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ આવશે.
Trending Photos