Daily Horoscope 28 ફેબ્રુઆરી: આજે આ મંત્રનો ખાસ કરો જાપ, નિશ્ચિત તમારું ભાગ્ય ચમકશે, જાણો કેવો રહેશે દિવસ

 જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Feb 28, 2021, 07:42 AM IST

Daily Horoscope 28 February 2021: આજે રવિવારે ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી તમારા તમામ દુ:ખ દુર થઈ જશે. તમારા જીવનમાં એક નવો પ્રકાશ આવશે. આજે ભગવાન સૂર્યને લાલ ચંદન અને લાલ ફૂલ સાથે અર્ધ્ય આપો. આ ઉપરાંત 27 વાર ગાયત્રી મંત્રનો જાપ કરો. તેનાથી નિશ્ચિત તમારું ભાગ્ય ચમકશે. ભગવાન દુશ્મનોથી તમારી રક્ષા કરશે. આ ઉપરાંત ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- તણાવથી બચવા માટે બાળકો સાથે સમય પસાર કરો. બાળકો આધ્યાત્મિક રીતે ધરતી પર સૌથી શક્તિશાળી અને ભાવનાત્મક લોકો છે. તેમની સાથે તમે પોતે ઉર્જાભર્યા મહેસૂસ કરશો. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી તમારા માટે રસપ્રદ સાબિત થશે. જો કે ખર્ચા વધી શકે છે. કોઈ એવા સાથે રહી શકો છો જે તમારી બેદરકારી અને અનિશ્ચિત વર્તનના કારણે ચિડાઈ શકે છે. પ્રેમનો ઉભરો ચડશે તેનો અનુભવ કરજો. આજે આરામ માટે ઓછો સમય છે. કારણ કે પહેલા ટાળેલા કામ તમને વ્યસ્ત રાખશે. તમારો ખાલી સમય કોઈ બિનજરૂરી કામમાં વેડફાઈ શકે છે.   

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- તમારી ઉર્જાનો ઉપયોગ કોઈ મુશ્કેલમાં ફસાયેલા વ્યક્તિની મદદ કરવામાં કરો. યાદ રાખો કે શરીર તો એક દિવસ ધૂળમાં મળી જવાનું છે જો તે કોઈના કામ ન આવ્યું તો શું ફાયદો? જીવનસાથીની તબીયતના કારણે આજે ધન  ખર્ચાઈ શકે છે પરંતુ તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ધન એટલે જ બચાવવામાં આવે છે કે ખરાબ સમયમાં કામ લાગે. ઘરેલુ કામ થકવી નાખશે અને આથી તે માનસિક તાણનું કારણ પણ બની શકે. રોમાન્સ માટે સારો દિવસ નથી. સાચો પ્રેમ મેળવવામાં નિષ્ફળતા મળશે. તમારા જીવનમાં તમે વિચારો છે તેના કરતા પણ પડદા પાછળ ઘણું બધુ ચાલી રહ્યું છે. જો કે આવનારા સમયમાં તમને ઘણી સારી તક મળશે. આજે જીવનસાથી સાથે સમય વિતાવવા માટે પૂરતો સમય મેળવશો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- મૌજ મસ્તી માટે મુસાફરી કે સામાજિક મેળમિલાપ તમને ખુશ રાખશે અને શાંતિ આપશે. ગ્રહો નક્ષત્રોની ચાલ તમારા માટે સારી નથી. આજનો દિવસ તમારે તમારું ધન ખુબ સુરક્ષિત રાખવું જોઈએ. સામાજિક કાર્યક્રમોમાં સહભાગિતાની તક મળશે. જે તમને પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્ક કરાવશે. આજે તમે પ્રેમી સાથે ફરવાનો પ્લાન કરશો પરંતુ કોઈ જરૂરી કામના કારણે શક્ય બનશે નહીં. 

4/12

કર્ક

કર્ક

કર્ક- ખુશ થઈ જાઓ કારણ કે સારો સમય આવવાનો છે અને તમે પોતે વધારાની ઉર્જાનો પણ અનુભવ કરશો. પરિવારના કોઈ સભ્યના બીમાર પડવાના કારણે તમને આર્થિક મુશ્કેલી થઈ શકે છે જો કે હાલ તમારે ધન કરતા વધુ સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ. પરિવારના સભ્યો સાથે કઈક આરામના પળ વિતાવો.  તમને ઉદાર અને સ્નેહભર્યા પ્રેમનો ઉપહાર મળી શકે છે. આજે અનુભવી લોકો સાથે જોડાઈને તેઓ શું કહેવા માંગે છે તે જાણવાની કોશિશ કરો. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદો કરાવશે. 

5/12

સિંહ

સિંહ

સિંહ- કઈક નવું શીખવા માટે તમારી ઉંમર વહી ગઈ છે એવું કેટલાક લોકો વિચારી શકે છે. પરંતુ તે સચ્ચાઈથી એટલું જ વેગળું છે. તમે તમારા તેજ અને સક્રિય દિમાગના કારણે કઈ પણ સરળતાથી શીખી શકો છો. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ પર ક્યાંક રોકાણ કર્યું હતું તેમને આજે તે રોકાણથી ફાયદો થવાની શક્યતા છે. તમારા બાળકો માટે યોજના બનાવવાનો સારો  દિવસ છે. આજે તમે તમારા પ્રિયજનોની ભાવના સમજો. નવી વસ્તુઓે શીખવાની તમારી જિજ્ઞાસા પ્રશંસનીય છે. 

6/12

કન્યા

કન્યા

કન્યા- દિવસની શરૂઆત તમે યોગ કે ધ્યાનથી કરી શકો છો. આમ કરવું ફાયદાકારક રહેશે અને આખો દિવસ ઉર્જા રહેશે. દાગીનામાં રોકાણ કરવું ફાયદો કરાવશે અને સમૃદ્ધિ લાવશે. આજે જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો તે તમારો ભરોસો તોડી શકે છે. આજે તમને પ્રેમનો જવાબ પ્રેમ અને રોમાન્સથી મળશે. ચીજોના થવાની રાહ ન જુઓ, બહાર નીકળો અને નવી તકો શોધો. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકલા સમય વિતાવવું વધુ પસંદ કરશે. 

7/12

તુલા

તુલા

તુલા- તમારો ચઢેલો પારો તમને પરેશાનીમાં નાખી શકે છે. જે લોકો ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેઓને આજે આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે. ગ્લાનિ અને પસ્તાવામાં સમય બરબાદ ન કરો. જીવનથી કઈ શીખવાની કોશિશ કરો. તમારા પ્રિયજન કે જીવનસાથીનો ફોન તમારો દિવસ સુધારી દેશે. યોગ્ય કર્મચારીઓને પ્રમોશન મળી શકે છે કે સેલરી વધી શકે છે. આજે તમારા નીકટના લોકો તમારી વધુ નજીક આવવાની કોશિશ કરશે પરંતુ તમે મનને શાંત રાખવા માટે એકાંતમાં સમય વિતાવવો પસંદ કરશો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- બીજા માટે ખરાબ નિયત રાખવી માનસિક તાણને જન્મ આપી શકે છે. આ રીતના વિચારોથી બચો. તે સમયની બરબાદી કરે છે અને તમારી ક્ષમતાઓને ખતમ કરે છે. ધનનું આગમન આજે તમારી અનેક આર્થિક પરેશાનીઓ દૂર કરી શકે છે. સાંજ માટે કોઈ ઉત્તમ યોજના બનાવીને તમારા મિત્રો તમારો દિવસ સુધારી શકે છે. આજે તમે જીવનમાં સાચા પ્રેમની કમી મહેસૂસ કરશો. પરંતુ વધુ ચિંતા ન કરો. દરેક ચીજ સમય સાથે બદલાય  છે અને આથી તમારી રોમેન્ટિક જીંદગીમાં પણ બદલાવ આવશે. આજે તમારી આકરી મહેનત કાર્યક્ષેત્રમાં રંગ દેખાડશે. 

9/12

ધનુ

ધનુ

ધનુ- બીમારી તમારી ઉદાસિનતાનું કારણ બની શકે છે. તમારા પરિવારમાં ફરીથી ખુશીઓનો માહોલ બનાવવા માટે જલદી તેમાંથી બહાર આવવાની જરૂર છે. આજે તમે તમારા ઘરના વડીલ વ્યક્તિઓ પાસેથી પૈસાની બચત અંગે સલાહ લઈ શકો છો અને તેમની સલાહને તમારા જીવનમાં જગ્યા આપી શકો છો. સાંજે કોઈ સંબંધી કે મિત્ર ઘરે આવી શકે છે. જો તમે ખુલ્લા મનથી તમારી વાત રજુ કરશો તો તમારો પ્રેમ આજે તમારી સામે  ફરિશ્તો બનીને આવશે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ આલોચનાનું કારણ બની શકે છે. દિવસની શરૂઆત ભલે થકાવી નાખનારી હોય પરંતુ આગળ જતા સારા ફળ મળશે.   

10/12

મકર

મકર

મકર- તમારી સકારાત્મક સોચ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. અચાનક થનારા ફાયદાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારની સ્થિતિ આજે  એવી નહીં રહે જેવી તમે વિચારો છો. આજે ઘરમાં કોઈ વાત અંગે કલેશ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તમારા પર કાબૂ રાખો. વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધાર લાવશે. આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે. આવામાં જો તમારી કોઈ ભૂલ થશે તો તમારે કિંમત ચૂકવી પડી શકે છે. આ રાશિના કારોબારી આજે પોતાના કારોબારને નવી દિશા આપવા અંગે વિચાર કરી શકે છે. આજે તમે વિવેકનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો, જો તમે આમ નહીં કરો તો કારણ વગરના ઝઘડાથી સમય બરબાદ થઈ શકે છે.   

11/12

કુંભ

કુંભ

કુંભ- આજનો દિવસ મોજમસ્તી અને આનંદ ભર્યો રહેશે. કારણ કે તમે જીવનને પૂરેપૂરું માણશો. જો તમે મુસાફરી પર જવાના હોવ તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો, તેની ચોરી થવાની શક્યતા છે. ખાસ કરીને તમારા પર્સને આજે ખુબ સંભાળીને રાખો. બાળકો ભવિષ્યની યોજનાઓ બનાવવાની અપેક્ષાએ ઘરની  બહાર વધુ સમય પસાર કરીને તમને નિરાશ કરી શકે છે. આજે રોમાન્સ માટે પૂરતી તક છે. પરંતુ આમ કરવા માટે સમય ખુબ ઓછો છે. સામાજિક કામોમાં ભાગ લઈને તમે નવા વિચારો મેળવી શકો છો. 

12/12

મીન

મીન

મીન- જૂના પ્રોજેક્ટની સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે. મીન રાશિના લોકો એવી કોઈ યોજનામાં રૂપિયા લગાવવા માટે તૈયાર રહેશે જેમા તક દેખાશે. તમારા નિર્ણયો બાળકો પર થોપવા એ તેમને નારાજ કરી શકે છે. સારું  એ રહેશે કે તમે તેમને તમારો પક્ષ સમજાવો, જેથી કરીને તેની પાછળનું કારણ સમજીને તમારી વાત સરળતાથી સ્વીકારી શકે. આજે જ્યારે તમે તમારી સપનાની રાજકુમારીને મળશો તો તમારી આંખો ચમકવા લાગશે અને ધડકનો તેજ થશે.  ઓફિસમાં કોઈ તમારી યોજનાઓમાં અડચણ નાખી શકે છે. આથી આંખો ખુલ્લી રાખો.