રાશિફળ 18 ફેબ્રુઆરી: આજે આ રાશિના જાતકો માટે ભારે ઉથલપાથલવાળો દિવસ, જાણો તમારું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Feb 18, 2021, 08:13 AM IST

નવી દિલ્હી: આજે 18 ફેબ્રુઆરી 2021 ગુરુવારનો દિવસ છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- આજનો દિવસ આર્થિક દ્રષ્ટિકોણની રીતે સારો છે. આજે તમારી દરેક સમસ્યાનો ઉકેલ આવશે. પ્રયત્નો ચાલુ રાખો. મુસાફરી જો કે નુકસાનકારક રહેશે. આજે મુસાફરી પર જતા પહેલા જીરૂ ખાઈને જ ઘરની બહાર પગ મૂકો. તો કાર્ય પૂરા કરી શકશો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજે દરેક કામમાં વિધ્ન આવવાના યોગ છે. આજે તમારા કોર્ટ-કચેરી સંબંધિત કામોના ઉકેલ આવવાની જગ્યાએ ગૂંચવાઈ શકે છે. આજે ધનલાભના યોગ છે. બેન્ક બેલેન્સ વધવાના યોગ છે. આ સાથે જ સોનું ધારણ કરવાથી ફાયદો થશે. ઘઉનું દાન કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે સરકારી  કામોમાં અડચણ આવશે. આજે ઓફિસ અને સરકારી કામોમાં ગૂંચવાયેલા રહેશો. તમારા માટે કોઈ રસ્તો કાઢવો મુશ્કેલ રહેશે. ચહેરા પર ઈજા થઈ શકે છે. સાવધાનીથી કામ કરો અને કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. ઉતાવળના કારણે ઈજા થઈ શકે છે. બની શકે તો નારાયણનું વ્રત કરો અને સાંજે સાકરનું દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક-આજે ધનલાભ નિશ્ચિત છે. આજે આવકના નવા રસ્તા ખુલશે. પ્રમોશન થવાના ચાન્સ પણ બની રહ્યા છે. આળસના કારણે પરેશાની થશે. આજે નેગેટિવ એપ્રોચ રાખવાથી તમારા બનતા કામ બગડી શકે છે. જે પણ કામ કરો સકારાત્મક વિચારો સાથે કરો. આજે દરિદ્ર યોગ છે. આર્થિક લાભ માટે એક વાટકી ચોખા દાન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- આજે ભાગ્ય સાથ આપશે. તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરો. પેટ સંબંધિત રોગથી પરેશાન રહેશો. બહાર ખાવાનું ખાવાથી બચો અને વધુમાં વધુ પાણી પીઓ. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે કોઈ દગો કરી શકે છે.  કોઈ ખાસ જૂના ઓળખીતા આજે તમને દગો કરી શકે છે. સાવધાનીથી રહેવાની કોશિશ કરો. ઉતાવળમાં કોઈ કામ ન કરો. દંડ થવાના યોગ છે. કોઈ પણ કામ કરતા પહલા સમજી વિચારીને કરો. લીલા વસ્ત્રોનું દાન કરો. 

7/12

તુલા

તુલા

તુલા- આજે લોટરી લાગી શકે છે. અનેક રસ્તાથી લાભ થવાના યોગ છે. તમારા બધા કામ આજે બનતા જશે. આજે તમારા માટે લીલો રંગ ખુબ શુભ છે. કાળા રંગથી બચવાનો પ્રયત્ન કરો. ઘરેથી લીલા રંગના કપડાં પહેરીને જ નીકળો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે નેમ અને ફેમ વધવાના યોગ છે. આજે નોકરી કરતા હોય કે ધંધો આજે તમને દરેક કામમાં સફળતાના યોગ છે. પરિવારમાં કોઈ સાથે મતભેદ થશે. દરેક વાતમાં પોતાની ન ચલાવો. બધાની વાત સાંભળો. નીકટના સંબંધોમાં આજે ખટાશ આવી શકે છે. જેનો ઉપાય છે કે માતા પિતા અને ગુરુના આશીર્વાદ લો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- આજે તમે બધાના મન જીતી શકશો. તમારા સારા વ્યવહારના કારણે લોકો તમારો સાથ આપશે. અટવાયેલા કામ પૂરા થશે. રોકાણ માટે સારો દિવસ નથી. ઉતાવળમાં આવીને કોઈ ઓફરમાં રોકાણ ન કરો. પૈસા ફસાવવાના પૂરા યોગ છે. ગોળ અને તલનું દાન કરો. 

10/12

મકર

મકર

મકર- આજે તમારું મન બેચેન રહેશે. તમારા જીવનમાં પરિવર્તનના યોગ છે. એકાગ્રતાની કમી રહેશે. જેના કારણે તમારી રાહ સમસ્યાઓભરી રહેશે. આજે સમજી વિચારીને રોકાણ કરો. નહીં તો નુકસાનના યોગ છે. બુદ્ધિનો ઉપયોગ કરીને તમે આજે તમારો ફાયદો કરાવી શકો છો. તેલનું દાન કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે ગુસ્સા પર કાબૂ રાખો. ક્રોધ નુકસાન કરાવી શકે છે. મિત્રતા તોડાવી શકે છે. લોકો આજે તમારો વિરોધ કરી શકે છે. મુસાફરી લાભકારી રહેશે. વિશેષ રીતે વ્યવસાય સંબંધિત મુસાફરી અટવાયેલા કામો પૂરા કરાવી શકે છે. જૂના ફસાયેલા પૈસા પણ આજે તમને પાછા મળી શકે છે. અત્તરનો ઉપયોગ કરો. 

12/12

મીન

મીન

મીન- જીવનમાં ફેરફાર આવશે. પરિવર્તનથી ફાયદો થશે. મન પ્રસન્ન રહેશે. તમે એક નવી ઉર્જાનો અનુભવ કરશો. મિત્રો સાથે વૈચારિક મતભેદ થશે. બને તો ચૂપ રહેવાનો પ્રયત્ન કરો. મિત્રો આજે તમને યોગ્ય સલાહ આપશે. ચંદનનો તિલક કરો.