દૈનિક રાશિફળ 1 ઓગસ્ટ: લવ લાઈફમાં નવી શરૂઆત થશે, ધનલાભના યોગ

Daily Horoscope 31 August 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ:

મેષ:

ગણેશજી કહે છે, વ્યવસાયમાં થોડા પરિવર્તન જેવી સ્થિતિ બની રહી છે. ધાર્મિક પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક અને પોઝિટિવ પરિવર્તન લાવશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. શારીરિક અને માનસિક થાક હાવી રહેશે.

2/12

વૃષભ:

વૃષભ:

ગણેશજી કહે છે, નવા કાર્યો શીખવામાં સફળતા મળશે. મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. કાર્યસ્થળ પર તમે તમારી વાત સાચી સાબિત કરી શકશો. પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. આર્થિક મામલે વધારે વિચાર કરવાની જરૂરિયાત રહેશે.  

3/12

મિથુન:

મિથુન:

ગણેશજી કહે છે, લવ લાઈફમાં નવી શરૂઆત થશે અને સંબંધો પણ મજબૂત બનશે. સામાજિક તથા રાજનૈતિક સીમા પણ વધશે. કાર્યક્ષેત્રમાં ધૈર્ય અને પ્રતિભા સાથે તમે દુશ્મન પર વિજય મેળવવામાં સફળ થશો. વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર સંભવ છે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.  

4/12

કર્ક:

કર્ક:

ગણેશજી કહે છે, જીવનસાથીના કરિયરમાં પ્રગતિના કારણે પ્રસન્ન રહેશો. વ્યવસાયમાં તમારા સખત પ્રયત્નોથી ઇચ્છા પૂર્ણ થશે. આજે વ્યવસાયિક ગતિવિધિઓ ઘરે રહીને જ યોગ્ય રીતે શરૂ થઇ જશે. રોજગારી ક્ષેત્રે અવરોધ દૂર થશે અને ટૂંકી યાત્રા ફાયદાકારક સાબિત થશે. માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે.  

5/12

સિંહ:

સિંહ:

ગણેશજી કહે છે, આજે સપના સાકાર કરવાનો દિવસ છે, મહેનતથી કામ લેવું. તમને પૂર્વજો પાસેથી પૈસા મળે તેવી સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ખર્ચા પર નજર રાખો. ઠંડા-ગરમ વાતાવરણના કારણે ગળમાં તકલીફ રહેશે. કૌટુંબિક ખર્ચામાં વધારો થશે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.  

6/12

કન્યા:

કન્યા:

ગણેશજી કહે છે, જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. ભાગદોડ કરવાની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. આજે માનસિક રૂપથી ખૂબ જ સંતોષજનક સમય છે. થોડા નજીકના લોકોને મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વધારે વિચારો કરવામાં સમય ખરાબ ન કરો.  

7/12

તુલા:

તુલા:

ગણેશજી કહે છે, મિત્રોની સહાયથી અટકેલા કાર્યો પૂરા થશે અને નવા સારા મિત્રો પણ મળી શકશે. વ્યવસાયમાં હાલ વધારે સુધારની જરૂરિયાત નથી. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચાર પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. વ્યસ્તતા વચ્ચે તમે લવ લાઈફ માટે સમય આપશો.  

8/12

વૃશ્ચિક:

વૃશ્ચિક:

ગણેશજી કહે છે, ધનલાભના યોગ છે. અન્યની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો. વિદ્યાર્થીઓને ગુરુના ટેકાથી ફાયદો થશે. જીવનસાથીને નવા ધંધાનો પ્રારંભ કરવા માટેનો સહયોગ મળશે. આજનો દિવસ ઉન્નતિ આપનાર રહેશે. તમને માન અને સન્માન મળશે અને કૌટુંબિક સંપત્તિમાં વધારો થશે.  

9/12

ધન:

ધન:

ગણેશજી કહે છે, રોજિંદા ભાગદોડથી થોડી રાહત મળશે. નબળાઇના કારણે પગમાં દુખાવાની પરેશાની રહેશે. આજે મોટાભાગનો સમય અધ્યાત્મક ગતિવિધિઓમાં પસાર થશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો.  

10/12

મકર:

મકર:

ગણેશજી કહે છે, પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં વિશેષ સાવધાની જાળવવાની જરૂરિયાત છે. અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. વાતચીત કરીને તમે તમારું કામ કઢાવી શકશો. આજે જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યમાં વિશેષ રસ રહેશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ મળશે.  

11/12

કુંભ:

કુંભ:

ગણેશજી કહે છે, પારિવારિક વાતાવરણ પોઝિટિવ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીઓને લગતાં કોઇ કામમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. વ્યવસાયિક સ્થળે કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે. તમારી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો.  

12/12

મીન:

મીન:

ગણેશજી કહે છે, ઘરમાં રિનોવેશન અને સજાવટને લગતા પરિવર્તન આવશે. વિદ્યાર્થીઓએ ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું. સારું વ્યક્તિત્વ હોવાના કારણે અન્ય લોકો તમારી સાથે સંબંધો બનાવવા માગશે. ભૌતિક સાધનો પર ખર્ચા વધુ થશે. પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.