રાશિફળ 1 ફેબ્રુઆરી: રાહુના કારણે ઘટી શકે છે મોટી દુર્ઘટના, બચવા માટે ખાસ જાણો ઉપાય

આજનું રાશિફળ ખાસ જાણો. 

Feb 1, 2021, 07:51 AM IST

Daily Horoscope 1 February 2021: જો રાહુ ગ્રાહ તમારી રાશિમાં અનુકૂળ ન હોય તો દુર્ઘટનાનું જોખમ રહે છે અને ધનની પણ અછત સર્જાય છે. આવામાં રાહુ ગ્રહના દુષ્પ્રભાવથી બચવા માટે ભગવાન શિવની પૂજા કરો. શિવલિંગને ફળ ચઢાવો. આમ કરવાથી રાહુ ગ્રહનો દોષ દૂર  થવાની સાથે સાથે લક્ષ્મીજીની પણ વિશેષ કૃપા રહેશે. આજનું રાશિફળ ખાસ જાણો. 

1/12

મેષ

મેષ

મેષ- આજે કોઈ કામ ન ટાળો. આજે તમારે તમારી નોકરી કે બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. એકાગ્રતાથી કામ પતાવવાની કોશિશ કરો. નવી વ્યક્તિ સાથે મુલાકાત  કે મિત્રતા થવાના યોગ છે. પરિવારના કેટલાક લોકો સાથે તમારા કામકાજ અને પ્લાનિંગ શેર કરી શકો છો. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. પરિવારની મદદથી જ તમારી આર્થિક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. દિલ અને દિમાગ પર કંટ્રોલ કરવાની કોશિશ કરો. ભાગ્યાંક-7. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- કેટલીક નવી તકો મળી શકે છે. તમારી યોજનાઓનું સમર્થન મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળે તેવી પૂરી શક્યતા છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહેશો. તમે કંપનીના કોઈ કામનું બજેટ પણ બનાવી શકો છો. પ્રેમી પ્રત્યે તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકો સાથે મુલાકાતથી સફળતા મળી શકે છે. ભાગ્યાંક-7. 

3/12

મિથુન

મિથુન

મિથુન- બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગી થનારી વસ્તુઓ ખરીદી શકશો. સોચ વિચારાત્મક રાખશો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળી શકે છે. પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ભાર મૂકવો પડશે. ભાગ્યાંક-5. 

4/12

કર્ક

કર્ક

કર્ક- નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાની પણ કોશિશ કરશો. વ્યવહારકુશળતાથી અધિકારીઓનું સન્માન મળશે. ભાગ્યાંક-8. 

5/12

સિંહ

સિંહ

સિંહ- બિઝનેસમાં નવી યોજના બની શકે છે. અટવાયેલા નાણા પાછા મળી શકે છે. કોઈથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશો સફળ થશે. ઓફિસના કોઈ કામથી મુસાફરીના યોગ છે. જે ફાયદો કરાવશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે. ભાગ્યાંક-7. 

6/12

કન્યા

કન્યા

કન્યા- નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂનો વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ રહેશે. માનસિક પરેશાનીઓ વધશે. નજીકના સંબંધમાં ઉલટફેરના યોગ છે. થોડા પરેશાન થશો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. ભાગ્યાંક-5. 

7/12

તુલા

તુલા

તુલા- કરજથી છૂટકારો મળી શકે છે. તમારા કામ પર પૂરી નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે યોજના બનાવવી એ મહેનત કરતા પણ વધુ કારગર સાબિત થઈ શકે છે. તમારા માટે પરિવાર, જમીન-સંપત્તિ મામલે, મિત્રો અને સંબંધીઓ ખાસ બની શકે છે. તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે. કઈંક નવું અને સકારાત્મક કામ કરશો તો તમે તમારા જીવનમાં સારો એવો સુધારો કરી શકશો. ભાગ્યાંક-7. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- બિઝનેસ સારો ચાલશે. ખાસ કામ પૂરું થઈ શકે છે. ભૌતિક સુવિધાઓ તરફ ઢળશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન-સંપત્તિ ખરીદવા પર ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક સૂજનારી કે મળનારી વ્યક્તિથી તમને ફાયદો થશે. આરામ મળશે. ભાગ્યાંક-9.

9/12

ધનુ

ધનુ

ધનુ. નોકરીમાં પદોન્નતિની સંભાવના. પોતાનો બિઝનેસ હશે તો તેના પર ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ફાલતુ ભાગદોડ બંધ થશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સમય સારો છે. થાક અને તણાવ થઈ શકે છે. ભાગ્યાંક-6.

10/12

મકર

મકર

મકર. આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટેક્ટનો ફાયદો થશે. કામકાજના વખાણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં મનગમતી બદલી કે પદોન્નતિની સંભાવના છે. દાંપત્ય જીવન પણ સુખી રહેશે. લવલાઈફ માટે સારો દિવસ છે. ભારે ભોજનથી પરેશાની થઈ શકે છે. ભાગ્યાંક-6. 

11/12

કુંભ

કુંભ

કુંભ- બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકોનો સંપર્ક થશે. કામકાજ વધશે. સાથેના લોકોનો સહયોગ મળશે. નવા લોકો સાથે સારા સંબંધ બનશે. બેરોજગારોને નોકરી મળશે. આર્થિક સ્થિતિમાં જલદી સુધાર લાવવામાં સફળ થશો. વિચારેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. ભાગ્યાંક-4. 

12/12

મીન

મીન

મીન- વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક થઈ શકે છે. કેટલાક નાના કામોમાં પરેશાની રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું. આત્મવિશ્વાસ નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને નવું રોકાણ ન કરો. ભાગ્યાંક-2.