close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 10 જુલાઇ: મીન રાશિના જાતકો માટે છે શુભ દિવસ, લઇ શકો છો કોઇ મોટો નિર્ણય

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | Jul 10, 2019, 08:46 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

1/12

મેષ રાશિ

મેષ રાશિ

નાણાકીય મામલે સમજી વિચારીને કામ કરો. જીવનસાથીની સલાહ લેશો તો ફાયદો થશે. પૈસા કમાવવાની યોજના બનાવશો. નોકરીમાં કોઇ સારી ઓફર મળી શકે છે. કેટલાક મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. જેની સાથે તમે ભવિષ્યની યોજનાઓ બનાવશો. તમારા દિમાગમાં સતત પ્લાનિંગ ચાલતું રહેશે. ઓફિસમાં સાથે કામ કરતા લોકોથી મદદ મળી શકે છે. તમારી સલાહથી લોકોને ફાયદો થઇ શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

સારા પ્લાનિંગ અને સમજી વિચારીને કામ કરવાથી તમને મોટો ફાયદો થઇ શકે છે. વિચારેલું કોઇ ખાસ કાર્ય આજે પૂર્ણ થવાનો યોગ છે. તમારે નોકરી અથવા રોજિંદના કાર્યમાં થોડો ફેરફાર કરવા વિચાર કરવો જોઇએ. તમારા માટે ખરીદી પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમારી યોજનાઓથી તમે લોકોને પ્રભાવિત કરી શકો છો. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

આજે તમે નવા પ્રયોગો કરશો. તમારો કોન્ફિડેન્સ આજે વધી શકે છે. મનની અવાજ સાંભળો. દરેક પ્રકારના સંબંધોમાં સરળતા આવી શકે છે. લોકો સાથે તમારો સહકાર રહેશે. રોમાન્સની પણ તક મળી શકે છે. પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જઇ શકો છો.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

આજે તમે પ્રયત્ન કરશો તો સફળતા મળી શકે છે. આજે લગભગ તમે લોકોને તમારી વાતોથી રાજી કરી શકો છો. ઘરના કેટલાક મુદ્દા અચાનક તમારી સામે આવી શકે છે. થોડો સમય એકલા પસાર કરો, તો તમારા માટે સારુ છે. તમે સહકાર અને સમાધાન કરવાના ચોક્કસ હેતુ સાથે ઘરથી નીકળો. ઓફિસ અથવા ફિલ્ડમાં તમારે કોઇને કોઇ મામલે સમાધાન કરવું પડી શકે છે. જે આવનારા દિવસોમાં તમારી ફેવરમાં હશે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

આજે તમે તમારુ કામ પૂર્ણ કરવામાં દરેક રીત અપનાવી શકો છો. વ્યસ્ત હોવા છતાં તમારા માટે દિવસ સારો રહેશે. પૈસાના મામલે તમને ફાયદો થઇ શકે છે. કોઇ નવી જાણકારી પણ તમને મળી શકે છે. મોટાભાગે લોકો તમારા માટે પોઝિટિવ બની શકે છે. પરિવારમાં નાના લોકોથી મદદ મળવાનો યોગ છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધન લાભનો યોગ છે. પ્રમોશનની સાથે સન્માન મળી શકે છે. સંતાનના મામલે ટેન્શન દુર થઇ શકે છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

ઓફિસમાં આજે તમે ઘણા કેસમાં સફળ થઇ શકો છો. કરિયરને લઇ કેટલાક અટવાયેલા મુદ્દાનું આજે સમાધાન આવી શકે છે. તમે અપસેટના રહો. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઇ શકે છે. પ્રમોશન મળવાનો પણ યોગ છે. ગિફ્ટ મળી શકે છે. નવા મિત્રોથી મુલાકાત થઇ શકે છે. બિઝનેસ કરનાર લોકોના અટવાયેલા પૈસા મળી શકે છે. અધિકારી તમારા કામકાજથી ખુશ થઇ શકે છે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

પોતાના પર વિશ્વાસ રાખો. મહેનત કરો. જાણકારી ભેગી કરો. લોકોથી મળો અને જરૂરીયાત પડે તો યાત્રા પણ કરો. તમારા જીવનના કેટલાક પાસાઓમાં ફેરફાર થઇ શકે છે. કેટલાક નવા અનુભવો થઇ શકે છે. જુની વાતો અને યાદોને ભુલવાનો પ્રયત્ન કરો. આજે તમે ખુલ્લા મન અને સંપૂર્ણ ઉત્સાહથી બધાની વાતો સાંભળી સમજી કામ કરશો. તમારા જીવન ધોરણોમાં ફેરફરા કરવાનું પણ મન બનાવી શકો છો.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

ઓફિસમાં કોઇ એક્સ્ટ્રા જવાબદારી મળવાની સંભાવના છે. તમે નવા કામ શરૂ કરવાનું પણ મન બનાવી શકો છો. બીજાની વાતો ધ્યાનથી સાંભળો. સકારાત્મક રહો. કામ વધારે નહી રહે, પરંતુ દિવસ ઝડપી પસાર થશે. ઓફિસના કોઇ કામમાં આવતી અડચણ દુર થઇ શકે છે. આજે તમારી મુલાકાત કેટલાક એવા લોકો સાથે થઇ શકે છે જે તમારા જીવન પર ઊંડી અસર છોડી શકે છે. પૈસાથી સંબંધિત બાબતો સાથે ખાસ રીતે વ્યવહાર કરો.

9/12

ધન રાશિ

ધન રાશિ

મોટાભાગે સમસ્યાનું સમાધાન લાવવામાં તમે સફળ થઇ શકો છો. કોઇ મોટું રોકાણ કર્યું છે તો તમાને તેનાથી ફાયદા થઇ શકે છે. પૈસાના રોકાણ મામલે લોકોથી મળો, વાત કરો અને કોઇ તક જવા દેશો નહીં. દિન ઝડપી પસાર થઇ શકે છે. કેટલાક નવા અને રસપ્રદ લોકોથી મુલાકાત થવાનો યોગ બની રહ્યો છે. આજે તમે જોબ અથવા બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવાનું મન બનાવી શકો છો.

10/12

મકર રાશિ

મકર રાશિ

તમે જે સખત મહેનત અને નિયમિતતા કરી છે તે પરિણામ તમારા ફેવરમાં હશે. જુના મિત્રો સાથે વાતચીત અથવા મુલાકાત થવાની સંભાવના છે. તમારી જવાબદારીઓ પૂર્ણ થઇ શકે છે. વિચારેલા કામ પૂરા થઇ શકે છે. પૈસા કમાવવા તમારા માટે સરળ છે. કામકાજ અને યાત્રાને લઇને તમારી પાસે એક કરતા વધુ વિકલ્પ હોઇ શકે છે. આસપાસના લોકોનું ધ્યાન તમારા પર રહેશે. ઓફિસમાં કોઇ નવી વસ્તુ શિખવાની તક તમને મળી શકે છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

કેટલાક ફેરફારોની શરૂઆત આજે થઇ શકે છે. રહસ્યમય મામલે તમારી જાણવાની ઇચ્છા વધી શકે છે. સારો વ્યવહાર ના માત્ર તમને સફળ બનાવશે પરંતુ તમને મળતા લોકો પણ ઘણા ખુશ રહેશે. વિપરીત લિંગથી આકર્ષણ વધી શકે છે. તમે જીવનસાથી સાથે ફરવા પણ જઇ શકો છો. તમારી ધારણા સકારાત્મક રાખો.

12/12

મીન રાશિ

મીન રાશિ

તમને સારી તક મળી શકે છે. નવા પ્લાનિંગ અને તકને લઇ કોઇ મોટો નિર્ણય પણ તમે કરી શકો છો. નોકરીમાં નવું પદ અથવા નવા કામની ઓફર મળી શકે છે. મોટા અવરોધો દૂર કરી શકાય છે. ધન લાભ થશે, આવકના કેટલાક નવા સોર્સ ઉભા થશે. તમને કોઇ યાત્રા કરવી પડી શકે છે. બીજાની વાતો પર ધ્યાન ના આપો. તમારા કામથી બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરો.