close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 10 જૂન: આજે આ 6 રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં મળશે સફળતા

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | Jun 10, 2019, 08:35 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

1/12

મેષ રાશિ

મેષ રાશિ

જીવનશૈલીમાં થોડા ફેરફાર થઇ શકે છે. ચિંતા છોડો, વિશ્વાસ રાખો અને આગળ વધો. જૂની કોઇ વાત ભૂલવામાં જ ફયાદો છે. નવા કામની યોજના બનશે. આસપાસ અને સાથે કામ કરતા લોકોથી સહયોગ મળશે. દિવસ સારી રીતે પસાર થશે. કોઇ સારા સમાચાર મળી શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

આજે તમે કામની વાતો વધારે કરશો. જ્યાં સુધી સંભવ છો, તમારા વિચાર અને વ્યવહાર સકારાત્મક રાખો. કેટલાક નવા અનુભવ પણ થઇ શકે છે. તમારે યાત્રાઓ કરવી પડી શકે છે. અધિકારીઓ સાથે વાતચીત અને બિઝનેસના સોદામાં તમે ગંભીર બની શકો છો.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

કરિયરમાં આશા અને સંભાવનાઓ રહેશે. જે વસ્તુ માટે તમે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યાં હતા, તેમાં શફળતા મળવાની પૂરી સંભાવના છે. અડચણો દૂર થઇ શકે છે. પૈસાના મામલે થોડો તણાવ અથવા દબાણ ઓછું થઇ શકે છે. ભાઇ-બહેનની મદદ મળી શકે છે. કોઇ નજીકના સંબંધી તમારાથી ખુશ થઇ શકે છે.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

દરેક કામ માટે આજે તમારે શારીરિક અને માનસિક તૈયારી રાખવી પડશે. પ્રેમી અને જીવનસાથીની સાથે સંબંધ મજબૂત બની શકે છે. આજે તમે કોઇ નવું કામ કરશો અથવા ચાલુ કામમાં નવી ટેકનિકનો ઉપયોગ કરશો. આવકના મામલે અડચણો દૂર થવાનો યોગ બની રહ્યો છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

તમારૂ કામ થશે અને તેનાથી ફયાદો પણ મળી શકે છે. કરિયરમાં તમને ટૂક સમયમાં કેટલીક સારી તક મળી શકે છે. તમારી એકાગ્રતા વધી શકે છે. પૈસાની સમસ્યા પહેલાથી થોડી ઓછી થઇ શકે છે. તમે વિચારેલા કામ પૂરા કરવાનો પ્રયત્ન કરશો. કોઇને તમારથી વધાર જ ભાવનાત્મક મદદની જરૂરીયાત હોય શકે છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

કરિયરમાં ફરેફરા માટે સમય યોગ્ય કહી શકાય છે. સ્પષ્ટ વાત કરવાથી સમસ્યાઓથી બચી શકો છો. મિત્રો અને સંબંધીઓથી મદદ પણ મળી શકે છે. ધન લાભનો યોગ છે. કરેલા કામોથી ફાયદો થઈ શકે છે. સંબંધોમાં સુધરી શકે છે. બધાનું સન્માન કરો. પ્રોફેશનમાં સફળતા મળી શકે છે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

નોકરીયાત અને બિઝનેસ કરતા લોકો તેમના કામકાજથી સંતુષ્ટ થઇ શકે છે. મોટા અધિકારીઓ સાથે વાતચીત થવાની સંભાવના છે. કોઇની મદદ કરવાની તક મળી શકે છે. આજે તમને સંબંધોનો ફાયદો મળી શકે છે. સંતાનથી સુખ મળી શકે છે. કારોબારમાં સફળતાનો યોગ છે. અધિકારી તમારા કામની પ્રશંસા કરી શકે છે.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

કામકાજમાં સફળતા મળશે. ફાયદાકારક સોદા થઇ શકે છે. નોકરીયાત લોકોને પણ આંશિક ધન લાભ થવાનો યોગ છે. આજે કામકાજમાં મહેનત વધારે થઇ શકે છે. તમે જે ઇચ્છો છો તે તમને મળશે તો પ્રસન્નતા વધી શકે છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે. કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. આજે તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

9/12

ધન રાશિ

ધન રાશિ

આજે તમને વધારે મહેનત કરવાથી ફયાદો થઇ શકે છે. બિઝનેસમાં સારો ફાયદો થવાની આશ છે. નોકરીયાત લોકો માટે સમય સારો છે. ટેન્શન દૂર થઇ શકે છે. ચંદ્ર તમારા કર્મ ભાવથી મનના ભાવને જોશે. તેથી તમે જુના કામ પૂર્ણ કરવાનું મન બનાવી શકો છો. લાઇફ પાર્ટનરની સાથે ફરવા જઇ શકો છો.

10/12

મકર રાશિ

મકર રાશિ

નોકરીયાત અને બિઝનેસ કરતા લોકો તેમના કામકાજથી સંતુષ્ટ થઇ શકે છે. સાથે કામ કરનારા લોકોની તમે ખાસ વાત શેર કરી શકો છો. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. મહત્વના લોકો સાથે અચાનક અને યોગ્ય સમય પર મુલાકાત થશે. બિઝનેસના સૌદા સફળ થઈ શકે છે. રૂપિયાની સ્થિતિ સકારાત્મક બની શકે છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

ધનલાભ થવાની તક તમને મળશે. એકાગ્રતા રાખવાનો પ્રયાસ કરો. સાથે કામ કરનારા લોકોની તમે ખાસ વાત શેર કરી શકો છો. પ્રેમ સંબંધો વધુ મધુર બનશે. તમારા ગ્રહો તમારા કામ પૂરા કરાવી શકે છે. બિઝનેસમાં તકલીફો પૂરી થવાના યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકશે.

12/12

મીન રાશિ

મીન રાશિ

આજે તમે કામમાં જરૂરથી વધુ ઉર્જામય રહેશો. તમારી ઉર્જા યોગ્ય દિશામાં લગાવવાનો પ્રયાસ કરો. તમારી સફળતા સમગ્ર રીતે તમારી તૈયારીઓ પર અવલંબન છે. મહત્વના લોકો સાથે અચાનક અને યોગ્ય સમય પર મુલાકાત થશે. બિઝનેસના સૌદા સફળ થઈ શકે છે. રૂપિયાની સ્થિતિ સકારાત્મક બની શકે છે.