close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 11 ફેબ્રુઆરી: આ રાશીના જાતોક વિવાદોથી રહો દુર, વધી શકે છે મુશ્કેલીઓ

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | Feb 11, 2019, 10:21 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

ઘણા દિવસથી અટવાયેલા કામ પૂરા થઇ શકે છે. પારિવારિક સંબંધ મધૂર રહેશે. તમારી ઇમેજ સુધારવાની તક મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજન પણ થશે. પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર તમારે ધ્યાન આપવું પડશે. કેટલાક ઘરેલું મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. વિવાહિત લોકોને ખુશી મળી શકે છે. પ્રેમ વધશે. બીમારીઓથી થોડો આરામ મળી શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

કારોબારમાં વ્યસ્ત રહો. કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે. મહેનતથી પૈસા કમાઇ લેશો. પાછલા ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. નવો અગ્રીમેન્ટ અથવા નવા સંબંધ બનવાની સંભાવના છે. સમય સારો છે. ઘણા ક્ષેત્રોમાં તમે એક સાથે સક્રિય પણ રહેશો. આગળ વધવા માટે તમારા જીવનમાં ઘણા ફેરફાર કરવા પડશે. અવિવાહિત લોકોને રોમાંસની તક મળશે. યાત્રાનો પણ યોગ છે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

ઉતાવડમાં કોઇ કામ ના કરો. પૈસાની સ્થિતિથી ચિંતા થશે. તમારે ફાલતૂ ખર્ચા થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં કોઇ વાતને લઇને સમસ્યા વધી શકે છે. પૈસાના મામલે સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્યને લઇને બેદરકારી ના કરો. ઓફિસ અથવા વર્ક પ્લેસ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ શકે છે. આજે તમે મિત્રો અને પરિવારની જરૂરિયાતોમાં ફસાઇ શકો છો. પેટ સંબંધિત રોગ થવાનો યોગ બની રહ્યો છે.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

નોકરીમાં મુશ્કેલીઓ થઇ શકે છે. રૂટીન કામોમાં કંઇક જોખમી થઇ શકે છે. જીદ કરવાથી કોઇની સાથે વિવાદ થવાની સંભાવના છે. વધારે સમજવા-વિચારવામાં સમયના વેડફો. અચાનક મુશ્કેલીઓ વધી શકે છે. કામકાજમાં અવરોધ આવવાથી તમારો મૂડ ખરાબ થઇ શકે છે. દોડધામ રહેશે. ઘણા મામલે લોકોની મદદ મળશે નહી. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઉંઘ ઓછી મળશે. માથાનો દુખાવો અને આંખોમાં બળતરા થઇ શેક છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

પરિવારમાં સુખ-શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા એગ્રીમેન્ટ અને કરાર થવાની સંભાવના છે. સામાજિક કામકાજમાં સન્માન મળી શકે છે. કોઇ સારા મિત્ર સાથે મુલાકતનો યોગ બની રહ્યો છે. તમારુ ધ્યાન કોઇ અન્ય સ્થાન પર વધુ રહેશે. ઓફિસમાં કોઇ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાંસનો સારી તક મળી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. આજે તમે સાથે કામ કરનાર પર આકર્ષિત થઇ શકો છો.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

કારોબાર વધશે. તમારાથી નિચલા સ્તરના કર્મચારીઓથી સહયોગ મળશે. તમારી મુલાકાત ખાસ લોકોથી થઇ શકે છે. તમને રોજબરોજના કામથી થોડા સમય માટે છુટકારો મળી શકે છે. તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થવાનો યોગ છે. જે કામને તમે અધૂરૂ સમજી રહ્યા છો તે પૂર્ણ થઇ જશે. મોટા લોકોથી સહયોગ મળશે. તમને ફાયદો પણ થઇ શકે છે. દિવસ થકાવટ ભર્યો હોઇ શકે છે. આરામ કરો નહીં તો મુશ્કેલી ઉભી થઇ શકે છે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

નોકરી અને બિઝનેસમાં લાભ થવાની સંભાવના છે. તમારા માટે દિવસ સારો રહેશે. વિશેષ લાભ તેમજ ઉન્નતિ માટે આજે તમારે થોડો વધારો પ્રયત્ન કરવો પડી શકે છે. પરંતુ તમે સફળ પણ થઇ શકો છો. તમારા કરેલા કામ નસિબની મદદથી પૂરા થઇ શકે છે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઇથી કામ કરો. લવ પાર્ટનર પર ખર્ચો વધારે થઇ શકે છે. લવય અથવા જીવનસાથી પર ગુસ્સો ના કરો. તમારી લાગણીઓને કોઈપણ પર દબાણ કરશો નહીં.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાંસફરનો યોગ બની રહ્યો છે. કોઇ નવું કામ શરૂ ના કરો. તમારા માટે દિવસ થોડ મુશ્કેલી ભર્યો હોય શકે છે. કાર્યક્ષેત્રની પરિસ્થિતિ તમારૂ ધ્યાન ભટકાવી શકે છે. આજે તમારૂ મન ફાલતુ કામમાં વધારે રહેશે. વિચારેલા કામ પૂર્ણ ન થાવાથી તમારો મુડ ખરાબ થઇ શકે છે. અવિવાહિત લોકના પ્રેમ સંબધોમાં તણાવ આવી શકે છે. પાર્ટનરનો મૂડ સારો રહેશે નહીં.

9/12

ધન રાશિ

ધન રાશિ

રોજબરોજ કામ પૂરા થવાનો યોગ છે. સમજી વિચારીને નિર્ણય કરવાથી ફાયદો થઇ શકે છે. પૈસાની સ્થિતિમાં સોરો એવા ફેરફાર થઇ શકે છે. પરિવાર, સમાજમાં તમારૂ મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથીની સાથે તમારા સંબંધ વધુ ઉંડા થઇ શકે છે. પાર્ટનરની સાથે આજે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ભોજનમાં મસાલાદાર વસ્તુનો ઉપયોગ ન કરો.

10/12

મકર રાશિ

મકર રાશિ

નવા સોદા ન કરાવા. પૈસા રોકાઇ શકે છે. દિવસની શરૂઆત સારી રહેશે નહીં. તમે ન ઇચ્છાતા હોવા છતાં પૈસાનો ખર્ચ થઇ શકે છે. પરિવારના લોકો તમને કોઇ મુશ્કેલીમાં મુકી શકે છે. આજે તેમે તમારી પ્લાનિંગ ગુપ્ત રાખો. કોઇને શરે ના કરો. સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. વાદ-વિવાદમાં ફસાઇ શકો છો. કામકાજમાં સુસ્તી અનુભવો. માથા અને પેટનો દુખાવો થઇ શકે છે. જમવામાં સાવધાની રાખો.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

આર્થિક તંગી દૂર થશે. આવક અને ખર્ચો બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓથી સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમે પૂરી તાકાતથી કામ પૂર્ણ કરી લેશો. અચાનક ધન લાભ થઇ શકે છે. સારા લોકોની સંગતથી ફાયદો થઇ શકે છે. સંતાન પાસેથી કોઇ સારા સમાચાર મળી શકે છે. પ્રયત્નથી સમસ્યા ઉકેલાઇ જશે. આજે તમે કોઇ ખાસ કાર્યના નિર્ણયમાં ધૈર્ય રાખશો તો ખુશ થશો.

12/12

મીન રાશિ

મીન રાશિ

બિઝનેસમાં વધારો ન કરો તો શારૂ રહેશે. જે જેવું ચાલી રહ્યું છે તે ચાલવા દો. મોંધી વસ્તુઓની ખરીદારી કરી શકો છો. આજે તમે કોઇ નવું અથવા મોટો નિર્ણય ના કરો તો સારુ રહેશે. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં તેમે ચતુરાઇથી કામ લો. લવ લાઇફના મામલે તમારા માટે સારો દિવસ છે. થાક અને ઉંઘ ઓછી મળવાથી મુશ્કેલીઓ થઇ શકે છે.