close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 11 સપ્ટેેમ્બર: આ રાશિના જાતકોને ભાગ્ય આપશે સાથ, થઇ શકે છે મોટો લાભ

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે

Sep 11, 2019, 10:39 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

1/12

મિથુન રાશિ

મિથુન રાશિ

રોજિંદા કામ પુરા કરાવ માટે એકસ્ટ્રા પ્રયત્ન કરો. તમારી જવાદારીઓને ધ્યાનમાં રાખો. તમારા સમય અને ધૈર્યનો સંપૂર્ણ ઉપયોગ કરો. આજે તેની જરૂરીયાત રહેશે. તમારા દમ પર અને શાંત મનથી કામ કરોશો તો તેમાં સફળતા મળી શકે છે. પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરો.

2/12

કર્ક રાશિ

કર્ક રાશિ

પૈસા કમાવવાના પ્રયત્નમાં સફળતા મળી શકે છે. કોઇ પાર્ટ ટાઇમ કામ પણ તમને મળી શકે છે. એકસ્ટ્રા કામમાં કોઇની મદદ મળી શકે છે. જૂના કેટલાક મામલે અનબન દુર થઇ શકે છે. બીજાની વિચારસરણી સમજવાનો પ્રયત્ન કરો. તમાને કોઇ સારા સમાચારની રાહ જોઇ રહ્યાં છો.

3/12

સિંહ રાશિ

સિંહ રાશિ

બેરોજગાર માટે દિવસ સારો રહેશે. બિઝનેસમાં સફળતા મળી શકે છે. ભાવુક દિવસ હશે. કોઇ મોટો નિર્ણય ભાવુક થઇને ના લો. જીવનમાં મહત્વપૂર્ણ ફરેફાર લાવી શકો છો. પ્રમોશન અથવા નવી નોકરી ટૂંક સમયમાં મળી શકે છે. કોઇ નવું કામ પણ શરૂ થઇ શકે છે. કેટલીક મહત્વપૂર્ણ સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. ખોટા ખર્ચા વધી શકે છે. કેટલાક લોકો પર ખોટો ગુસ્સો કરવાથી તમારા કોન્ટેક્ટ બગડી શકે છે.

4/12

કન્યા રાશિ

કન્યા રાશિ

દિવસ સારો છે. તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરો તો ફાયદો થશે. ઓફિસમાં વિપરીત લિંગના લોકોની સાથે વાતચીત કંઇક વધારે થઇ શકે છે. એવામાં લોકોથી મદદ મળવાનો પણ યોગ છે. પ્રેમ વ્યક્ત કરવા માટે દિવસ સારો છે. સમય પર કામ પૂરા થઇ શકે છે. કોઇને મેંટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે.

5/12

તુલા રાશિ

તુલા રાશિ

તુલા રાશિના લોકો તેમની પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી શકે છે. હિંમત અને દિમાગથી ખરાબ સ્થિતિ પર કાબૂ મેળવામાં સફળતા મળી શકે છે. સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થવાની સંભાવના છે. ઓફિસનું કોઇ ખાસ કામ પૂરુ કરવામાં તમે નિષ્ફળ થઇ શકો છો. કામમાં પણ મન લાગશે. તમારે સંયમ રાખવો પડશે. તમારે કોઇ ધાર્મિક યાત્રા પણ કરી શકો છો.

6/12

વૃષિક રાશિ

વૃષિક રાશિ

ઘણા કામો સરળતાથી પૂરા થઇ શકે છે અને તમારી સારી છોપ લોકો પર પડશે. જે કામ અને વાત અટકી રહી છે, તેના માટે કોઇ વચ્ચેનો રસ્તો પણ નીકળી શકે છે. કામકાજમાં સફળતાનો યોગ બની રહ્યો છે. તમારી પાસે ઓફિસ અથવા તમારા વ્યાપારના કામ ખુબજ રહેશે. ઘણા બધા કામ પુરા કરવાનો તમે પ્રયત્ન કરશો. જીવનસાથીની મદદ મળી શકે છે. ઘરનો મુદ્દો ઉકેલી લેશો. બધા સાથે વિનમ્ર રહીને વાત કરો. વૃદ્ધોના આશિર્વાદ પણ આજે તમને મળી શકે છે. કાનૂની મામલે સમયનું ધ્યાન રાખો.

7/12

ધન રાશિ

ધન રાશિ

આજે એવા કામ પૂરા થઇ શકે છે જેના વિશે તમે ઘણા દિવસોથી પ્લાનિંગ કરી રહ્યાં છો. લાંબા સમયથી અધૂરી ઇચ્છાઓ પૂરી થઇ શકે છે. તમારા પ્રયત્નમાં તમે સફળ રહેશો. કંઇક નવું શીખવા મળશે. નવા સ્થાન પર પણ જઇ શકો છો. તમે સારૂ બોલી તમામ કામ પૂરા કરાવી શકો છો. ભાગ્ય તમારો સાથ પણ આપશે. બીજાની જરૂરીયાત અને મૂડનો અંદાજો તમે સરળતાથી લગાવી શકશો. પોતાની જાત પર વિશ્વાસ રાખો.

8/12

મકર રાશિ

મકર રાશિ

બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જે કામ ઉકેલવામાં તમને મુશ્કેલી આવી રહી છે તેનાથી દૂર રહો. જરૂરી કામ પૂરા કરવામાં કેટલાક લોકોની મદદ મળી શકે છે. મોટા પગલા ઉઠાવતા પહેલા વિચાર કરી લો. કોઇ અનુભવીથી પણ સલાહ લો. શારીરિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. બિઝનેસમાં સારી સ્થિતિ બની શકે છે. પ્રયત્ન કરવા પર રોકાયેલા પૈસા મળી શકે છે.

9/12

મેષ રાશિ

મેષ રાશિ

તમે કોઇ પરિણામ અથવા નિર્ણયની રાહ જોઇ રહ્યાં છો તો શાંતિ રાખો. બધુ જ યોગ્ય થઇ જશે. ઓફિસમાં તમારા નિયમિત કામથી દૂર રહીને કંઇક નવું કરવાનો પ્રયત્ન કરશો તો સફળ રહેશો. મહેનતથી સફળતા મળવાનો યોગ છે. કોઇ મોટો ફાયદો પણ થઇ શકે છે. મનપસંદ કામ કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે. પરિવારસ સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કરો. બિઝનેસ માટે દિવસ સારો છે.

10/12

વૃષભ રાશ

 વૃષભ રાશ

તમારી રાય અને વાતોથી તમે મોટાભાગે લોકોને પ્રભાવિત કરી શકો છો. ઓફિસમાં તમારાથી નાના લોકોને ટેન્શન થઇ શકે છે. અટવાયેલા કામ ઉકેલવા માટે સ્થિતિ તમારી ફેવરમાં હોઇ શકે છે. તમારા વિચારની રીતમાં ફરેફાર આવી શકે છે. મિત્રોથી સમય પર મદદ મળી શકે છે. ઘર પરિવારના કામ પુરુ કરવામાં પણ મન લાગશે.

11/12

કુંભ રાશિ

कुंभ राशि

તમારા માટે દિવસ સામાન્ય રહેશે. મુશ્કેલીઓમાં પોતાને સંભાળો. ઓફિસમાં વિપરીત લિંગવાળા લોકોથી ભાવનાત્મક વાતચીત થ શકે છે. તમને મદદ પણ મળી શકે છે. વિવાદને મામલે પોતાને દુર રાખવાનો પ્રયત્ન કરો. કેટલાક વિવાદોમાં સમાધાન થઇ શકે છે. પૈસાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. જૂના અટવાયેલા કામોમાં ગતિ આવી શકે છે. કોઇ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

12/12

મીન રાશિ

મીન રાશિ

રોજિંદા અને પાર્ટનરશીપના કામ સમયથી પુરા થઇ શકે છે. મિત્રો અને ભાઇઓન મદદ મળવાનો યોગ છે. કોઇપણ કન્ફ્યૂઝન દૂર થઇ શકે છે. પૈૈસા અને અન્ય મામલે ફયાદાકારક દિવસ છે. આજે તેમે કમકાજમાં વ્યસ્ત રહેશો. તમારી સામે જવાબદારીવાળા કામ પણ આવી શકે છે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. રોજિંદા કામકાજમાં ફેરફાર થઇ શકે છે. તમે કામકાજમાં સુધાર કરાવાનો પ્રયત્ન કરવાનો દિવસ છે.