Daily Horoscope 12 એપ્રિલ: ગણેશજી કહે છે...આ 6 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, જાણો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Apr 12, 2021, 06:20 AM IST

Daily Horoscope 12 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

Daily Horoscope 12 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla) મેષ: ગણેશજી કહે છે, કામકાજ વધારે રહી શકે છે. પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા રહી શકે છે. પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમારા મનમાં જે કલ્પનાઓ અને સપના છે, તેમને સાકાર કરવાનો યોગ્ય સમય છે.  

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ગણેશજી કહે છે, પતિ-પત્ની વચ્ચે મધુરતા રહેશે. વેપારમાં લાભ પ્રાપ્તિ માટે કરેલાં નવા કરાર વિકસિત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે. કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. 

3/12

મિથુન

મિથુન

મિથુન: ગણેશજી કહે છે, બેદરકારી અને મોડું કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. આ સમયે તમારી વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંબંધોને વધારે સારા કરવાની જરૂરિયાત છે. આજનો દિવસ પરિવાર સાથે સારો પસાર થશે.  

4/12

કર્ક

કર્ક

કર્ક: ગણેશજી કહે છે, ઘરના કોઇ સભ્યની નકારાત્મક ગતિવિધિથી તમને ચિંતા થઇ શકે છે. લગ્ન યોગ્ય વ્યક્તિઓ માટે ઉત્તમ સંબંધ આવે તેવી શક્યતા છે. આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સીઝનલ બિમારી આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.  

5/12

સિંહ

સિંહ

સિંહ: ગણેશજી કહે છે, મુશ્કેલી કે વિઘ્નો સિવાય તમે તમારા બધા કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમને કોઇ મુશ્કેલ સમયમાં પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે. તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. વાહન ચલાવતી સમયે બેદરકારી ન રાખો.  

6/12

કન્યા

કન્યા

કન્યા: ગણેશજી કહે છે, વેપારમાં આજે પરિસ્થિતિ સામાન્ય જ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. આ સમયે તમારા નિર્ણય ઉપર જ વિશ્વાસ રાખો. આજે દોડભાગ વધારે રહેશે પરંતુ સફળતા મળવાથી સુખ પણ મળશે. 

7/12

તુલા

તુલા

તુલા: ગણેશજી કહે છે, સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. માંસપેશીઓમા દુખાવો રહી શકે છે. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં સમય ખરાબ ન કરો. મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું પણ સમાધાન મળી શકે છે.    

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં શાંતિથી કાર્ય પૂર્ણ થતાં જશે. ધન પ્રાપ્તિની દિશામાં કરેલાં પ્લાનમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારો રહેશે.  

9/12

ધનુ

ધનુ

ધનુ: ગણેશજી કહે છે, ખર્ચ વધારે રહેવાની અસર તમારી શાંતિ અને ઊંઘ ઉપર થઇ શકે છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. વ્યાપારિક સ્પર્ધામાં આજે તમને કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થવાની છે. તમારી અંદર કઇંક વધારે સારું શીખવા અને કરવાની દઢ ઇચ્છા જાગૃત થશે.  

10/12

મકર

મકર

મકર: ગણેશજી કહે છે, પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા છે. આજે દોડભાગ વધારે રહેશે. ભૂતકાળની વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.  

11/12

કુંભ

કુંભ

કુંભ: ગણેશજી કહે છે, કામકાજને લઇને થોડો ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો લાભદાયક રહેશે. ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહી શકે છે. કોઇપણ મુશ્કેલી સમયમાં અનુભવી પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે.  

12/12

મીન

મીન

મીન: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. ધનને લગતી નીતિઓમાં કોઇપણ પ્રકારની ઉતાવળ ન કરો. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. તમારી કાર્યપ્રણાલીમાં કરેલું કોઇ પરિવર્તન પોઝિટિવ રહેશે.