close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 12 ફેબ્રુઆરી: આ રાશીના જાતકોની લવ લાઇફ રહેશે સારી, જાણો શું કહે છે ભાગ્ય

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | Feb 12, 2019, 11:08 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

તમારા કામકાજ વિશે ગંભીરતાથી વિચાર કરવો પડી શકે છે. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું જોઇએ. નવા લોકો સાથે મુલાકાતથી તમને ફાયદો થશે. શિક્ષા, બિઝનેસ, નોકરી અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે જોડાયેલી યાત્રા કરવી પડી શકે છે. યાત્રા દરમિયાન નવી વાતો જાણવા મળશે. વિવાહ સંબંધી ચર્ચાઓ થશે. કોઇ સકારાત્મક વ્યક્તિથી તમારી લાંબી વાત થઇ શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

અચાનક ફાયદો થઇ શકે છે. ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત એવા લોકો સાથે થશે, જે તમારા વિચારોમાં ફેરફાર કરવા પ્રેરિક કરશે. આજે તમે તમારી ભાવનાઓ અને ટેંશન સારી રીતે શેર કરશો. દરરોજના ઘણા કામ પૂર્ણ થશે. પાર્ટનરનો સહયોગ મળી શકે છે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

આજે તમારો ઉત્સાહ ભારે હશે. નવા લોકો તમારી સાથે જોડાશે. સંબંધોથી જોડાયેલા ઘણા પાસા તમારા માટે ખાસ હશે. સંબધને મજબૂત કરવા અથવા તૂટતા બચાવવા માટે સલાહ લેવા માટે સમય ઘણો સારો છે. આજે ઘણા એવા કામ પૂર્ણ કરી શકશો, જેની અવગણા તમે કરી રહ્યાં છો. અચાનક સામે આવતા કામો માટે પોતાને પહેલાથી તૈયાર કરી લો.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

સંતાનથી મદદ મળવાનો યોગ. બિઝનેસમાં ભાગ્યના સહયોગથી વધારે કામ પૂર્ણ થશે. પૈસા અથવા રોજગાર સંબંધે સારા સમાચાર મળી શકે છે. આસપાસના લોકો સાથે તમારો વ્યવહાર અને વાતચીતથી ઘણી હદ સુધી સફળ થઇ શકો છે. તમે સકારાત્મક રહશો. આજે તમે જે પણ પ્રયત્ન કરશો, લોકો પાસેથી તેનુ સમર્થમ તમને મળશે. તમારા વિચારેલા ઘણા કામો પૂર્ણ થઇ શકે છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

તમારા જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે. આજે નવા લોકોથી મિત્રતા થવા અને સંપર્ક બનવાનો યોગ છે. તમારુ વ્યક્તિત્વ અને ક્ષમતાઓ વિકસિત થઇ શકે છે. તમારી અલગ ઓળખ બનાવવા માટે સમર્થ રહેશો. પ્રેમીની સાથે સંબધોમાં સુધાર થવાનો યોગ છે. ભાગીદારીમાં તમારા નિર્ણયથી ફાયદો થશે. સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો. સ્ટૂડેન્ટ્સ માટે સારો દિવસ છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

તમારુ વર્તન ઘણું સહાનુભૂતિપૂર્ણ અને કોમળ હોઇ શકે છે. મોટાભાગના મામલે તમે સંપૂર્ણ ઉડાણ પૂર્વક જઇને સમજી શકો છો. માતા-પિતાની સાથે સંબંધોમાં સુધાર થવાનો યોગ છે. કોઇ મિત્રને તમારી સલાહથી ફાયદો થશે. તમારી મદદથી આસપાસના લોકોની ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે. તમે કોઇ એવો નિર્ણય પણ કરી શકો છો જેની અસર બીજા પર પડતી હોય. મિત્રો તમારથી સંપર્ક કરતા રહેશે. તમારુ દામ્પત્ય જીવન સારૂ રહેશે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

કોઇ વાતને લઇને મનમાં ઉત્સુકતા રહશે. સારુ બોલીને તમારા પ્રયત્નો પૂરો થઇ શકે છે. તમારે કોઇ મહત્વપૂર્ણ વાત કરવી હોય અથાવ ઇન્ટરવ્યૂ હોય તો સફળતા મળી શકે છે. આજે તમે નિસ્વાર્થ ઢંગથી કોઇ કામ કરી શકો છો. આજે તમે સકારાત્મક પણ રહેશો. તમારા માટે દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં કોઇ નવો સભ્ય પણ આવી શકે છે. પોતાના પર વિશ્વાસ હશે તો તમારું સ્વાસ્થ્ય સારૂ થઇ શકે છે.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

સુખદ અને આનંદભર્યો દિવસ રહેશે. તમે તમારામાં પણ ઘણા ફેરફાર લાવવાનો પ્રયત્ન કરશો. કેટલીક યોજનાઓ તમારા મનમાં છે, તો તમારા માટે દિવસ ખાસ બની શકે છે. કરિયર માટે દિવસ યાદગાર છે. જે પણ પ્રસ્તાવ છે, તેના પર વાતચીતમાં તમે સંપૂર્ણ રીતે સફળ થઇ શકો છો. પૈસા કમાવવાની ઘણી નવી તક મળી શેક છે. ઓફિસમાં તમારા વ્યવહારમાં વિનમ્રતા રખો. કેટલાક સંબંધીઓ તમને મળવા આવી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

9/12

ધન રાશિ

ધન રાશિ

આજે તમે થોડા વ્યાવહારિક રહેશો. તેનાથી તમને ફાયદો થશે. સામાજિક રીતે તમે ઘણા સક્રિય પણ રહેશો. ભાવનાત્મક દ્રષ્ટીએ તમે ઉત્સાહિ રહેશો. તમને પોતાના પર ઘણો વિશ્વાસ છે અને બીજા પર પણ રહેશે. નવા વિચારો તમારા દિમાગમાં આવશે. કોઇ નવા પ્રેમ સંબંધ પણ શરૂ થવાની સંભાવના છે. ઘણા લોકોના ખાસ વ્યક્તિ બની શકો છો. સ્ટૂડેન્ટ્સ માટે સમય સારો કહી શકાય છે.

10/12

મકર રાશિ

મકર રાશિ

આજે મગજ અને શારીરિક દ્રષ્ટીએ વ્યસ્ત રહેશો. તમારા કામથી પીછે હટ ન કરો. પૈસા કમાવવા માટે કેટલીક નવી અને સારી તક પણ મળી શકે છે. તમારા આત્મવિશ્વાસના આધારે તમે બીજાથી અલગ ઓળખ ઉભી કરવામાં સફળ થઇ શકો છો. તમારી આવક વધશે. સંતાનની ઉન્નતીથી ખુશ થઇ શકો છો. આજે તમારા બિઝનેસમાં નવી યોજનાઓ બનાવી શકો છો. જે આગળ જઇને તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

લેણ-દેણ અને બચતના મામલે આજે તમારે સિરિયસ રહેવું પડશે. તમારા માટે દિવસ સારો છે. ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન આપો. જીવનસાથીની સાથે મતભેદ દૂર કરવાનો પ્રયત્ન કરી શકો છો, તેમાં તમને સફળતા મળશે. જીવનસાથીની ભાવનાઓ સમજવાનો પ્રયત્ન કરો. સંતાન સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. માતા-પિતાની મદદ મળતી રહશે.

12/12

મીન રાશિ

મીન રાશિ

કિસ્મતનો સાથ મળી શકે છે. આજનો દિવસ અને તમને મળતા લોકો કંઇક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થવાની આશા વધારે હોઇ શકે છે. આજે તમારી વર્તમાન નોકરીમાં એક્સ્ટ્રા જવાબદારીઓ અથવા કામ મળી શકે છે. તમારી આવક વધવાના ચાન્સ છે. તમારુ મન કામમા લાગશે. સાસરી પક્ષથી કોઇ ભેટ મળવાનો યોગ બની રહ્યો છે.