રાશિફળ 12 ફેબ્રુઆરી: આજથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત, ખાસ જાણો તેના વિશે, અને કેવો રહેશે તમારો દિવસ

આજે કઈ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ તે ખાસ જાણો. 

Feb 12, 2021, 08:07 AM IST

આજે શુક્રવાર અને 12 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ દિવસ ખુબ શુભ મનાય છે. વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુપ્ત નવરાત્રિમાં માતાના કાળા સ્વરૂપ અને દસ મહાવિદ્યાની પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા મંત્રો, જાપ, અને પઠનને સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે. મોટાભાગના તાંત્રિક આ નવરાત્રિ પર વિશેષ પૂજા કરે છે. આજથી શરૂ થઈને આ ગુપ્ત નવરાત્રિ 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત જો તમારો શુક્ર ખરાબ હોય તો તેના ખરાબ પ્રભાવથી બચવા માટે કન્યા, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો આજે સફેદ તલનું દાન કરે. શુક્ર સારો ન  હોય તો રાજનીતિક ક્ષેત્રમાં સફળતા મળવામાં સમસ્યા થઈ શકે છે. આજે કઈ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ તે ખાસ જાણો. 

1/12

મેષ

મેષ

મેષ- આજનો દિવસ કામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખુબ સારો છે. તમારા  કામની કદર થશે. શુભ સમાચાર મળશે. ઘર પરિવારમાં શાંતિ અમે મેળઝોલ વધશે. ખાટા ભોજનનું સેવન ન કરો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. રોકાણ સંબંધિત મામલાઓમાં ઉથલપાથલ થવાની આશંકા છે. ખરાબ આદતો પર નિયંત્રણ રાખો. રિંગણનું દાન કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- કાર્યક્ષેત્રમાં નવી સમસ્યાઓ ઉત્પન્ન થશે. સ્વજનો સાથે વિવાદની આશંકા છે. પૈસા સંબંધિત કોઈ મામલે જરૂરી નિર્ણય લેશો. આજે સમજી વિચારને કાર્ય કરશો તો શુભ રહેશે. માતા અંબાના મંદિરમાં શ્રૃંગાર સામગ્રી સમર્પિત કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- કરિયર સંબંધિત અનેક મામલા ઉકેલાઈ શકે છે. વ્યવસાયમાં લાભ સામાન્ય રહેશે. ગાડી સાવધાનીથી ચલાવો. મહાલક્ષ્મીનું વ્રત કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- ધન સાથે જોડાયેલા મામલે સાવધાની રાખો. દેણદાર આજે દગો કરી શકે છે. પરિવારમાં ચાલી રહેલો સંપત્તિનો વિખવાદ ખતમ થઈ શકે છે. પરિણામ તમારા પક્ષમાં રહેશે. ધીનું દાન કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે ઉન્નતિના કાર્ય અધૂરા રહેશે. જીવનમાં સમસ્યાઓથી ન ગભરાઓ. જીવનસાથી સાથે અણબન થઈ શકે છે. સંબંધોમાં આવેલી પરેશાનીઓ દૂર કરવા માટે મોટાની મદદ લો. નાની બાળકીઓને લાલ ચૂંદડી વહેંચો.

7/12

તુલા

તુલા

તુલા- આજે કોઈ નવી શરૂઆતથી ખુશી મળશે. પૈસાનો ફાયદો થવાનો પૂરેપૂરો ચાન્સ છે. ગુસ્સો પરેશાન કરશે. આજે તમે સાવધાન રહો. માતાના મંદિરમાં હલવા ચણાનો ભોગ ચડાવો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- કરિયર પ્રત્યે સજાગ રહો. આજે કોઈ અજાણી વ્યક્તિની વાતોમાં ન પડો. બેકારની મુશ્કેલી થશે. તણાવ લેવાથી બચો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો

9/12

ધનુ

ધનુ

ધનુ- આવક વધશે. શેર માર્કેટમાં રોકાણ કરી શકો છો. કમર દર્દ વધી શકે છે. પ્રેમ સંબંધ મધુર થવાના અણસાર છે. ફળોનું દાન કરો. 

10/12

મકર

મકર

મકર- શેર ખરીદ વેચાણ માટે સારો સમય છે. ઘર-જમીન કે ગાડીમાં પણ રોકાણ કરી શકો છો. ઘરમાં તણાવ થઈ શકે છે. બેકારના ઝગડાથી બચો. મંદિરમાં દુર્ગાજીને સફેદ પુષ્પ સમર્પિત કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. કરિયરમાં ઉન્નતિનો માર્ગ મળશે. આજે ભૂતકાળની વાતોને લઈને માનસિક તણાવ વધશે. ભૂલી જાઓ, રાત ગઈ વાત ગઈ. કન્યાઓને ફળોનું દાન કરો. 

12/12

મીન

મીન

મીન- આજે ઉન્નતિના કામ અધૂરા રહેશે. અર્થના મામલે પરેશાની થશે. વ્યવસાયમાં લાભ સામાન્ય રહેશે. પિતા કે ઉચ્ચાધિકારી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.  કાળા વસ્ત્રો ધારણ ન કરો.