Daily Horoscope 13 એપ્રિલ: આજે ગુડી પડવો, આ રાશિના જાતકોના વિરોધીઓ ઊંધા માથે પછડાશે, વાંચો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Apr 13, 2021, 06:30 AM IST

Daily Horoscope 13 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

1/12

મેષ

મેષ

Daily Horoscope 13 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): મેષ: ગણેશજી કહે છે, દિવસની શરૂઆતમાં તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પહેલી પ્રાથમિકતા આપો. કાર્યસ્થળમાં તમારી કામની રીતનો કોઇની સામે ઉલ્લેખ ન કરો. શારીરિક રૂપથી તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. જીવન પ્રત્યે પોઝિટિવ વ્યવહાર આત્મબળને વધારશે. કામમાં પણ મન લાગશે.  

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ગણેશજી કહે છે, આજે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. પાર્ટનરશિપના વ્યવસાયમાં કામ પહેલાંની જેમ જ ચાલતું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.  

3/12

મિથુન

મિથુન

મિથુન: ગણેશજી કહે છે, આજે વ્યક્તિગત કાર્યોના કારણે તમારા વ્યવસાયમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી. ઘરમાં કોઇ કુંવારા સભ્ય માટે લગ્નનો સંબંધ આવી શકે છે. અન્યના કાર્યોમાં દખલ ન કરીને તમારા કામથી જ કામ રાખો.  

4/12

કર્ક

કર્ક

કર્ક: ગણેશજી કહે છે, મીડિયા, માર્કેટિંગ વગેરેને લગતા વ્યવસાય સાથે જોડાયેલાં લોકો માટે નવી સફળતા બની રહી છે. ઉધરસ, તાવના કારણે થોડી નબળાઇ રહેશે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે બધા કાર્યોને શરૂ કરતાં જશો. થોડી સાવધાનીથી બધું જ વ્યવસ્થિત પણ થઇ જશે.    

5/12

સિંહ

સિંહ

સિંહ: ગણેશજી કહે છે, આજે વ્યવસાયિક સ્થળે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આર્થિક મુશ્કેલીઓ અને પરેશાનીઓ તમારા કામમાં આડે આવશે. લગ્નસંબંધોમાં મધુરતા રહેશે. લક્ષ્યની પ્રાપ્તિ માટે મહેનત કરો. કોઇ મિત્ર કે સંબંધી પ્રત્યે ગેરસમજ દૂર થશે.  

6/12

કન્યા

કન્યા

કન્યા: ગણેશજી કહે છે, કોઇપણ પ્રકારના ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. વ્યવસાયમાં કામ કરવાની રીતમાં ફેરફારને લગતી નીતિઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો. કોઇ નજીકના મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.    

7/12

તુલા

તુલા

તુલા: ગણેશજી કહે છે, નોકરીમાં બોસ અને ઉચ્ચ અધિકારી તમારા કામથી સંતુષ્ટ થઇને પ્રમોશન આપી શકે છે. નાની સમસ્યાઓને લઇને તણાવ રહેશે. આજે અટવાયેલું કોઇ મહત્ત્વપૂર્ણ કામ સંપન્ન થવાની યોગ્ય સંભાવના છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.  

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે ફરી ચર્ચા-વિચારણાં કરી લો. મહત્ત્વપૂર્ણ કામ આજે ટાળશો તો સારું રહેશે. આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. થોડો સમય પરિવાર સાથે પસાર કરો.  

9/12

ધનુ

ધનુ

ધનુ: ગણેશજી કહે છે, કોઇની વાતોમાં આજે આવશો નહીં. પારિવારિક વાતાવરણ મધુર અને સુખદ રહેશે. જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓમાંથી પણ આજે રાહત મળશે. વ્યવસાયિક ક્ષેત્રમાં દરેક ગતિવિધિ તમારી દેખરેખમાં જ કરાવો.  

10/12

મકર

મકર

મકર: ગણેશજી કહે છે, અન્ય ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ તમે તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહેશે. બિઝનેસમાં નવા કરાર મળી શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ રહેશે.  

11/12

કુંભ

કુંભ

કુંભ: ગણેશજી કહે છે, કોઇ મિત્ર અને સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર વિશેષ ધ્યાન આપવું લાભદાયક સાબિત થશે.    

12/12

મીન

મીન

મીન: ગણેશજી કહે છે, કામ વધારે હોવા છતાં થોડો સમય પરિવાર સાથે પસાર કરો. આજે વ્યવસાયમાં કોઇ મન પ્રમાણે કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા છે. અચાનક કોઇ બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક ઉત્સવમાં જવાનો પણ પ્રોગ્રામ બની શકે છે.