રાશિફળ 13 ફેબ્રુઆરી: શનિદેવતાની જો તમારા પર વક્રદ્રષ્ટિ હોય તો ખાસ અજમાવો આ ઉપાય, નસીબ આડેથી પાંદડું હટશે

ખાસ જાણો આજે કેવો રહેશે તમારો દિવસ તેના માટે જાણો તમારું રાશિફળ. 

Feb 13, 2021, 08:07 AM IST

નવી દિલ્હી: આજે શનિવાર 13 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. શનિ દેવતાના પ્રકોપથી જો તમે પરેશાન હોવ તો ગભરાવવાની કોઈ જરૂર નથી. શનિ દેવતા ધન આપે છે. આજે શનિ દેવતાની આરાધના કરતી વખતે ચાર મુખના સરસવના તેલનો દીવો પ્રગટાવો. સાંજના સમયે પીપળા ઝાડ નીતે શનિ દેવતાની પૂજા કરવાથી નિશ્ચિતપણે તમારું ભાગ્ય પલટાઈ જશે. ઉપાસનાથી આજે મહાલક્ષ્મીની પણ વિશેષ કૃપા થઈ શકે છે. આ ઉપરાંત આજે ગુપ્ત નવરાત્રિનો બીજો દિવસ છે. જે ખુબ શુભ ગણાય છે. આજના  દિવસે તારાદેવીની આરાધના થાય છે. આજના દિવસે કન્યાઓનું પૂજન અને તેમને ફળોનું દાન કરવું શુભ ગણાય છે. ખાસ જાણો આજે કેવો રહેશે તમારો દિવસ તેના માટે જાણો તમારું રાશિફળ. 

1/12

મેષ

મેષ

મેષ- આજે લેવડદેવડમાં સાવધાની રાખો. અસાવધાનીના કારણે નુકસાન થશે. વેપારથી લાભની આશા રહેશે. મિત્રોથી નુકસાન થવાના ચાન્સ છે. મિત્રોથી સાવધાન રહો. ભગવતીના મંદિરમાં જઈને બ્રહ્માચારિણી દવી માટે બ્રાહ્મણોની સેવા કરો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજનો દિવસ ફાયદાકારક રહેશે. લાભથી મન પ્રસન્ન રહેશે. સફળતા પ્રાપ્ત કરશો. વિચારેલા કાર્યો સફળ થશે. ગોપૂજા કરો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે ભાગદોડ વધુ રહેશે. લોકોનો સહયોગ મળી શકે છે. ડીલમાં મુશ્કેલીઓ આવશે. બની શકે કે પ્રવાસ રોકવો પડે. આજના દિવસે ઘીનું દાન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે તમારા હાથમાંથી ધન નીકળી શકે છે. આજે કોઈ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. કોઈ નવો દુશ્મન બનવાની સંભાવના. આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નવો સામાન ન ખરીદો.   

5/12

સિંહ

સિંહ

સિંહ- તમારું મન જરૂરી વાતોમાં ગૂંચવાઈ શકે છે. ધનલાભના યોગ છે. ઓછું બોલવું લાભદાયી છે. પાંચ વર્ષની કન્યાઓનું પૂજન કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે મામલા ગૂંચવાયા કરશે. ધનલાભની સંભાવના છે. આજે ભારે ભોજનના કારણે પરેશાની થશે. તામસિક ભોજન ન કરો. 

7/12

તુલા

તુલા

તુલા- આજે તમને ચિત્તની ચંચળતા પરેશાન કરશે. બિનજરૂરી વિવાદ પેદા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. કટુ શબ્દ પ્રયોગથી બચો. મીઠા ફળોનું દાન કરો.   

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે મુસાફરી થશે. સ્વંય પોતાના દમ પર કાર્ય પૂરા કરશો. પરેશાનીના યોગ છે. આજે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- આજે તમને તમારા પોતાના લોકો જ દગો કરશે. તમારું નુકસાન કરાવશે. આજે કિસ્મત સેવાના હાથમાં હશે. સેવા કરશો તો મેવા જરૂર મળશે. આજે ખાંડનું દાન કરવું તમારા માટે શુભ રહેશે.   

10/12

મકર

મકર

મકર- આજે તણાવના યોગ છે. આજે કામ ઓછું કરો. એ જ કામ કરો જેના પૂરા થવાની આશા હોય. સજાગતાથી કામ કરો. આજે ખાટા ફળોનું દાન કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે તમે એકલા સો લોકો બરાબર છો. ખોટી રાહ પર જવાથી બચો. મુસાફરી કરવાથી નુકસાન થઈ શકે છે. બની શકે તો કઈંક ખાટું ખઈને નીકળો.

12/12

મીન

મીન

મીન- આજે તમારું ભાગ્ય તમારા  હાથમાં છે. તમારી યોગ્યતા જ તમને તમારા કામ સિદ્ધ કરાવશે. લાભના યોગ છે. શ્વાસ સંબંધિત રોગ પરેશાન કરી શકે છે. પીપળાની પાસે તેલનો દીવો પ્રગટાવો