Daily Horoscope 14 એપ્રિલ: આજે કોના માટે છે દિવસ શુભ, કોણે રહેવું પડશે સાવચેત...વાંચો રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Apr 14, 2021, 06:09 AM IST

Daily Horoscope 14 april 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

Daily Horoscope 14 april 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla) મેષ: ગણેશજી કહે છે, ભવિષ્યને લગતી યોજનાઓને ફળીભૂત કરવા માટે સમય અનુકૂળ છે. તાવ, ઉધરસ અને સિઝલન પરેશાની આવી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ ઉત્તમ બની રહી છે. લગ્નજીવન મધુર રહેશે. વ્યવસાયમાં થોડા નવા ઓર્ડર મળવાથી મન પ્રસન્ન રહેશે.  

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ગણેશજી કહે છે, તમારા સ્વભાવને સહજ જાળવી રાખો, ગુસ્સાના કારણે સ્થિતિ ખરાબ થઇ શકે છે. ઘરમાં મહેમાનો આવવાથી ઘરનું વાતાવરણ સુખમય રહેશે. આજે લેવામા આવેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. બ્લડ પ્રેશરને લગતી તપાસ નિયમિત કરાવતાં રહેવું.  

3/12

મિથુન

મિથુન

મિથુન: ગણેશજી કહે છે, હાલ વર્તમાન પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે. આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. વ્યવસાયમાં તમારી યોજનાઓને ફળીભૂત કરતાં પહેલાં તેના અંગે યોગ્ય રૂપરેખા બાંધી લો.  

4/12

કર્ક

કર્ક

કર્ક: ગણેશજી કહે છે, સમયની કિંમતને ઓળખો. ઘર તથા વેપારમાં જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. આજે કાર્યક્ષેત્રમાં સારી વ્યવસાયિક યોજનાઓ બનશે. ક્યાંકથી પેમેન્ટ આવી જવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.  

5/12

સિંહ

સિંહ

સિંહ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે. સામાજિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. વધારે તણાવ અને મહેનતની સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે.  

6/12

કન્યા

કન્યા

કન્યા: ગણેશજી કહે છે, અજાણ્યા લોકોનો સંપર્ક ન રાખો. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. વધારે કામ સાથે-સાથે યોગ્ય આરામ પણ લેવો જરૂરી છે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં યુવાઓને કોઇ શુભ સૂચના મળી શકે છે.  

7/12

તુલા

તુલા

તુલા: ગણેશજી કહે છે, તમારી જવાબદારીઓને અન્ય લોકો સાથે વહેંચતા શીખો. જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને વધારશે. આર્થિક ગતિવિધિઓમાં ખાસ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરશો.  

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ સમયે કામકાજ પ્રત્યે પૂર્ણ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે. અચાનક જ થોડા બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો. લગ્નજીવન સુખદ રહેશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે.    

9/12

ધનુ

ધનુ

ધનુ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં કોઇ કામ અટકી શકે છે. મુશ્કેલીઓ તથા વિઘ્નો સિવાય તમે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશો. તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. ભાગ્ય તમારા પક્ષમાં છે.  

10/12

મકર

મકર

મકર: ગણેશજી કહે છે, કોઇ નવા વેપારને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરો. પતિ-પત્ની વચ્ચે ઘરમાં જ કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે. આજે સફળતાદાયક સમય છે. બજેટનું ધ્યાન રાખીને ખર્ચ કરવો યોગ્ય રહેશે.  

11/12

કુંભ

કુંભ

કુંભ: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. આવક સાથે-સાથે ખર્ચ વધારે રહેશે. પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે. તમારા માન-સન્માન તથા આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે.  

12/12

મીન

મીન

મીન: ગણેશજી કહે છે, વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તથા તેમનો આદર કરવો તમને આત્મિક સુકૂન આપશે. પરિવારજનો સાથે સમય પસાર કરવો.