રાશિફળ 15 ફેબ્રુઆરી: ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આજે આ રીતે કરો પૂજા, ભાગ્ય ચમકી જશે

કઈ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ અને શું હશે ફળદોષ તે ખાસ જાણો. 

Feb 15, 2021, 12:21 PM IST

Daily Horoscope: આજે સોમવાર અને 15 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. આજે ગુપ્ત નવરાત્રિનો ચોથો દિવસ છે. આજના દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની અર્ચના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સવારે જલદી ઉઠીને સ્નાન કરીને મંદિર જાઓ. પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ શિવલિંગ પર ત્રણ બિલિપત્ર અને કરણનું એક ફૂલ ચઢાવો. નિશ્ચિતપણે તમારા પર માતા મહાલક્ષ્મી ધનવર્ષા કરશે. આજે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને ગંડમૂળ રેવતી નક્ષત્ર પણ છે. આવામાં કઈ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ અને શું હશે ફળદોષ તે ખાસ જાણો. 

1/12

મેષ

મેષ

મેષ- આજે પ્રતિશોધની અગ્નિ તમને તપાવી શકે છે. તમને પ્રતિશોધ અને સ્વાર્થી વ્યવહાર પરેશાની કરશે. અકસ્માતે ધનલાભના યોગ છે. મોડી સાંજ સુધી મનમાં ચાલી રહેલી તમામ ઈચ્છાઓ પૂર્ણ  થશે. ધાર્મિક આસ્થા સંકટોને દૂર કરશે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- પૈસા આવવાથી બેચેની વધશે. પ્રભુનું  સ્મરણ કરીને મનને શાંત કરવાનો પ્રયત્ન કરો. આજે બાળકોનું ખાસ ધ્યાન રાખો. કારણ કે આજનો દિવસ બાળકો માટે ભારે રહી શકે છે. સ્નેહપૂર્વક સમય પસાર કરવાની કોશિશ કરો. ગણેશજીને તલના  લાડું ધરાવો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે તમારું પરાક્રમ અદભૂત રહેશે. સાહસ અને હિંમતથી તમે આજે આકાશના તારા પણ તોડીને લાવી શકો છો. સૂર્ય પ્રબળ થઈને તમારા પરાક્રમભાવમાં પ્રકાશિત છે. પેટ સંબંધિત રોગ પરેશાન કરશે. સ્વાસ્થ્ય બગડવાના યોગ છે. બને તો પ્રાકૃતિક આહાર વધુ લેવાનો પ્રયત્ન કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે મનને કાબૂમાં રાખો. જેટલો વધુ મેલ હશે તે વિકારી રહેશે. ખોટી વાત વિચારશો એટલું તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. આર્થિક લાભ નિશ્ચિત છે. પરંતુ આજે તમારા સહયોગી સાથ આપશે નહીં. 

5/12

સિંહ

સિંહ

કન્યા- આજે ઊંચી વિચારધારા સાથે કામ કરવાની જરૂરિયાત છે. માત્ર સપના ન જુઓ, પ્રેક્ટિકલ એપ્રોચ પણ જરૂરી છે. અનેક કામ સિદ્ધ થશે. વિદેશ સંબંધિત કાર્યોથી ફાયદો થશે. પરંતુ તમારા કારણે ઘરવાળાને પરેશાની થઈ શકે છે. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે ઊંચી વિચારધારા સાથે કામ કરવાની જરૂરિયાત છે. માત્ર સપના ન જુઓ, પ્રેક્ટિકલ એપ્રોચ પણ જરૂરી છે. અનેક કામ સિદ્ધ થશે. વિદેશ સંબંધિત કાર્યોથી ફાયદો થશે. પરંતુ તમારા કારણે ઘરવાળાને પરેશાની થઈ શકે છે. 

7/12

તુલા

તુલા

તુલા- આજે કોઈ કપરા નિર્ણય લેવા પડી શકે છે. જેનાથી કોઈ મોટું સંકટ આવી શકે છે. આજે માપી તોલીને બોલો, વિચાર્યા વગર બોલવાથી મુસિબત આવી શકે છે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે મનની બેચેની જરૂર દૂર થશે. સૂર્ય અસ્ત સાથે મનની પ્રસન્નતાનો ઉદય થશે. તમારા મન પર તમારો આજે કાબૂ રહેશે. નેમ અને ફેમમાં ચાર ચાંદ લાગવાના યોગ છે. આજે જે પણ કામ તમે કરશો તેનાથી લાભ જરૂર  થશે. પૈસાથી મન પ્રસન્ન રહેશે. 

9/12

ધનુ

ધનુ

ધનુ- તમારી કિસ્મત આજે સાથે છે. "भाग्यवन्त के द्वार पर, खड़ें रहे गुणवान." આજે ભાગ્યના ભરોસે ચાલો, દરેક કામ પૂર્ણ થશે. વ્યર્થના ઝગડાથી બચો. આજે તમે ફસાઈ શકો છો. આથી કામથી કામ રાખો. ખોટી વાતોમાં સમય બરબાદ ન કરો. કટુતાથી હાનિના યોગ છે. 

10/12

મકર

મકર

મકર- પરોપકાર કરવાથી ભાગ્ય ઉદય થશે. તન મન સ્વસ્થ રહેશે. બીજાની સેવા કરવાથી આજે ભાગ્ય સાથ આપશે. આજે સરકારી કામો પૂરા થશે. પરંતુ આજે ચલણ પણ કપાઈ શકે છે. નિયમોનું પાલન કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે ઉતાવળથી પરેશાની થશે. આજે તેજ મિજાન અને નાની નાની વાતોમાં અટકવાથી ગણું ગુમાવવાનું થઈ શકે છે. આજે પરમાત્માની શરણથી આશાની કિરણ જાગશે. તમારી રાશિ મુજબ માનસિક તણાવના યોગ છે. તમારી ડૂબતી નાવડી આજે પરમાત્મા જ પાર લગાવી શકે છે. 

12/12

મીન

મીન

મીન- આજે વિરોધીઓ પરેશાન કરશે. શુક્ર અસ્ત હોવાના કારણે પ્રતિદ્વંદ્વી પ્રબળ રહેશે અને પરેશાનીઓ ઊભી કરશે. આજે દરેક કામ સાવધાનીથી કરો. પગનો દુખાવો પરેશાન કરશે. તમારું સાહસ આજે બેમિસાલ રહેશે. જેના કારણે તમે દરેક મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકશો.