રાશિફળ 15 જાન્યુઆરી: ખુબ મહેનત કરવા છતાં રહે છે પૈસાની ખેંચ? આ રીતે કરો લક્ષ્મીજીને પ્રસન્ન

શું તમારી રાશિમાં રાહુ નીચલી કક્ષાનો છે? શું તમારી રાશિમાં રાહુની સ્થિતિ અનુકૂળ નથી? જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ રાહુ ગ્રહની શાંતિ માટે ગાયને પાલક કે લીલું ઘાસ ખવડાવો. તેનાથી ગ્રહો તમારી રાશિ અનુકૂળ થઈ જશે. આ ઉપરાંત મહાલક્ષ્મીની પણ વિશેષ કૃપા રહેશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે કે પછી ખરાબ તેના માટે ખાસ જાણો રાશિફળ...

Jan 15, 2021, 07:30 AM IST

Daily Horoscope 15 January 2021: શું તમારી રાશિમાં રાહુ નીચલી કક્ષાનો છે? શું તમારી રાશિમાં રાહુની સ્થિતિ અનુકૂળ નથી? જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ રાહુ ગ્રહની શાંતિ માટે ગાયને પાલક કે લીલું ઘાસ ખવડાવો. તેનાથી ગ્રહો તમારી રાશિ અનુકૂળ થઈ જશે. આ ઉપરાંત મહાલક્ષ્મીની પણ વિશેષ કૃપા રહેશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે કે પછી ખરાબ તેના માટે ખાસ જાણો રાશિફળ...

1/12

મેષ

મેષ

મેષ: તમારા ઊંચા આત્મવિશ્વાસનો આજે યોગ્ય ઉપયોગ કરો. ભાગદોડભર્યા દિવસ છતાં તમે ફરી ઉર્જા અને તાજગી મેળવવામાં સફળ રહેશો. આર્થિક સમસ્યાઓએ રચનાત્મક વિચારવાની તમારી ક્ષમતાને બેકાર કરી નાખી છે. કોઈ મિત્ર પોતાની અંગત સમસ્યાઓના સમાધાન માટે તમારી સલાહ લઈ શકે છે. અચાનક થયેલી રોમેન્ટિંક મુલાકાત તમારા માટે અડચણો પેદા કરી શકે છે. કામકાજના મામલે તમારો મત લોકો માનશે. આ રાશિના જાતકો ખાલી સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન કાઢવાની કોશિશ કરી શકે છે. ભાગ્યાંક-3.  

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. આજનો તમારો રૂક્ષ વર્તાવ તમારા જીવનસાથીનો મૂડ બગાડી શકે છે. તમારે સમજવું જોઈએ કે કોઈનો અનાદર કરવો કે ગંભીરતાથી ન લેવું સંબંધમાં તિરાડ પાડી શકે છે. નવી ડીલ ફાયદાકારક રહી શકે છે પરંતુ આશા મુજબ લાભ નહીં થાય. રોકાણ કરતી વખતે ઉતાવળમાં નિર્ણય ન લો. તમારો મજાકીયો સ્વભાવ સામાજિક મેળઝોલની જગ્યાઓ પર તમારી લોકપ્રિયતા વધારશે. પ્રેમના દ્રષ્ટિકોણથી ઉત્તમ દિવસ છે. બહાદુરીભર્યા પગલાં અને નિર્ણય તમને અનુકૂળ પુરસ્કાર આપશે. દિવસની શરૂઆત ભલે થાકથી રહે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ સારા ફળ મળશે. દિવસના અંતમાં તમને તમારા માટે સમય મળી રહેશે. ભાગ્યાંક-2.   

3/12

મિથુન

મિથુન

મિથુન. નિર્ણય લેવામાં મિત્રો મદદ કરશે. નાણાકીય મામલાની પતાવટ કરવી પડશે. ધૈર્ય રાખો. કોઈ જૂનું દેવું ચૂકવી શકશો. મિત્રો સાથે સમય પસાર થશે. કામકાજ પૂરું કરવામાં સમય જશે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવનું કારણ બની શકે છે. ભાગ્યાંક-9. 

4/12

કર્ક

કર્ક

કર્ક. કોશિશ કરશો તો અટવાયેલા કામ સાંજ સુધીમાં પૂરા થઈ શકે છે. કોઈ એવી વ્યક્તિ મળશે જે નવી શરૂઆત કરવાની તક આપશે. પોતાની વાત રજુ કરવામાં સફળ થશો. કોઈ વડીલની સલાહ કારગર સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે વધુ ચિંતા ન કરો. નિશ્ચિતતા બીમારીની સૌથી મોટી દવા છે. તમારી સકારાત્મક સોચથી તમે મુશ્કેલીઓને પહોંચી વળશો. ભાગ્યાંક-3.

5/12

સિંહ

સિંહ

સિંહ. આજે કોઈ તમારો મૂડ ખરાબ કરી શકે છે. પરંતુ આવી ચીજોને તમારા પર હાવિ ન થવા દો. વ્યર્થ ચિંતાઓ અને પરેશાનીઓ તમારા શરીર પર નકારાત્મક અસર પાડી શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે. જે લોકોને તમે ઓળખો છો તેમના દ્વારા તમને આવકના નવા સ્ત્રોત મળશે. કોઈ જૂના મિત્ર સાંજના સમયે ફોન કરીને જૂની યાદો તાજી કરી શકે છે. શક્ય છે કે કોઈ તમારી સામે પ્રેમને વ્યકત કરે. આજે તમે બીજા દિવસોની સરખામણીમાં તમારા લક્ષ્યોને કઈંક વધુ જ ઊંચા નક્કી કરી શકો છો. જો પરિણામ આશા પ્રમાણે ન આવે તો નિરાશ ન થતા. ભાગ્યાંક-2. 

6/12

કન્યા

કન્યા

કન્યા. કેરિયરમાં સફળતા માટે કોઈ વિચાર મગજમાં ચાલશે. નાણાકીય મામલાની પતાવટ માટે તક મળશે. એક સમયે એક જ કામ હાથમાં લો. નવી શરૂઆત પણ થઈ શકે છે. દિનચર્યા સંપૂર્ણ રીતે બદલવાની કોશિશ કરો. તમારો વિનમ્ર સ્વભાવ બધા બિરદાવશે. અનેક લોકો વખાણ કરશે. ભાગ્યાંક-3.  

7/12

તુલા

તુલા

તુલા: તમારી ઓફિસમાંથી જલદી નીકળવાની કોશિશ કરો અને એવા કામ કરો જે ખરેખર તમને કરવા ગમે છે. દરેક વાતના મૂળમાં જવાની ઈચ્છા થઈ શકે છે. નોકરી બદલવાનો વિચાર છે તો તેના પર ધ્યાન આપો. કેરિયરમાં આગળ વધવા કઈંક કરી શકો છો. જૂના પડકારોમાંથી મુક્તિ મળશે. બિઝનેસમાં સારો સમય છે. કેરિયરમાં સફળતા મળી શકે છે. ભાગ્યાંક-3. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજની પરીક્ષા લઈ શકે છે. તમારા મૂલ્યોને બાજુ પર મૂકવાથી બચો અને દરેક નિર્ણય તાર્કિક રીતે લો. કોઈ નીકટના મિત્રની મદદથી આજે કેટલાક વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. આ ધન તમારી અનેક પરેશાનીઓ દૂર કરી શકે છે. તમારી સહાનુભૂતિ અને સમજને પુરસ્કાર મળશે. પરંતુ સાવધાન રહો. કારણ કે ઉતાવળમાં લેવાયો નિર્ણય દબાણ સર્જી શકે છે. ભાગ્યાંક-4. 

9/12

ધનુ

ધનુ

ધનુ. ફક્ત તમે જાણો છો કે તમારા માટે શું સારું છે, આથી મજબૂત અને સ્પષ્ટવાદી બનો અને નિર્ણય તરત લો. આ સાથે જ તેના પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. રિયલ એસ્ટેટ અને નાણાકીય લેવડદેવડ માટે સારો સમય છે. મહત્વકાંક્ષાઓ વધશે. ધૈર્ય રાખો. સમજી વિચારીને બોલો. અટવાયેલા કાનૂની કામો પૂરા થશે. જમીન સંપત્તિના મામલાઓની પતાવટની કોશિશ કરશો. પરિવારની પણ મદદ મળી શકે છે. ભાગ્યાંક-1.

10/12

મકર

મકર

મકર. આશાવાદી બનો અને ઉજળા પક્ષને જુઓ. તમારો વિશ્વાસ અને આશા તમારી ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે. અચાનક આવેલા ખર્ચા આર્થિક બોજો વધારી શકે છે. તમારા કૌટુંબિક સભ્યોને કાબૂમાં રાખવા અને તેમની ન સાંભળવાની પ્રવૃત્તિના કારણે કારણ વગર વિવાદ સર્જાઈ શકે છે અને તમારે ટીકાનો સામનો પણ કરવો પડી શકે છે. શક્ય છે કે કોઈ તમારી સામે આજે પ્રેમ વ્યક્ત કરે. બેન્કિંગ ક્ષેત્રે જોડાયેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. પદોન્નતિની શક્યતા છે. ભાગ્યાંક-1. 

11/12

કુંભ

કુંભ

કુંભ. આજનો દિવસ એવા કામો કરવા માટે ઉત્તમ છે જેને કરીને તમે પોતે સારું મહેસૂસ કરી શકો છો. આજે તમે તમારું પૂરું ધ્યાન ટારગેટ પર રાખો. કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે છે. કોઈ ચાલુ કામ, રોકાણ, ધંધો કે રોજગારને લઈને નિર્ણય લઈ શકો છો. નાણાકીય મામલાની પતાવટ થશે. સમજી વિચારની નિર્ણય લો. ભાગ્યાંક-8.

12/12

મીન

મીન

મીન. નોકરી અને ધંધામાં ફાયદો થઈ શકે છે. મજબુતાઈથી કામ કરો. તમારા લક્ષ્યની દિશામાં કોશિશ શરૂ કરો. સમયની સાથે રહો. જે થાય તેને થવા દો. ફાયદો જ થશે. નાણાકીય મામલે કોઈ વ્યક્તિ મદદ કરશે. અચાનક જૂનો મિત્ર તમને મદદ કરશે. ભાગ્યાંક-6.