રાશિફળ 15 જૂન: જાણો કઇ રાશિ પર છે શનિદેવની નજર, જાણો આજનું તમારું ભાગ્ય

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

મેષ રાશિ

1/12
image

આજે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. પરંતુ આવકમાં ઘટાડો થવાનો યોગ બની રહ્યો છે. કોઇને પ્રપોઝ કરવા માટે સમય સારો છે પરંતુ સમજી વિચારીને કામ કરો. ઓફિસમાં કેટલાક લોકો વાત અને જાણકારી તમારાથી છુપાવવાનો પ્રયત્ન કરી શકે છે. બચત અને રોકાણની યોજના બનાવી શકો છો.

વૃષભ રાશિ

2/12
image

કોઇ પણ રોકાણ સમજી-વિચારીને કરો. લેણ-દેણ અને રોકાણમાં તમારે સાવધાની રાખવી પડશે. આજે વૃષભ રાશિવાળા લોકોનું મન કામકાજમાં નહીં લાગે. આજે તમારા રાઝની કોઇ ખાસ વાત ઉજાગર થવાની યોગ બની રહે છે. તમારે દિવસભર સાવધાનીથી કામ કરવું પડશે. શનિ-ચંદ્રમાના કારણે તમારુ સેવિંગ પણ ખર્ચ થઇ શકે છે.

મિથુન રાશિ

3/12
image

લેણ-દેણમાં સાવધાની રાખો. ઓફિસમાં મહેનત વધારે રહેશે. કોઇ મહત્વપૂર્ણ સફળતા પણ મળવાના અણસાર નથી. ખાવા-પીવામાં સાવધાની રાખો. આજે તમને રુટીન કામમાં કોઇની મદદ મળશે નહીં. કોઇપણ મામલે ઉતાવડમાં નિર્ણય લેવાથી તમે હેરાન થઇ શકો છો. તમારે કંઇક નુકસાન થવાની સંભાવના છે.

કર્ક રાશિ

4/12
image

કેટલાક વિચારેલા કામ પૂર્ણ ન થતા તમે દૂખી થઇ શકો છો. આજે પૈસાનું નુકસાન થવાનો યોગ છે. તણાવ અને દોડભાગવાળો દિવસ રહેશે. વધારે કામ કરશો તો પણ ફાયદો ઓછો થશે. આજે તેમે કોઇ પ્રકારની બેદરકારી પણ કરી શકો છો. પરિવારના કોઇ મોટા સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

સિંહ રાશિ

5/12
image

કામકાજમાં સફળતા મળશે. ફાયદાકારક સોદા થઇ શકે છે. નોકરીયાત લોકોને પણ આંશિક ધન લાભ થવાનો યોગ છે. આજે કામકાજમાં મહેનત વધારે થઇ શકે છે. તમે જે ઇચ્છો છો તે તમને મળશે તો પ્રસન્નતા વધી શકે છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે. કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. આજે તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

કન્યા રાશિ

6/12
image

આજે તમને વધારે મહેનત કરવાથી ફયાદો થઇ શકે છે. બિઝનેસમાં સારો ફાયદો થવાની આશ છે. નોકરીયાત લોકો માટે સમય સારો છે. ટેન્શન દૂર થઇ શકે છે. ચંદ્ર તમારા કર્મ ભાવથી મનના ભાવને જોશે. તેથી તમે જુના કામ પૂર્ણ કરવાનું મન બનાવી શકો છો. લાઇફ પાર્ટનરની સાથે ફરવા જઇ શકો છો.

તુલા રાશિ

7/12
image

રોકાણ કરવા ઇચ્છો છો તો સમજી વિચારીને કરો. નોકરી કરતા લોકો કામકાજને ના ટાળો. સાથે કેટલાક લોકોની મદદ મળી શકે છે. ધન અને પરિવારના સહયોગથી તમારૂ મન પ્રસન્ન રહેશે. તમે તમારા કરિયર માટે દરેક સંભવ પ્રયત્ન જરૂર કરો. મહેનતના જોર પર આજે લોકો પર તમારી અસર રહેશે. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો.

વૃશ્ચિક રાશિ

8/12
image

બિઝનેસને લઇને ટેન્શન વધી શકે છે. તમારે થોડું સાવધાન રહેવું પડશે. આજે સ્વાસ્થ્યને લઇને બેદરકારી ના કરો. જુના રોગોથી પરેશાન થઇ શકો છો. હાથ-પગ અને શરીરનો દુ:ખાવો થઇ શકે છે. તમને કોઇ નુકસાનના સમાચાર મળી શકે છે. આજે તમે કોઇપણ પ્રકારનો વિરોધ કરશો તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

ધન રાશિ

9/12
image

રિયલ એસ્ટેટમાંથી લાભ થવાનો યોગ છે. બિઝનેસ કરતા લોકો માટે દિવસ સારો છે. લવ લાઇફ માટે સમય સારો છે. પ્રેમી અથવા જીનવ સાથીની સાથે સમય પસાર થશે. પરિવારમાં માહોલ પણ સારો રહેશે. નોકરી અને બિઝનેસના જરૂરી કામ પૂરા થઇ શકે છે. પ્રોપર્ટીના મામલે ફાયદો થઇ શકે છે.

મકર રાશિ

10/12
image

બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે. વ્યાપારમાં લાભ થશે. તમારા અટવાયેલા મહત્વના કામ પૂરા થઇ શકે છે. આજે તમારા કામ અને મહેનતથી ટિકા કરનારને જવાબ આપશો. કોઇ જુની બાકી લોન પણ આજે ચુકવી શકો છો. ઓફિસમાં અધિકારી તમારાથી ખૂશ રહશે. પતિ પત્નીના સંબંધો મજબૂત રહશે.

કુંભ રાશિ

11/12
image

નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અધિકારીઓથી મદદ મળશે. સાથે કામ કરતા લોકોથી મદદ મળી શકે છે. જુની યોજના પૂર્ણ થવાથી ફાયદો થઇ શકે છે. કોઇ નવું કામ પણ આજે તમે કરી શકો છો. નવા લોકોથી મદદ મળી શકે છે. તમારા લવ પાર્ટનરની મદદથી ધન લાભ થઇ શકે છે. તમારી લવ લાઇફ માટે દિવસ સારો છે.

મીન રાશિ

12/12
image

બિઝનેસમાં મોટા નિર્ણય લેતા સમયે સાવધારી રાખો. નુકસાન થવાનો યોગ છે. આજે કોઇ કામ પણ ટાળી શકો છો. આજે કન્ફ્યૂઝનમાં દિવસ પસાર થશે. બિઝનેસ અથવા નોકરીમાં જુની ભૂલના કારણે તમારા મનમાં ભય બન્યો રહેશે. ખર્ચ વધી શકે છે. આજે તમારૂ કોઇ પ્લાનિંગ નિષ્ફળ જવાની સંભાવના છે.