Daily Horoscope 15 માર્ચ: આજે ગોચર ગ્રહો કોને કરાવશે ફાયદો...કોણે રહેવું પડશે સાવધાન, ખાસ જાણો

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 15, 2021, 07:40 AM IST

નવી દિલ્હી: આજે 15 માર્ચ 2021નો સોમવારનો દિવસ છે. આજે  ફુલેરા બીજનો ખાસ દિવસ પણ છે. આ ઉપરાંત ગ્રહોના ગોચરથી અનેકવાર ભાગ્ય ખુલી જાય છે તો અનેકવાર આર્થિક અને માનસિક પરેશાનીઓ ઘેરી લે છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- કારણ વગરનું ટેન્શન ન લો. નકારાત્મકતા હાવી ન થવા દો. સકારાત્મક વિચારથી તમે આગળ વધી શકો છો.  આજે તમારા ગ્રહ ભારે છે. આજે લાલ રંગથી બચો, કરણના પુષ્પ ભગવાનને અર્પણ કરો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- આજે મન ચંચળ રહેશે. બુદ્ધિથી ધન લાભ થશે. આજે અગ્નિથી નુકસાનના યોગ છે. સાવધાન રહો. આજે ભગવાનને બિલિપત્ર અર્પણ

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે ધનલાભના યોગ છે. આજે તમે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેશો. આજે સન્માન વધવાના યોગ છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજે શિવલિંગનો દૂધથી અભિષેક કરો. સુગંધિત પુષ્પ ભગવાનને અર્પણ કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે વેપારમાં લાભના યોગ છે. આજે કોઈ સ્ત્રીના કારણે તમને લાભ થશે. આજે ભાઈઓથી કષ્ટ થશે. નોકર પરેશાન કરશે. આજે પણ તમે શિવલિંગનો જળથી અભિષેક કરો. સફેદ ચંપાના પુષ્પ ભગવાનને સમર્પિત કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- આજે અકારણ લોકો તમારા દુશ્મન બનશે. કષ્ટ આપશે. આજે સરકારી કામોમાં લાભ થશે. અટવાયેલા કામ પૂરા થશે. આજે તમે હાઈજીન મેન્ટેન કરો. ગુલાબ કરણના પુષ્પ ભગવાનને અર્પણ કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- આજે તમારી છબી સુધારવાની તક મળશે. તકનો  લાભ ઉઠાવજો. આજે આગળ વધવાના અવસર છે. મન લગાવીને કામ કરો. આજે ગેંદાના ફૂલ ભગવાનને અર્પણ કરો. 

7/12

તુલા

તુલા

તુલા- આજે કોઈ નવી વસ્તુ પ્રાપ્ત થશે. ખરીદીના યોગ છે. આજે કઈક નવું શીખી શકો છો. સફેદ રંગ ખુબ જ ફાયદાકારક રહેશે. ચમેલીના પુષ્પ ભગવાનને સમર્પિત કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- કુંડળી જણાવે છે કે આજે નવા મિત્રો બનશે. જૂના મિત્રો સાથે મિલાપ થશે. આજે કારણ વગર પરેશાનીના યોગ છે. સમય વેડફાશે. પ્રભુના નામનો સહારો લો. કમળનું પુષ્પ ભગવાનને સમર્પિત કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- આજે તમે મિલનસાર રહેશો. જેનો તમને ફાયદો થશે. આજે ભાગદોડ વધુ રહેશે. ધન ખર્ચ સિવાય કશું મળશે નહીં. મહામૃત્યુંજયના જપ કરો. પીળા પુષ્પ ભગવાનને ચડાવો. 

10/12

મકર

મકર

મકર- આજે કોઈ નજીકનો મિત્ર તમને દગો આપી શકે છે. નુકસાન કરાવી શકે છે. આજે શરદી હેરાન કરશે. સ્વાસ્થ્ય ખરાબ  રહેશે. શાંત રહેશો તો પરેશાની દૂર થઈ શકે છે. અપરાજિતા કે કરણના પુષ્પ ભગવાનને સમર્પિત કરો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. સમાધાનના યોગ છે. આજે નાની દુર્ઘટના ઘટી શકે છે. સાવધાન રહો. આજે લોકોની વાત મન પર ન લો. ચંપા મોગરાના પુષ્પ ભગવાનને અર્પણ કરો. 

12/12

મીન

મીન

મીન- આજે પરિશ્રમનો પૂરેપૂરો લાભ મળશે. માન સન્માન વધશે. આજે સ્વાસ્થ્યના મામલે ચિંતિત રહેશો. જૂના લોકો પરેશાન કરશે. ખાણી પીણીમાં સાત્વિકતા રાખવી જરૂરી છે. કરણના પુષ્પ ભગવાનને સમર્પિત કરો.