રાશિફળ 16 ફેબ્રુઆરી: આ રાશિના જાતકોને આજે બિઝનેસમાં થશે ભરપૂર ફાયદો, પ્રબળ ધનલાભના યોગ

Feb 16, 2021, 07:41 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ. તમારી સંવેદનશીલતા ચરમસીમા પર રહેશે. ફાલતુ કામથી દૂર રહીને તમે તમારા કામ પર ધ્યાન આપવાની કોશિશ કરો. વિચારોમાં થોડો ફેરફાર આવી શકે છે. પૈસા કમાવવાની નવી તકો સામે આવી શકે છે. પૈસાથી તમારી કોઈ મોટી સમસ્યા ઉકેલાઈ શકે છે. કેટલાક જરૂરી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. સાથીઓની મદદ મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. કરેલા કામોને એકવાર જોઈ લો. દબાણ કે તણાવ ઓછો થઈ શકે છે. રોકાણ કે લેવડદેવડ સંબંધિત નવી તકો સામે આવી શકે છે. કોઈ કામને આગળ ધપાવવા પર વિચારી શકો છો. સંબંધોનો ફાયદો મળવાનો યોગ છે. કારોબારમાં સફળતા મળી શકે છે. અધિકારી તમારા કામના વખાણ કરશે. પતિ અને પત્ની વચ્ચે સંબંધ મજબુત થઈ શકે છે. 

3/12

મિથુન

મિથુન

મિથુન. જે ચીજો કંટ્રોલ બહાર હતી તે આજે તમારા નિયંત્રણમાં થઈ શકે છે. ધનલાભના મોટા અવસર મળી શકે છે. પૈસા મામલે સારી સફળતાના યોગ છે. જે તક મળે તેનો તમે ફાયદો ઉઠાવી શકો છો. ઓફિસ અને બિઝનેસમાં બધા સાથે વિનમ્રતાથી વર્તવાથી આગળ વધશો. આત્મવિશ્વાસ વધશે. 

4/12

કર્ક

કર્ક

કર્ક. મિત્રો કે સંબંધીઓની તમને કમી મહેસૂસ થઈ શકે છે. કોઈ અવસરે કેટલીક સારી મુલાકાતો અને ધનલાભ પણ થઈ શકે છે. કેટલાક ખાસ સંબંધોને મજબુત બનાવવાની કોશિશ કરશો. જરૂરી કામ સમયસર પૂરા થવાના ચાન્સ છે.

5/12

સિંહ

સિંહ

સિંહ. કોઈ મોટી યોજનાને પૂરી કરવાનું પ્લાનિંગ બની શકે છે. ઓફિસમાં જવાબદારીવાળું કામ મળી શકે છે. પૂરું કરશો તો ફાયદો થશે. કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાતની શક્યતા છે જે આવનારા દિવસોમાં મદદ કરશે. વિચારેલા કામો સરળતાથી પૂરા થશે. નવા ધંધાની રૂપરેખા  તૈયાર થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. 

6/12

કન્યા

કન્યા

કન્યા. ધનલાભના યોગ. આવક વધશે. દેવાની પતાવટના ચાન્સ છે. નાણાકીય મામલે તમારી સોચમાં ફેરફાર આવશે. કોશિશ કરશો તો પૈસાની સ્થિતિમાં સુધારો થશે. મહેનતથી ધનલાભ થશે. વધારાનું કામ તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. લોકોને મળવું અને વાતો કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. કોઈ વ્યક્તિ સાથે સંબંધો ગૂંચવાયેલા હશે તો ઉકેલાશે.   

7/12

તુલા

તુલા

તુલા. કોઈ મોટું કામ તમારે એકલા હાથે કરવું પડશે. ઓફિસમાં સારા સમાચાર મળવાના યોગ છે. કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ થશે. નાણાકીય મામલે તણાવ ઓછો થશે. નવો ધંધો શરૂ થાય તેવા યોગ છે. બિઝનેસ સંબંધિત ડીલ તમારી ફેવરમાં થઈ શકે છે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક, સાથે કામ કરનારા કેટલાક લોકો તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. જેની પાસેથી તમને મદદની આશા ન હોય તે મદદ કરી શકે છે. સકારાત્મક દિશામાં આગળ વધવાની કોશિશ કરો. કોઈ જૂનો નાણાકીય મામલો ઉકેલવાની કોશિશ કરી શકો છો. બિઝનેસ સંબંધિત મુસાફરી થઈ શકે છે. સંયમ રાખો.   

9/12

ધનુ

ધનુ

ધનુ. સંબંધોમાં સુધાર થઈ શકે છે. બધાનું સન્માન કરો. નિર્ણયમાં સટીકતા રહેશે. બિઝનેસ અને નોકરીમાં સફળતાના યોગ છે. વિવાહ યોગ્ય લોકોનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરી કે ધંધામાં આવનારા મામલાઓમાં વાતચીત માટે સારો સમય છે. પ્રેમી સાથે ચાલતો ખટરાગ દૂર થાય તેવી શક્યતા છે. કોઈ મોટો નિર્ણય લેવો હોય તો સાથીઓની સલાહ લો.

10/12

મકર

મકર

મકર. જોબ કે બિઝનેસ સંબંધિત કોઈ નવી યોજના બની શકે છે. આજે તમે બીજાની ભાવના સરળતાથી સમજી શકશો. બિઝનેસમાં સફળતા માટે સ્ફૂર્તિથી કામ કરવું જરૂરી છે. કોન્ફિડન્સના દમ પર આગળ વધશો. કાર્યક્ષેત્રમાં નવા કામ મળવાના યોગ છે. આવકના નવા રસ્તા સામે આવશે. 

11/12

કુંભ

કુંભ

કુંભ. આ રાશિના કેટલાક લોકોને ભાગ્યનો સાથ મળશે. ઓછી મહેનતથી વધુ ફાયદો થશે. કેટલાક મામલે સારો દિવસ છે. અધિકારીઓ તમારાથી ઈમ્પ્રેસ થશે. કોઈ મોટો નિર્ણય લેવાના હોય તો ભરોસાપાત્ર લોકો સાથે વાત કરો. ઉપયોગી સલાહ મળી શકે છે. કાર્યક્ષેત્રના મોટા કામ સંયમથી પતાવો. 

12/12

મીન

મીન

મીન. આજે તમારી જવાબદારી વધી શકે છે. નોકરીમાં સારી ચીજોને સામાન્ય રાખવા માટે તમારે તમારા સ્તરે કેટલાક પ્રયત્નો કરવા પડશે. તેનાથી આવનારા દિવસોમાં તમને ફાયદો થઈ શકે છે. તમારા કામકાજમાં ઈમાનદારી રાખજો. ફાયદો થઈ શકે છે. મકાન કે નવા વાહનથી ફાયદો થવાની શક્યતા છે. કારોબાર માટે નવા લોકો સાથે કોન્ટેક્ટ થશે. દાંપત્યજીવનમાં ખુશહાલી રહેશે.