રાશિફળ 16 મે: આ રાશિના જાતકોને નોકરીમાં વધશે મુશ્કેલીઓ, આ વાતનું રાખો ધ્યાન

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | May 16, 2019, 10:09 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

ઘણા દિવસોથી અટવાયેલા કામ પૂર્ણ થઇ શકે છે. પારિવારિક સંબંધ મધૂર રહશે. પોતાની ઇમેજ સુધારવાની તક મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે. તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક અને મનોરંજન પણ થતું રહેશે. વિવાહીત લોકોને ખુશી મળી શકે છે. પ્રેમ વધશે. પરિવારથી જોડાયેલી બાબતે તમારે ધ્યાન આપવું પડશે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

કારોબારમાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે. મહેનતથી ધન કમાઇ લેશો. જે કામ છેલ્લા કેટલાક દિવસથી અધૂરા હતા તે પૂર્ણ કરી શકો છો. નવા એગ્રીમેન્ટ અને નવા સંબંધ બનવાની સંભાવના છે. સમય સારો છે. અવિવાહીત લોકોને રોમાન્સની તક મળી શખે છે. આગળ વધાવા માટે જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડશે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

ઉતાવડમાં કોઇ કામ ના કરો. પૈસાની સ્થિતિની ચિંતા કરવી પડશે. તમારે નકામા ખર્ચા થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં કોઇ વાતને લઇ ગૂંચવણ વધી શકે છે. પૈસાના મામલે સાવધાની રાખવી પડશે. ઓફિસ અથવા વર્ક પ્લેસ પર તાણાવપૂર્ણ સ્તિથિ બની શકે છે. પેટ સંબંધિત રોગ થવાનો યોગ બની રહ્યો છે.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

નોકરીમાં મુશ્કેલીઓ વધી શકે છે. રોજિંદા કામોમાં કંઇક જોખમ આવી શકે છે. હઠ કરશો તો કોઇની સાથે વિવાદ થવાની સંભાવના છે. વધારે સમજવા અને વિચારવામાં સમયના બગાડો. કામમાં અડચણ આવવાથી તમારો મૂડ ખરાબ થઇ શકે છે. કોઇ મામલે લોકોની મદદ મળી શકશે નહીં. માથામાં દુ:ખાવો અને આંખ બળતરા થઇ શકે છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

પરિવારમાં સુખ-શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા એગ્રીમેન્ટ અને કરાર થવાની સંભાવના છે. સામાજિક કામકાજમાં સન્માન મળી શકે છે. કોઇ સારા મિત્રથી મુલાકાત થઇ શકે છે. ઓફિસમાં કોઇ વ્યક્તિ તમારી ગુપ્ત રીતે મદદ કરી શકે છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. સાથે કામ કરતા લોકો તમારાથી આકર્ષિત થઇ શકે છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

વ્યાપાર વધશે. તમારાથી નીચલા સ્તરના કર્મચારીથી મદદ મળશે. તમારી મુલાકાત ખાસ વ્યક્તિથી થઇ શકે છે. તમને રોજિંદા કામકાજથી થોડા સમય માટે છૂટકારો મળી શકે છે. તમારી મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઇ જશે. જે કામ તમારૂ અધૂરુ છે તે પૂર્ણ થઇ જશે. તમને ફાયદો પણ થઇ શકે છે. દિવસભર થાકનો અનુભવ રહેશે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

નોકરી અને બિઝનેસમાં લાભ થવાની સંભાવના છે. આજે તમારા માટે દિવસ સારો છે. વિશેષ લાભ અને ઉન્નતિ માટે તમારે આજે થોડો વધારે પ્રયત્ન કરવો પડી શકે છે. ભાગ્ય પણ તામારો સાથ આપશે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરો. લવ પાર્ટનર પર ખર્ચા વધુ થઇ શકે છે. લવર અથવા જીનવ સાથી પર ગુસ્સો ન કરો.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

બિઝનેસમાં ફાયદો થોડો ઓછો થશે. ટ્રાન્સફરનો યોગ બની રહ્યો છે. કોઇ નવું કામ શરૂ ન કરો. તમારા માટે દિવસ થોડો ટફ થઇ શકે છે. કાર્યક્ષેત્રની સ્થિતિઓ તમારૂ ધ્યાન ભટકાવી શકે છે. વિચારેલા કામ પૂર્ણ ન થવાથી તમારો મૂડ ખરાબ થઇ શકે છે. અવિવાહીત લોકોને પ્રેમ સંબંધોમાં તણાવ થઇ શકે છે. પાર્ટનરનો મૂડ ખરાબ રહેશે.

9/12

ધન રાશિ

ધન રાશિ

રોજિંદા કામ પૂર્ણ થવાનો યોગ છે. સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થઇ શકે છે. પૈસાની સ્થિતિ બદાલાઇ શકે છે. પરિવાર, સમાજમાં તમારૂ મહત્વ વધશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તમારા સંબંધ વધુ મજબૂત બનશે. પાર્ટનરની સાથે આજે સારો સંબંધ પસાર થશે. સ્વાસ્થ્યને લઇને ધ્યાન આપવું પડશે.

10/12

મકર રાશિ

મકર રાશિ

નવા સોદા આજે ના કરો તો સારૂ છે. પૈસા પણ અટવાઇ શકે છે. દિવસની શરૂઆત સારી રહેશે નહીં. પૈસાનો ખર્ચ થઇ શકે છે. પરિવારના લોકો તમને કોઇ મુશ્કેલી ભરી સ્થિતિમાં મુકી શકે છે. આજે તમારી પ્લાનિંગ ગુપ્ત રાખો. વાદ-વિવાદમાં ગૂંચવાઇ શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે. માથાનો અને પેટનો દુખાવો થઇ શકે છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

આર્થિક તંગી દૂર થશે. આવક અને ખર્ચા વધારે રહેશે. ઓફિસમાં અદિકારીઓથી સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સંપૂર્ણ તાકાતથી કામ પૂર્ણ કરી લેશો. અચાનક ધનલાભ થઇ શકે છે. સારા લોકોની સંગતથી ફાયદો થઇ શકે છે. સંતાનથી કોઇ સારા સમાચાર મળી શકે છે. આજે કોઇ કાર પરિણામના વિલંબમાં ધૈર્ય રાખશો તો ખુશ રહેશો.

12/12

મીન રાશિ

મીન રાશિ

બિઝનેસ ના વધારો તો સારૂ રહેશે. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંધી વસ્તુઓની ખરીદારી થઇ શકે છે. આજે તમે કોઇ નવું અને મોટું ડિસીઝન ના કરો સારૂ રહેશે. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં તમે ઘણી ચતૂરાઇથી કામ લેશો. લવ લાઇફના મામલે તમારા માટે દિવસ સારો છે. થાક અને ઊંધ ઓછી મળવાથી મુશ્કેલીઓ થઇ શકે છે.