Daily Horoscope 18 એપ્રિલ: વૃષભ, કુંભ રાશિના જાતકો આજે સાચવીને રહે....વાંચો તમારું રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. ભગવાન સૂર્યની ઉપાસનાથી તમારા જીવનનો દરેક અંધકાર દૂર થશે. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે તાંબાના વાસણમાં જળ રાખો. તેમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખો. ત્યારબાદ આ જળ સૂર્યદેવને ચડાવો. દુશ્મનોથી રક્ષા માટે રવિવારના વ્રતને સૌથી સારું ગણવામાં આવ્યું છે.

Apr 18, 2021, 06:45 AM IST
1/12

મેષ

મેષ

Daily Horoscope 18 april rashifal (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): મેષ: ગણેશજી કહે છે, ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. ધ્યાન રાખો કે ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક થઇ શકે છે. આજે સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે. માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને થોડી નવી સફળતાઓ પ્રાપ્ત થઇ શકે છે.  

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ગણેશજી કહે છે, પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. વધારે મસાલેદાર ભોજન ટાળો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા વ્યક્તિગત કારણોના લીધે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. 

3/12

મિથુન

મિથુન

મિથુન: ગણેશજી કહે છે, વ્યવસાયિક કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. લગ્નજીવન તથા પ્રેમ બંને સુખમય રહેશે.  

4/12

કર્ક

કર્ક

કર્ક: ગણેશજી કહે છે, સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં અટવાયેલાં કામ હવે ગતિ પકડશે.     

5/12

સિંહ

સિંહ

સિંહ: ગણેશજી કહે છે, આર્થિક રીતે ઉત્તમ દિવસ છે. તમારા કાર્યોને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. કોઇ નજીકના સંબંધીની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહેશે.  

6/12

કન્યા

કન્યા

કન્યા: ગણેશજી કહે છે, કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજા થશે. તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. સમય અનુકૂળ છે. કાર્યસ્થળમાં તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે. તમને તમારી અંદર માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે.  

7/12

તુલા

તુલા

તુલા: ગણેશજી કહે છે, આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. આજે નજીકના લોકો સાથે હળવા-મળવાનું થશે તથા સુખમય સમય પસાર થશે. ઉચ્ચાધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંબંધ જાળવી રાખવા તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે.  

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ સમય કરિયર અને કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ગંભીરતાપૂર્ણ લે. શારીરિક રૂપથી નબળાઇ અનુભવી શકો છો. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ રહી શકે છે.  

9/12

ધનુ

ધનુ

ધનુ: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે. તમારો અતિ આત્મવિશ્વાસ અને ઘમંડ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આજે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. તમે ચિંતા કર્યા વિના પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો.    

10/12

મકર

મકર

મકર: ગણેશજી કહે છે, તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. ઉધરસ, તાવ અને શરદી પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવશો તો સારું રહેશે. આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે.  

11/12

કુંભ

કુંભ

કુંભ: ગણેશજી કહે છે, વધારે કામના કારણે થાક રહી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ ગેરસમજ કે નુકસાન થઇ શકે છે. પબ્લિક ડીલિંગ, ગ્લેમર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. આજે દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાથી તમે ખૂબ જ વ્યસ્ત રહેશો.  

12/12

મીન

મીન

મીન: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે. સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો.