Daily Horoscope 2 February 2021: કઈ રાશિના જાતકોને આજે ધનલાભ...કોણે રહેવું પડશે સાવધાન, ખાસ વાંચો રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. 

Feb 2, 2021, 07:49 AM IST

Daily Horoscope 2 February 2021: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. 

1/12

મેષ

મેષ

મેષ. આર્થિક મામલે ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખદ બનશે. તમે સમાધાન અને વિનમ્રતાથી ગૂંચવાયેલા મામલા ઉકેલી શકશો. રૂટિન કામોથી ધનલાભ થઈ શકે છે. કરજ લેવાનું મન થઈ શકે છે. મોટી પરેશાનીઓ દૂર થશે. સંતાનનો સહયોગ મળશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે. સ્વાસ્થ્ય મામલે સાવધાન થવું પડશે. ભાગ્યાંક- 1. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. દિવસ સાવધાનીભર્યો રહેશે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે તમારા માટે પરેશાનીઓ ઊભી કરવાની કોશિશ કરશે તો સાવધાન રહો. તમારા મનમાં ઉથલપાથલ થઈ શકે છે. જૂની વાતોમાં ગૂંચવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય. કેટલાક ખાસ કામ અધૂરા રહી શકે છે.  કામમાં તમારું મન  લાગશે નહીં. બિઝનેસમાં નવા કરાર ન કરો તો સારું. સ્વાસ્થ્ય મામલે દિવસ ઠીક રહેશે. ભાગ્યાંક-9.

3/12

મિથુન

મિથુન

મિથુન. કેરિયરમાં આશાઓ અને સંભાવનાઓ રહેશે. જે વસ્તુ માટે તમે ઘણા સમયથી કોશિશ કરી રહ્યાં હતાં તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. અડચણો દૂર થઈ શકે છે. મોટાભાગે સફળ થશો. નાણાકીય મામલે તણાવ કે દબાણ ઓછો થઈ શકે છે. સ્થિતિમાં સુધાર થવાના યોગ છે. ભાઈ-બહેનની મદદ મળી શકે છે. કોઈ નીકટના સંબંધના કારણે ખુશ થશો. ભાગ્યાંક-7. 

4/12

કર્ક

કર્ક

કર્ક. નોકરી અને ધંધાંમાં અચાનક નિર્ણયો લેવા પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યુઝન વધી શકે છે. કોઈ અણધાર્યા નુકસાન માટે તૈયાર રહો. ફાલતુ ખર્ચા થવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ અને અસુવિધા થઈ શકે છે. કોઈ પરેશાનીવાળી સ્થિતિ હોય તો તમે સાવધાનીથી દૂર કરો. પરેશાન કરનારા લોકો આજે તમારી આસપાસ જ રહેશે. ઈચ્છા ન હોવા છતાં બેમોઢાની વાતો કરવી પડશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે. ભાગ્યાંક-1. 

5/12

સિંહ

સિંહ

સિંહ. તમારા કામ થસે અને તેનો ફાયદો મળી શકે છે. કેરિયરમાં જલદી સારી તકો મળશે. એકાગ્રતા વધશે. પૈસાની સમસ્યા પહેલા કરતા ઓછી થશે. સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વિચારેલા કામો પૂરા કરવાની કોશિશ કરશો. ભાગ્યાંક-9.

6/12

કન્યા

કન્યા

કન્યા. કોઈ જૂની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. મિત્ર કે પ્રેમીને તમે કોઈ વચન આપી શકો છો. પરિવાર સાથે વધુ સમય વિતાવવાની કોશિશ કરશો તો સારું રહેશે. અનેક લોકો તમારી અવગણના કરી શકે છે. આજે તમે કોઈની અલગ રીતે મદદ કરી શકો છો. જરૂર પડ્યે તમને શક્ય તમામ મદદ મળી શકે છે. ભાગ્યાંક-7. 

7/12

તુલા

તુલા

તુલા. ઓફિસમાં તમારા સૂચનો પર ગંભીરતાથી વિચારવામાં આવશે. નવા કામ ધંધા પર વિચાર કરવા માટે સારો દિવસ છે. કોન્ફિડન્સ વધશે. ધર પરિવારમાં કેટલીક રોમાંચક વાતો થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. સમય સાથે ગૂંચવાયેલા મામલા ઉકેલાઈ શકે છે. ભાગ્યાંક-1. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. નોકરી અને ધંધામાં તમારી સાથે સારી ઘટનાઓ ઘટવાના યોગ છે. જેનાથી ફાયદો થશે. નવા લોકો સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. ધનલાભના પણ યોગ છે. ધન અને  ભાવનાઓ બંને તમારા માટે ખાસ બની શકે છે. આજે થનારા ફેરફાર તમારા ફેવરમાં રહેશે. દરેક મામલે ખુલ્લા મને વિચાર કરો. ધનલાભના યોગ છે. આજે તમે કેટલાક પડકારોનો વ્યવહારિક ઉકેલ કાઢી શકો છો. ભાગ્યાંક-2.

9/12

ધનુ

ધનુ

ધનુ. દિવસ સારો હોઈ શકે છે. નોકરી કે ધંધામાં ઉન્નતિને લઈને સારો દિવસ બની શકે છે. કોઈ સમસ્યાનો સામનો કરતા હશો તો તેને ઉકેલવાની પૂરેપૂરી કોશિશ કરો. લોકોનો સાથ મળશે. જરૂરી મામલાઓ પર પાર્ટનરનો અભિપ્રાય લો. પિતા સાથે સંબંધ ઠીક રહી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાગ્યાંક-8.

10/12

મકર

મકર

મકર. અનેક પેન્ડિંગ કામને પૂરા કરવાની કોશિશ કરો. જેને સમય પણ આપવો પડશે અને ઉર્જા પણ વપરાશે. તક મળે તો થોડો સમય એકલા રહેવાની કોશિશ કરો. ઘર માટે સામાનની ખરીદી થઈ શકે છે. મુસાફરીના યોગ છે. મુસાફરીમાં પૈસા વપરાશે. નવા કામકાજની યોજના ઘડી શકો છો. ભાગ્યાંક-8.

11/12

કુંભ

કુંભ

કુંભ. ધીરે ધીરે ચાલી રહેલા કામમાં ઝડપ આવશે. આજે દિવસભર ફાયદા માટે કઈક ને કઈક કરતા રહેશો. તમારા પૈસાના રોકાણ માટે બે દિવસ પહેલા કોઈ યોજના બનાવી હતી તે મામલે આજે કોઈ નવું પગલું  ભરી શકો છો. જે તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રસન્ન રહેશો. તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે. આનંદથી દિવસ પસાર થશે. કોશિશ કરશો તો સફળ થશો. ભાગ્યાંક-6.

12/12

મીન

મીન

મીન. મોટાભાગના મામલે દિવસ સારો રહેશે. લાઈફમાં કઈક નવા ફેરફાર આવી શકે છે. જે કામ અત્યાર સુધી અટકી પડ્યું હતું તે અચાનક શરૂ થઈ શકે છે. આજે થનારી કેટલીક જરૂરી મુલાકાતો ફાયદાકારક નીવડી શકે છે. જેટલા લોકોને મળશો, વાતચીત થશે તેટલા સફળ થશો. કોઈ અનુભવી કે વડીલ વ્યક્તિ સલાહ આપી શકે છે. ભાગ્યાંક-4.