Daily Horoscope 20 January 2021: આજે ચોક્ક્સ બદલાશે તમારી કિસ્મત, બસ કરો આ મહાઉપાય

Daily Horoscope 20 January 2021: દૈનિક રાશિફળ (Daily Horoscope)માં તમામ રાશિઓના ભવિષ્યફળ બતાવવામાં આવ્યા છે. આ રાશિફળને વાંચીને તમે તમારી દૈનિક યોજનાઓ અને વધુ સફળ બનાવી શકશો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર, જાણો દૈનિક રાશિફળમાં આજનો દિવસ કેવો રહેશે. શું કહે છે તમારા ગ્રહો. 

કર્ક:

1/12
image

પરિવારમાં મનભેદ થશે અથવા જો થયો હોય તો આજે સુમેળ પણ થઈ શકે છે. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિથી લાભ થઈ શકે છે. આવકના સ્રોતમાં નવીનીકરણ થશે. પોઝિટિવ વિચારો સાથે આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે. 

મિથુન:

2/12
image

તમારી અને તમારા સાથી વચ્ચે કેટલીક સમસ્યાઓ વધી શકે છે. આજે કોઇને પણ પૈસા ઉધાર આપવાનું ટાળશો નહીતર તમારા પૈસા ફસાઇ શકે છે. પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી ઉકેલ કાઢી શકશો.

સિંહ:

3/12
image

ઓફિસમાં પોતાની જાત પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે. તમારા બોસ સાથે સારા સંબંધો અને કામના લીધે નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બિનજરૂરી બાબતો પર ધ્યાન આપવું નહી. 

કન્યા:

4/12
image

દામ્પત્ય જીવનમાં આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ થશે. સંતાન પ્રાપ્તિનો યોગ છે. અટવાયેલા જૂના કામો પાર પડી શકે છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બની શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારી સાથે હળીમળીને કામ કરવાથી ફાયદો થઇ શકે છે. 

તુલા:

5/12
image

આજનો દિવસ માટે ખુશીથી ભરેલો રહેશે. જૂના મિત્રને અચાનક મળવાનું થશે. જમીન મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. મોસાળ પક્ષ તરફ લાભ જણાય. જીવનમાં મધુરતા જળવાઇ રહેશે. પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. 

વૃશ્વિક:

6/12
image

પૈસા સંભાળીને રાખો. લેવડ દેવડ અને રોકાણ મામલે સમજી વિચારીને આગળ વધો. ફાલતુ ખર્ચાના યોગ. અજાણ્યા નુકસાન માટે તૈયાર રહો. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળશો. આખો દિવસ ચિંતામાં પસાર થશે. વાહન સાચવીને ચલાવવું. નોકરી અને ધંધામાં ઉતાવળ ન કરો. જોખમથી બચો. 

ધન:

7/12
image

તમારા માટે સમય સારો છે. અચાનક ધનલાભ થઇ શકે છે. પ્રેમ સંબંધમાં તમે આગળ વધશો. લગ્નનો યોગ છે. કૌટુંબિક સમસ્યાઓ દૂર થાય. માન-સન્માનમાં વધારો થાય. તમને તમારી પ્રતિભા બતાવવાનો મોકો મળશે. 

મકર:

8/12
image

ધાર્મિક મુસાફરી શક્ય છે. ભાગ્યનો સાથ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે. આપની ભાષા પ્રબુદ્ધ બને. ભાગ્ય બળવાન થઈ સાથ આપે. આપનો આત્મવિશ્વાસ વધે. આરોગ્યમાં સાવધાની રાખવી પડશે.

મેષ:

9/12
image

માનસિક પરેશાનીમાંથી મુક્તિ મળશે. તમારે કામમાં વધારે મહેનત કરવી પડશે.  વેપાર-ધંધામાં સામાન્ય ફાયદો જણાશે. આર્થિક તંગી દૂર થશે. મહિલા સાવચેતી રાખે નહીતર જૂના રોગ સક્રિય થઇ શકે છે. 

વૃષભ:

10/12
image

આજનો તમારો દિવસ સારો રહેશે. કામકાજમાં તમારું મન પરોવાશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. સહકર્મચારીઓ તરફથી મદદ મળી શકે છે. બિનજરૂરી વાદ-વિવાદમાં ઉતરવું નહી. પરિવાર સાથે બહાર જવાનો યોગ છે. 

કુંભ:

11/12
image

વધુ વિચારમાં સમય ન ગુમાવો. અચાનક તમારી તકલીફો પણ વધી શકે છે. રોમાન્સના સારા તક મળવાના યોગ છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. આજે તમે તમારી સાથે કામ કરનારાઓ પ્રતિ આકર્ષિત થઈ શકો છો. 

મીન:

12/12
image

તમારા કામ નસીબના મદદથી પૂરા થઈ શકે છે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવ પાર્ટનર પર તમારો ખર્ચ વધી શકે છે. સંતાન પાસેથી કોઈ સારા સમાચારા મળવાના યોગ છે. પ્રયાસો કરવાથી સમસ્યા દૂર થશે. આજના દિવસે ધીરજ રાખવાથી તમે ખુશ રહેશો.