Daily Horoscope 21 January 2021: આજે ગુરૂના હાથમાં હશે ન્યાય-દંડ, જાણો કેવો રહેશે આજનો દિવસ

Daily Horoscope 21 January 2021: દૈનિક રાશિફળ (Daily Horoscope)માં તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ બતાવવામાં આવ્યું છે. આજે ભગવાન બૃહસ્પતિનો દિવસ છે. આજે (Today's Rashifal) ગુરૂની ઉપાસના કરવાથી તમારા તમામ દુખ દૂર થશે. આજના દિવસે હળદરની ગાંઠ અને ચણાની દાળ વડે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરો. ગુરૂ બૃહસ્પતિની પૂજાથી ચોક્કસ તમારી કિસ્મત ચમકશે. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્ર પાસેથી જાણો 21 જાન્યુઆરીનું રાશિફળ. 
 

મિથુન

1/12

વધુ પડતી ચિંતા અને તણાવની ટેવ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. તમારા માટે દિવસ સારો છે. બિઝનેસ અને કામકાજ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે. કામ વિનાની દોડધામ દૂર થશે. જીવનસાથીની સહયોગ મળી શકે છે. આજે તમારી કોઇ ઇચ્છા પુરી થઇ જશે. અપરણિત લોકો માટે સારો દિવસ છે. લગ્નનો પ્રસ્તાવ મળવાના યોગ બની શકે છે. 

કર્ક

2/12

વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. બીમારીઓમાંથી મુક્તિ મળશે. નવા ચેલેન્જ સામે આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક તરફથી શુભ સમાચાર મળશે. લોકોનો સંપર્ક કરો. પ્રગતિનો સમય છે. દરેક પ્રકારના લાભ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વેપારીઓ માટે સમય સારો નથી. કોઇને ઉધાર પૈસા ન આપો કોઇ અગાઉનું ઉધાર તમને ટેન્શન આપી શકે છે.

સિંહ

3/12

પ્રેમી અને સંતાનને લઇ ઘણા પઝેસિવ થઇ શકો છો. કોઇ જૂના મિત્રને મળવાનો યોગ છે.  મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે. તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે અને મન પણ પ્રસન્ન રહેશે. નવી નોકરીની વાત પણ તમને ખબર પડી શકે છે. કામ સંબંધમાં મુસાફરી કરવાની શક્યતા છે. 

કન્યા

4/12

પારિવારિક સંબંધમાં મધુર રહેશે તમારી ઈમેજ સુધારવાની તક પણ તમને મળી શકે છે. વિચારેલા તમામ કામો થઈ શકે છે તમારા માટે દિવસ ઉત્સાહવર્ધક છે અને મનોરંજક પણ હોઈ શકે છે. તમારી આવક અને ખર્ચ એક સરખો જ રહેશે.

તુલા

5/12

તમારી જવાબાદારી પર સંપૂર્ણ ધ્યાન આપો પાર્ટનર સાથે સમય પસાર કરો. સ્વાસ્થ્ય મામલે સાવધાની જરૂરથી રાખો. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપો પારિવારિક સંબંધોમાં સુધારાનો યોગ બની રહ્યો છે.  પરિવાર અને સમાજના લોકો માટે ખુબ મદદગાર સાબિત થશો. મનની શંકા દૂર થશે. 

વૃશ્વિક

6/12

આજે તમને કંઈક નવા અનુભવ થશે. સમસ્યાઓ ઉકેલવાની પ્રયત્ન કરશો તો તેમાં ચોક્કસ સફળ પણ થશો. સ્પષ્ટ રીતે વાત રજુ કરો. કોઈને દિલની વાત કરવા માંગતા હોવ તો કરી નાખો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. 

ધન

7/12

આજે તમારા માટે મોટી સફળતાના યોગ છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. જરૂરી કામોની યોજના બની શકે છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. કૌટુંબિક સંબંધોમાં સુધાર થશે. સામાજિક ક્ષેત્રે સન્માન વધશે. પરણીત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં થોડી રાહત મળશે. 

મકર

8/12

તમારો દિવસ પરિવાર, ખાનગી જીવન અને પૈસાના મામલે પસાર થઇ શકે છે. તમારી જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનરને સમય આપો. આજે ના તમે કોઇ નિર્ણય લો, ના કોઇ નિષ્કર્ષ નીકાળો. દિવસ તમારા માટે સાવધાની ભર્યો રહશે. કેટલાક એવા મિત્રો મળશે જેમની સાથે ભવિષ્યની યોજના બનાવશો. ઓફિસમાં મદદ મળશે. 

મેષ

9/12

તમારી ઉંચી બૌદ્ધિક ક્ષમતાઓ તમારી નબળાઇ સામે લડવામાં મદદ કરશે. સકારાત્મક વિચારો દ્રારા સમસ્યાઓમાંથી ઉકેલ મેળવી શકશો. તમારા આત્મવિશ્વાસને કાબૂમાં રાખો. કોઇવાત પર થોડી બેચેની પણ થઇ શકે છે. નવા લોકો સાથે સારા સંબંધ રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો લાવવા માટે સફળ રહેશે. તમારા વિચારેલા કામ સમયસર પુરા થઇ જશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. 

વૃષભ

10/12

માનસિક શાંતિ માટે કોઇ દાન-પુણ્યના કામમાં સહભાગી બનો. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. દામ્પત્ય જીવનમાં થોડો ખટરાગ સર્જાશે, પરંતુ શાંતિ રાખશો તો નિવેડો આવી જશે. આથિક મામલે સુધારો થઇ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઇ શકે છે. આજે તમે તમારી વાણી પર સંયમ રાખી શકો છો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક હોઇ શકે છે. 

કુંભ

11/12

મહત્વપૂર્ણ મિટિંગ અને કામ કરવા માટે દિવસ શુભ છે. સમસ્યાઓ જલ્દી દૂર થઇ જશે. અચાનક કેટલીક સારી તક મળી શકે છે. પાર્ટનરથી સરપ્રાઇઝ મળવાનો યોગ છે. તમારુ સ્વાસ્થ્ય સારૂ રહેશે.  બચત અને રોકાણની યોજના બની શકે છે. સમજી વિચારને કરેલા કામો પૂરા કરવામાં વધુ મહેનત કરવી પડશે.

મીન

12/12

તમે થોડો ચંચળ રહેશો. માતાની ખુશી મળી શકે છે. સમયની સાથે બધું જ સારું થઇ જશે. ક્યારેક-ક્યારેક તમારે પ્રથમ પ્રયત્નની જરૂર હોય છે જેથી તમે જે ઇચ્છો તે પ્રાપ્ત કરી શકો. કારાત્મક રહેશો. જે પણ વાત મનમાં આવશે, તમે તેને હમણાં જ કહેવાનો પ્રયત્ન કરશો. શિક્ષા, બિઝનેસ, નોકરી અંગે મુસાફરી થશે. કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે વાત થશે.