રાશિફળ 20 ઓક્ટોબર: આ રાશિના જાતકોને ગોચર ગ્રહો કરાવશે ધનલાભ, જીવનસાથીની સલાહથી ફાયદો

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

નાણાકીય મામલાઓમાં સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહથી ફાયદો થશે. નાણાકીય યોજના બનાવશો. નોકરીમાં સારી ઓફર મળશે. કેટલાક મિત્રોને મળશો જેમની સાથે ભવિષ્યની યોજનાઓ ઘડી શકો છો. તમારી સલાહથી લોકોને ફાયદો થશે. 

વૃષભ

2/12
image

સારા પ્લાનિંગ અને સમજી વિચારીને કરેલા કામથી મોટો ફાયદો થશે. વિચારેલા કામો પૂરા થવાના યોગ છે. ખરીદી ફાયદાકારક બની શકે છે. યોજનાઓ બધાને પ્રભાવિત કરશે. ધનલાભના પ્રબળ યોગ છે. 

મિથુન

3/12
image

આજે તમે નવા પ્રયોગ કરશો. આત્મવિશ્વાસ વધશે. અંતરાત્માનો અવાજ સાંભળો. દરેક સંબંધમાં સહજતા બનશે. લોકો સાથે તાલમેલ રહેશે. રોમાન્સની તક મળશે. પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવા જશો. 

કર્ક

4/12
image

કોશિશ કરશો તો સારી સફળતા મળશે. થોડો સમય એકલા રહેશો તો સારું રહેશે. સહયોગ અને સમાધન કરવાના પાક્કા ઈરાદાથી જ ઘર બહાર જાઓ. ઓફિસમાં કોઈ મામલે સમાધાન કરવું પડી શકે છે. આવનારા દિવસો તમારી ફેવરમાં રહેશે. 

સિંહ

5/12
image

આજે કામ પૂરું કરવા માટે કોઈ પણ રીત અજમાવી શકો છો. બિઝી હોવા છતાં દિવસ સારો જશે. નાણાકીય મામલે સારો દિવસ. પરિવારમાં નાનાથી મદદ મળશે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધનલાભના યોગ, પદોન્નતિ અને સન્માન પણ મળશે. 

કન્યા

6/12
image

ઓફિસમાં સફળ જશો. કેરિયર સંબંધી મામલાનું સમાધાન મળશે. પ્રમોશન મળવાના યોગ છે. ભેટ મળશે. નવા મિત્રો સાથે મુલાકાત થશે. બિઝનેસમાં અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે. 

તુલા

7/12
image

પોતાના પર ભરોસો રાખીને મહેનત કરો. માહિતી ભેગી કરો. લોકોને મળો અને પ્રવાસ પણ કરો. જીવનના અનેક પહેલુઓ બદલાઈ શકે છે. નવો અનુભવ થશે. ખુલ્લા મન અને ઉત્સાહથી બધાની વાત સાંભળીને કામ કરો. જૂની વાતો ભૂલી જાઓ.   

વૃશ્ચિક

8/12
image

ઓફિસમાં વધારાની જવાબદારી મળશે. બીજાની વાત સાંભળો અને સકારાત્મક રહો. કેટલાક એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારા જીવન પર ઊંડો પ્રભાવ છોડશે. નાણાકીય મામલાની પતાવટ કરો.   

ધનુ

9/12
image

મોટાભાગની સમસ્યાઓનું સમાધાન થશે. કોઈ મોટુ રોકાણ કર્યું હશે તો ફાયદો થશે. રોકાણ મામલે લોકોને મળો અને વાત કરો. કોઈ તક ન જવા દો. નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાત થશે. જોબ કે બિઝનેસમાં ફેરફારનું મન થશે. 

મકર

10/12
image

ખુબ ધૈર્ય અને નિયમિતતાથી તમે જે મહેનત કરી હતી તેનું પરિણામ તમારા ફેવરમાં આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. વિચારેલા કામો પૂરા થશે. કામ કાજ માટે એકથી વધુ વિકલ્પ ઉપલબ્ધ થશે. ઓફિસમાં કોઈ નવી વસ્તુ શીખશો.

કુંભ

11/12
image

કેટલાક ફેરફારોની શરૂઆત આજથી થશે. રહસ્યપૂર્ણ મામલા તરફ તમે ઢળી શકો છો. સારો વ્યવહાર તમને સફળ બનાવશે અને લોકો પણ ખુશ થશે. કોઈ તરફ ખેંચાણ અનુભવશો. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જશો. ધારણા સકારાત્મક રાખો. 

મીન

12/12
image

સારી તકો મળી શકે છે. નવું પ્લાનિંગ અને તકને લઈને કોઈ મોટો નિર્ણય લેશો. નોકરીમાં નવું પદ  કે કામની ઓફર મળી શકે છે. ધનલાભ થશે. આવકના નવા સોર્સ મળશે. બીજાની વાતો પર ધ્યાન ન આપો. મુસાફરી કરવી પડે.