Daily Horoscope 21 February 2021: દુશ્મનો પર ફતેહ મેળવવા માટે આજે અચૂક અજમાવો આ ઉપાય, જાણો કેવો રહેશે દિવસ

આજે રવિવારે તમામ ગ્રહોના સ્વામી સૂર્યની ઉપાસના કરવી જોઈએ. 

Feb 21, 2021, 07:47 AM IST

નવી દિલ્હી: આજે રવિવારે તમામ ગ્રહોના સ્વામી સૂર્યની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે તમારા ઘરની જમણી બાજુ મદારનું ઝાડ વાવો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ સૂર્ય દેવની કૃપાથી તમારા દુશ્મન નુકસાન પહોંચાડવાનું તો દૂર તમને સ્પર્શી પણ શકશે નહીં. ભગવાન સૂર્ય પોતાના ભક્તોને દુશ્મનોથી બચાવે છે. આ ઉપરાંત ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- ધનલાભના યોગ છે. દુશ્મનો પર જીત મળી શકે છે. ઓફિસમાં મહેનત વધુ થશે. નોકરીમાં પ્રોગ્રેસ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. દિવસ સારો રહેશે. મોટાભાગના કેસમાં તમે નુકસાનથી બચશો. તમારા સાથી કે આસપાસના કેટલાક લોકો સાથે સંબંધોમાં સુધારો આવશે. મિત્રોની મદદ મળશે. સંતાનોથી સુખ અને આર્થિક મદદ મળવાના યોગ છે. વિવાહના પ્રસ્તાવ મળી શકે છે.   

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- તમારી વાત અને કામની અસર લોકો પર પડી શકે છે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ બેઠક સમારોહનો પ્રસ્તાવ મળી શકે છે. પરિવારજનોનો પૂરેપૂરો સહયોગ મળશે. દૂરના સ્થળના લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી થશે જેનો ફાયદો આવનારા સમયમાં થઈ શકે છે. તમે ઘરે આરામ કરી શકો છો. આજે તમે જૂના વિવાદ પતાવવાનું મન બનાવી શકો છો.  - તમારી વાત અને કામની અસર લોકો પર પડી શકે છે. લોકો તમારી વાત સાંભળશે. કોઈ બેઠક સમારોહનો પ્રસ્તાવ મળી શકે છે. પરિવારજનોનો પૂરેપૂરો સહયોગ મળશે. દૂરના સ્થળના લોકો સાથે વાતચીત થશે. આજે એવી મુસાફરી થશે જેનો ફાયદો આવનારા સમયમાં થઈ શકે છે. તમે ઘરે આરામ કરી શકો છો. આજે તમે જૂના વિવાદ પતાવવાનું મન બનાવી શકો છો. 

3/12

મિથુન

મિથુન

મિથુન- પૈસાની સ્થિતિમાં સુધાર થઈ શકે છે. આવક વધારવાની કેટલીક સારી તકો મળી શકે છે. જેનાથી તમે પોતે પણ ચોંકશો. હાલમાં જ કેટલાક નવા મિત્રો પણ બની શકે છે. તમે તમારી પસંદ અને મનમરજીના કામો માટે ઉત્સુક રહેશો. જે સ્થિતિનો સામનો કરી રહ્યા છો તેનાથી તમને ફાયદો થશે. જે ખાસ વાત છે તેને ગંભીરતાથી જ લો. આજે તમારી સોચ પોઝિટિવ રાખો. બધુ ઠીક થશે.   

4/12

કર્ક

કર્ક

કર્ક- તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારી કરિયર આગળ વધારવા પર કરશો. તમે થોડા મૂડી સંવેદનશીલ થઈ શકો છો. સામાજિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક પણ તમને મળી શકે છે. મિત્રો સાથે ખુબ સારો સમય પસાર થઈ શકે છે. આજે સુખદ ઘટનાઓ ઘટશે પરિવાર સાથે સમય પસાર  થશે. તમે જેને સમસ્યા સમજી રહ્યા છો તે થોડા સમય બાદ તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવનારી સાબિત થશે. 

5/12

સિંહ

સિંહ

સિંહ- સામાજિક દાયરામાં તમે ખુબ સક્રિય અને સફળ પણ હોઈ શકો છો. કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અનેક લોકો તમારો સાથ આપવા માટે તૈયાર રહેશે. મોટાભાગના મિત્રો તમારી સાથે છે અને સાથ નિભાવશે. કેટલાક મિત્રો ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. સમય સારો છે. આજે તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક પરેશાનીઓ પણ ખતમ થઈ શકે છે. નવી જવાબદારીઓ મળશે. 

6/12

કન્યા

કન્યા

કન્યા- તમારા માટે દિવસ સારો રહેશે. લેવડ દેવડ અને રોકાણોના મામલે નવું પ્લાનિંગ થશે. તમારી આસપાસ ચહેલપહેલ પણ રહેશે. તમારી એકાગ્રતા ચરમ પર રહેશે. એક સાથે અનેક કામ સંભાળવા પડી શકે છે. લોકોને મળવાનું કે પરિવાર સાથે જવાનો ક્યાંક કાર્યક્રમ બની શકે છે. કામ અને મહેનત બંને વધુ રહેશે. પરંતુ તમને સફળતા મળી શકે છે. 

7/12

તુલા

તુલા

તુલા- તમારા કામ અટકશે નહીં. કોઈ કામ એકવાર જ્યારે શરૂ થઈ જશે તો તમારો સંકોચ પણ દૂર થઈ જશે. કેટલાક લોકો તમારી પાસેથી વધુ અપેક્ષાઓ રાખી શકે છે. બીજાની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન આપવું પડશે. આજે સામે આવનારી તકો પર ધ્યાન આપો. તેનાથી પૈસાની સ્થિતિમાં સુધાર થઈ શકે છે. તુલા રાશિવાળા માટે સમય સારો છે. સાથેના લોકોની મદદ મળી શકે છે. સમયસર કામ પૂરા થશે.   

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- પદ, વેતન કે તમારા અધિકાર વધી શકે છે. કોઈ નવા સ્થળે જવાનો યોગ છે. નવી ચીન પણ તમે શીખી શકો છો. પ્રેમી સાથે સંબંધો અને નીકટના સંબંધો મામલે પ્રગતિ થશે. તમારા સંબંધ મજબૂત થઈ શકે છે. મગજમાં ઉથલપાથલ થઈ શકે છે. પરંતુ તેને ફાયદો થશે. જેટલું બને તેટલું પ્રેક્ટિકલ રહેજો. નોકરીમાં તમારા પ્રદર્શન પર ધ્યાન આપશો તો સારું રહેશે. પૈસા મામલે નાની મુસાફરી પણ કરવી પડી શકે છે. 

9/12

ધનુ

ધનુ

ધનુ- મહત્વપૂર્ણ લોકો સાથે તમારે સારો તાલમેળ રહેશે. સંબંધો સારા રહેશે. પૈસાની સ્થિતિને લઈને થોડા વિચાર કરી શકો છો. કેટલીક નવી જવાબદારીઓ પણ તમારી પાસે આવી શકે છે. જેને ખુશીથી સ્વીકારવી તમારા માટે સારું રહેશે. ગોચર કુંડળીમાં પાંચમો ચંદ્રમાં તમારી યોજનાઓ સફળ બનાવશે અને યશ અપાવશે. કેટલાક વણઉકેલ્યા સવાલો તમારી સામે આવી શકે છે.   

10/12

મકર

મકર

મકર- બિઝનેસ અને નોકરીમાં કઈક સારું થવાના સંકેત મળી શકે છે. કોઈ ખાસ મામલે પરિવાર સાથે વાતચીત થશે. ઓફિસના કામમાં કે તમારા કોઈ શોખના કારણે તમે વ્યસ્ત રહી શકો છો. કોઈ જરૂરી ભાગીદારીની દિશામાં પ્રગતિના યોગ છે. કેટલીક જવાબદારીઓ અને જરૂરી કામો પતાવવા પડશે. રોકાણ કરવા કે કોઈને આર્થિક મદદ કરતા પહેલા સલાહ જરૂર લેજો. નવું મકાન ખરીદવાનું મન બની શકે છે. ધાર્મિક મુસાફરીના યોગ છે. 

11/12

કુંભ

કુંભ

કુંભ- જૂના સંબંધોને મજબૂત કરવામાં સફળતા મળશે. કોઈ વધારાનું કામ હાથમાં લેતા પહેલા એ વાત પર જરૂર ધ્યાન આપો કે તમારે રોજની જવાબદારીઓ નિભાવવાની છે. બીજાની મદદ કરશો તો તેનાથી તમને ખુશી મળશે. ધનલાભ થઈ શકે છે. તમારા વિચારેલા કામ પૂરા થશે. તમને કેટલાક એવા અનુભવ થશે જે પહેલા ઓછા થયા હોય. પિતાની મદદ મળી શકે છે. ઓફિસ કે ફિલ્ડમાં તમને સાથીઓનો સહયોગ મળશે. 

12/12

મીન

મીન

મીન- તમારી લાઈફમાં કોઈ મોટો બદલાવ આવી શકે છે. પરેશાનીઓ ઓછી થશે. તમારા મનમાં જે પણ વાત ઘૂમી રહી છે તેના પર કોઈ બીજા સાથે વિચાર વિમર્શ કરશો તો ફાયદો થશે. તમારી પાસે સમય પણ વધુ રહેશે. મોટાભાગના મામલે સફળ થશો. ઘર પરિવારમાં તમારા માટે ખુબ કામ થઈ શકે છે. કોઈ નવી વાત, યોજના કે કામ માટે દિવસ સારો છે. કઈક નવું કરો તો તમારા માટે સારું રહેશે. પ્રેમના મામલે સફળતા મળી શકે છે.