Daily Horoscope 21 માર્ચ: કોનો દિવસ આજે ઉથલપાથલવાળો અને કોને થવાનો છે ધનલાભ!...ખાસ વાંચો રાશિફળ

 જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Daily Horoscope 21 March 2021 (By Astro Friend Chirag – Blessed Son of Astrologer Bejan Daruwalla): આજે 21 માર્ચ 2021 રવિવારનો દિવસ છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

મેષ: ગણેશજી કહે છે, ઘણા સમયથી તમે જેની રાહ જોતા હતા તે તક અચાનક તમારી સામે આવીને ઉભી રહેશે. તમારા સ્વભાવની નમ્રતા તમને અનેક કાર્યોમાં સફળ બનાવવાનું નિમિત્ત બનશે. આજે મિત્રો અને સ્વજનો સાથેના સંબંધો વધુ ખીલશે. ઘર કે મિલકતની બાબત મહત્વની બનશે. ખુલ્લા મને નવી આર્થિક અને નાણાકિય બાબતે કરેલા સોદાઓનું શ્રેષ્ઠ પરિણામ મળે. તમારી યોજનાઓનો સ્વિકાર થશે.

વૃષભ

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, હકારાત્મક અભિગમને કારણે માર્ગમાં આવતી મુશ્કેલીઓનો પ્રભાવ આપના માનસ પર નહિવત પડશે. આજે સ્વભાવમાં આત્મવિશ્વાસ ભરપુર હોવાના કારણે આપનાં દરેક કાર્યમાં રહેલી ઊર્જાશક્તિનો લોકોને પરિચય મળશે. કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે. આજે વ્યવસાયમાં અને અંગત જીવનમાં સાચી દિશા શોધવા પ્રેરાશો.

મિથુન

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, આ સમય તમને પારિવારિક અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવામાં સફળ બનાવશે. તમે પ્રકૃતિની સુંદરતાને વધારવા માટે વૃક્ષારોપણને મહત્વ આપી શકો છો. દેશની સેવામાં તત્પર લોકોને આ સમયે કેટલીક જરૂરી મુસાફરી કરવી પડે. વ્યવસાયમાં વધારો કરવામાં સફળ રહેશો. ટેક્સ અને વિમા સાથે જોડાયેલા વિષયો ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

કર્ક

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, મહત્વની વાત એ છે કે આપ એવુ વલણ અને મૂલ્ય પદ્ધતિ વિકસાવશો જે આપની સફળતામાં વધારો કરશે. ભૂતકાળમાં ખરાબ રીતે પછડાટ ખાધા બાદ આ તબક્કામાં આપ કાર્ય ક્ષેત્રમાં પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરી શકશો. લોકો સાથેના તમારા સંપર્કોનો તમે મહત્તમ ઉપયોગ કરશો અને તેનું ફળ પણ સારું મેળવશો. અધિકારી સાથે સૈદ્ધાંતિક બાબતોમાં મતભેદ થઇ શકે છે.

સિંહ

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, આપના બાળકો પણ આપની પ્રતિષ્ઠામાં વધારો કરશે. આપ વાતચીતમાં ઘણાં પ્રતિભાશાળી છો. તમારી વાકચાતુરી તમે ઘણી મુશ્કેલીઓમાંથી ઉગરવામાં સહાયરુપ નિવડે. આપના નાણાંનું મૂડીરોકાણ થઈ શકે છે. તમારા નિખાલસ સ્વભાવથી લોકો તમારી સાથે સંપર્કો બનાવવા ઉતાવળા થઇ શકે છે. કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે, અને આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે. તમારામાં વ્યવસાયિક અભિગમ વધુ મજબુત થાય.

કન્યા

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, મિત્ર- સંબંધીઓ તમારા કાર્યમાં સાથ આપશે. આજે આરોગ્ય અને ઉત્સાહ જળવાઈ રહે. તમારા વ્યવસાયિક ક્ષેત્રની મુશ્કેલીઓ ઓછી થાય તેમજ આપના સન્માનમાં વધારો થાય. કાર્યોને પુર્ણ કરવા માટે તમારામાં જરૂર જોશ અને ઉત્સાહમાં વધારો થશે. કાર્યોની જવાબદારીઓમાં વધારો થતા તમે આરામ ઓછો અને થાક વધુ અનુભવશો.

તુલા

7/12
image

તુલા: ગણેશજી કહે છે, કેટલાક નવીન વિચારો વડે તમે પ્રેમજીવનમાં નવો પ્રાણ ફૂંકવાની કોશિષ કરશો. આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃધ્ધજનો, અબોલ પશુઓ અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો અને તેમને મદદ કરશો. તમને ઇન્ટરનેટના માધ્યમથી તમારી કેટલીક અત્યંત મહત્વની અપેક્ષાઓ પુર્ણ થવા સંભવ છે. સમસ્યાઓને લઈને ચિંતિત રહેવાના બદલે તમારા મગજને સમસ્યાઓના સમાધાન શોધવામાં લગાડો.

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, પ્રેમીજન તમારાથી અભિભૂત રહેશે. ગણેશજીની કૃપાથી આપને ધન લાભ થઇ શકે છે. પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે અમલમાં આવશે. આ સમયગાળા દરમ્યાન આપનું મનોબળ અને સંબંધો નવા ઉંચાઈએ પહોંચશે. ગણેશજી તમારા અહમને અંકુશમાં રાખવાની સલાહ આપે છે અને માત્ર તમારી પોતાની જ વાત કરવાને બદલે બીજાની વાત સાંભળવાનું રાખશો તો તેમાં તમને ઝડપથી સફળ થશો. આપ સફળતા અને લોકપ્રિયતાના શિખરે બિરાજશો.  

ધનુ

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, આજે વ્યાવસાયિક કે વ્યક્તિગત ક્ષેત્રે નવા સંબંધો નજીકના ભવિષ્ય બંધાય તેવી પૂરી સંભાવના છે. બેરોજગારો હોય તેમને સારી રોજગારીની તક મળવાની સંભાવના છે. તમારા નિર્ણયો આર્થિક સદ્ધરતા અપાવે. આપની અંદર નવું ચેતન અને તાજગી આવશે. વ્યવસાય અને પારિવારિક સમસ્યાઓ આવતી રહેશે તેમ છતા તમારી મહેનતનું ફળ પ્રાપ્ત જરૂર થશે.

મકર

10/12
image

મકર: ગણેશજી કહે છે, આજે તમારા વિચોરોને પોઝિટિવ કાર્યો તરફ લગાવો. કોઇ ધાર્મિક સ્થળે જવાથી માનસિક શાંતિ મળશે. આજે થોડી મુશ્કેલીઓ આવવા છતાંય તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર જળવાયેલો રહેશે. પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે. તમારા કાર્યોને સંપન્ન કરવામાં સક્ષમ પણ રહેશો.  

કુંભ

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, આજે યવસાયિક ગતિવિધિઓ સુદઢ ચાલતી રહેશે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. કોઇ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. આ સમયે કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા ભાગ્યોદયને લગતાં દ્વાર ખોલી શકે છે. યુવાઓની કોઇ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે.  

મીન

12/12
image

મીન: ગણેશજી કહે છે, આજે આજે બાળકોની કોઇ સમસ્યાને લઇને પરિવારમાં તણાવ ઊભો થઇ શકે છે. આર્થિક મામલે વધારે ધ્યાન આપો. આ સમયે લાભને લગતી ગ્રહ સ્થિતિ બની રહી છે. બહારની વ્યક્તિઓને તમારા વ્યક્તિગત જીવનમાં દખલ ન થવા દેશો. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે સફળતા પ્રાપ્ત કરી લેશો.