Daily Horoscope 22 January 2021: આજના રાશિફળમાં જાણો રાહુ-કેતુની ખરાબ મહાદશાનો ઉપાય

Daily Horoscope 22 January 2021: શું તમે રાહુની મહાદશાથી પરેશાન છો? શું  કેતુની સ્થિતિ તમારી રાશિને અનુકૂળ નથી? તો જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર રાહુ-કેતુના કુપ્રભાવથી બચવા માટે તમારી રાશિના અનુસાર મહાઉપાય જાણો. આ ઉપરાંત આજના રાશિફળ (Rashifal) માં જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે... 

મિથુન

1/12

સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાઈ શકો છો. પૈસા ખર્ચ કરવામાં ખુબ ચતુરાઈથી કામ લેશો. લવલાઈફ માટે સારો દિવસ છે. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. ધનલાભના યોગ છે.  પ્રેમ પ્રસંગ માટે દિવસ અનુકુળ છે. ઘરમાં વડીલ મિત્રોની તબિયત પણ ચિંતાજનક હશે.

કર્ક

2/12

મોટા નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. યથાર્થવાદી વલણ અપનાવો અને જે તમારી તરફ મદદનો હાથ લંબાવે તેમની પાસેથી કોઈ ચમત્કારની આશા ન રાખો. આજે જ્યારે તમે તમારી સ્વપ્નની રાજકુમારીને મળો ત્યારે તમારી આંખો ચમકવા લાગશે અને ધબકારા તીવ્ર બનશે. ભાગીદારીમાં કરવામાં આવેલ કાર્ય આખરે ફાયદાકારક સાબિત થશે, પરંતુ તમારે તમારા ભાગીદારોના ઘણા વિરોધનો સામનો કરવો પડી શકે છે. આજે મગજનું ઘણું કામ શક્ય છે. તમારામાંથી કેટલાક ચેસ રમી શકે છે,  આ દિવસ તમારી સામાન્ય વિવાહિત જીવનથી કંઇક અલગ જ હશે.

સિંહ

3/12

આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો દિવસ છે. પૈસાના મામલે સાવધાની રાખવી પડશે. ઓફિસ કે વર્કપ્લેસ પર તણાવની સ્થિતિ થઈ શકે છે. ભૌતિક સાધન તથા વસ્ત્ર વગેરેની ખરીદી થશે. નાના બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો.

કન્યા

4/12

વિવાહ સંબંધિત ચર્ચા થઈ શકે છે. કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે તમારે લાંબી વાત થશે.  નાણાકીય સ્થિતિની ચિંતા કરો. ફાલતુ ખર્ચા થઈ શકે છે. કોઈ સારા મિત્ર સાથે મુલાકાતના યોગ છે.  વિશેષ લાભ તથા ઉન્નતિ માટે આજે વધુ કોશિશ કરવી પડશે. સફળ પણ થશો. કરેલા કામો ભાગ્યના સાથથી પૂરા થશે. 

તુલા

5/12

આ૫નો આજનો દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે વિચારી રહ્યા તો જરાય ઉતાવળ કરશો નહી. અધૂરા કામ પણ પૂરા થશે. મોટા લોકો તરફથી સહયોગ મળશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍  પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય.

વૃશ્ચિક

6/12

આજે તમે તમારી ભાવનાઓ, અને ટેન્શનને સારી રીતે શેર કરી શકશો. આજે આ૫નો દિવસ આનંદથી ૫સાર થાય. આજે આ૫ વધારે ૫ડતા કલ્‍૫નાશીલ બનશો. જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. મૌલિક સાહિત્‍ય સર્જન કે કાવ્‍ય લખવાની પ્રેરણા થાય. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.

ધન

7/12

વિવાહ સંબંધિત ચર્ચા થઈ શકે છે. કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે તમારે લાંબી વાત થશે. પરિવારમાં સુખશાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરારો અને સંધિ થવાની શક્યતા છે. સામાજિક  કામોમાં સન્માન મળશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે.

મકર

8/12

અચાનક ફાયદો થશે. ધનલાભના યોગ છે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત મુસાફરી થઈ શકે છે. મુસાફરી દરમિયાન અનેક નવી વાતો તમને જાણવા મળી શકે છે. યોગ્ય અને અનુભવી મિત્રોની સલાહ જરૂર લેવી. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો. 

મેષ

9/12

નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા છે. દિવસ સારો રહેશે. નવા લોકો સાથે મુલાકાત થવાથી તમને કેટલાક ફાયદા થઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો, શેર ન કરો. આજે આ૫ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે.

વૃષભ

10/12

દિવસની શરૂઆત સારી નહીં રહે. નવી ડીલ આજે ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે.  રોજબરોજના કેટલાક કામો પૂરા થઈ શકે છે. પાર્ટનરનો સહયોગ મળી શકે છે. કેટલાક મામલે લોકોની મદદ નહીં મળી શકે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે.

કુંભ

11/12

નવા લોકો સાથે મુલાકાત થવાથી તમને કેટલાક ફાયદા થઈ શકે છે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત મુસાફરી થઈ શકે છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. બિનજરૂરી ખર્ચ ૫ર લગામ રાખવી. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું.

મીન

12/12

તમારા કામકાજ  અંગે ગંભીરતાથી વિચાર કરો. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે. રોજબરોજના કેટલાક કામો પૂરા થઈ શકે છે. પાર્ટનરનો સહયોગ મળી શકે છે. આજે આ૫ના માટે કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ અને સફળતા મળે.