close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 22 મે: આ રાશિના જાતકો માટે શુભ છે બુધવાર, બપ્પાની રહેશે કૃપા, થશે ધન લાભ

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

કેતન પંચાલ | May 22, 2019, 08:37 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં...

1/12

મેષ રાશિ

મેષ રાશિ

નવી ઓફિસ અથવા દુકાન ખરીદવાનું મન બનાવી શકો છો. વ્યાપાર માટે યાત્રા થશે. પ્રોપર્ટી ખરીદવા માટે પ્લાનિંગ થઇ શકે છે. નોકરીયાત અથવા બિઝનેસ કરતા લોકો આગળ વધાવા માટે અનુભવીની સલાહ લે તો સારૂ છે. કામકાજમાં સુધારો આવશે. જીવનસાથી અથવા લવર તમને કોઇ ભેટ આપી શકે છે. તમારો પ્રેમ સંબંધ પણ મજબૂત થશે. તમે કોઇ કિસ્સામાં ભાવુક ના થાઓ.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

આજે તમે આળસ અને થાક અનુભવી શકો છો. વિપરીત લિંગના કેટલાક લોકો સાથે વિવાદ થઇ શકે છે. મતભેદનો પણ યોગ છે. કામને લઇને કોઇ પ્રકારનો ડર મનમાં ના રાખો. આજે તમે જૂના કામનું ફોલોઅપ જરૂરથી લો. તમારૂ પ્રેઝન્ટેશન અથવા પ્લાન એકવાર જરૂરથી ચેક કરી લો. કોઇ ખાસ વ્યક્તિ વિશે નવી વાત જાણવા મળી શકે છે. જરૂરીયાત અનુસાર પૈસાની વ્યવસ્થા થઇ શકે છે. વિવાહિત લોકો માટે દિવસ સારો છે. 

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

બિઝનેસમાં મિત્રોની મદદ મળી શકે છે. રોજિંદા કામ માટે દિવસ સારો છે. તમારા વ્યવસાયમાં સંપૂર્ણ રીતે સફળ થઇ શકો છો. અધૂરા કામ પૂર્ણ કરી શકો છો. જૂની વસ્તુમાં સુધારો અથવા ફેરફાર થવાની સંભાવના છે. સંપત્તિના કામમાં રૂચિ વધવાનો યોગ છે. ફાયદો થઇ શકે છે. અવિવાહિત પ્રેમિઓ માટે દિવસ સારો હોઇ શકે છે. જૂની વાતોને ભૂલવી પડશે તો બધુ સારૂ થઇ જશે. નાની નાની વાત પર ગુસ્સો કરી તમારું થયેલું કામ બગાડી પણ શકો છો.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

રોજિંદા કામમાં મન નહીં લાગે. મનમાં આવતી કેટલીક વાતો તમને દુ:ખી કરી શકે છે. ભાવનાઓ અને ગુસ્સા પર કંટ્રોલ કરો. તમે વધારે ઉત્સાહ અને ઉતાવડમાં કોઇ કામ બગાડી પણ શકો છો. ઓફિસમાં તમારે વધારે મહેનત કરવી પડી શકે છે. ભોજનના મામલે તમે થોડા બેદરકાર થઇ શકો છો. આગળ વધવા માટે સતત પ્રયત્ન કરતા રહો. કોઇ કામને પૂર્ણ કરવા જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો. પ્રેમિઓ માટે દિવસ સારો છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

ઓફિસમાં ખોટા વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. અધિકારી તમારીથી ખુશ થઇ શકે છે. સાથે કામ કરનાર લોકોથી સહયોગ મળી શકે છે. પૈસાથી સંબંધિત કોઇ વાયદો અથવા મોટો પ્લાન બનાવી શકો છો. કામકાજ અથવા બિઝનેસને લઇને યાત્રાનો કાર્યક્રમ બનાવી શકો છો. બિઝનેસમાં ફાયદાકારક સોદા થવાની સંભાવના છે. મહત્વપૂર્ણ કામો પર ધ્યાન આપો. વિચારેલા કામ પૂર્ણ થઇ શકે છે. નવા પ્લાન બની શકે છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

નોકરીમાં ન કામના કામમાં તમે મૂંઝવાઇ શકો છો. સારા પરિણામ માટે જરૂરીયાત કરતા વધારે મહેનત કરવી પડશે. નોકરી બદલવાનો મૂડ છે તો સંભાળીને રહો. આજે એવો પ્રયત્ન ના કરો. નાના-મોટા વિવાદથી મૂડ ખરાબ થવાનો યોગ છે. તમારા મનની વાત કોઇને શેર ના કરો. જરૂરી કામો પર ધ્યાન આપો. લગ્ન જીવન શુભ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતાનો યોગ છે. સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખો.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

બિઝનેસમાં ફાયદાનો યોગ છે. કાર્યસ્થળ પર વાતાવરણ પણ તમારી ફેવરમાં હોઇ શકે છે. વધારે મહેનત કરવી પડી શકે છે. બીજાની જેટલી મદદ કરશો, એટલા તમે ફાયદામાં રહેશો. નવી યોજનાઓ બની શકે છે. કામકાજમાં સુધારો થવાનો યોગ છે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. લવર તમારી કોઇ વાતથી દુ:ખી થઇ શકે છે. પરિણીત લોકો જીવનસાથી પાસેથી મદદ મળી શકે છે સ્વાસ્થ્યના મામલે બેદરકારી ના કરો.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

મહેનત વધારે કરવી પડશે. કામકાજનું ટેન્શન પણ વધી શકે છે. પ્રેમ વ્યક્ત કરવામાં સંકોચ ના કરો. વાહન ચલાવતી વખતે સાવધાની જરૂરી છે. નોકરી અને બિઝનેસના મામલે તણાવ અને ખોટા ખર્ચાનો યોગ છે. ઓફિસમાં કેટલાક લોકો તમારા કામને નોટિસ કરશે. કરિયર વિશે ગંભીરતાથી વિચારો. તમારા કામકાજમાં ફેરફાર થઇ શકે છે. નવા કામનું પ્લાનિંગ તમારા મગજમાં ચાલતું રહેશે. પાર્ટનર તમારી ભાવનાઓનું સન્માન કરશે.

9/12

ધન રાશિ

ધન રાશિ

દિવસભર વ્યસ્ત રહેશો. અધિકારી તમારી વાતને મહત્વ આપશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. વધારે મહેનત કરવાથી સફળતા મળી શકે છે. અટવાયેલા પૈસા મળી શકે છે. બિઝનેસમાં સારો ચાલશે. આવક વધવાનો યોગ છે. આજે મહત્વપૂર્ણ લોકોથી કોન્ટેક્ટ બની શકે છે. તમારી કાર્યક્ષમતા વધી શકે છે. પતિ-પત્નીની લાઇફ સારી થઇ શકે છે.

10/12

મકર રાશિ

મકર રાશિ

આજે તમારો વ્યાપાર વધી શકે છે. જૂનિયર પણ તમારી મદદ કરશે. કોઇ ટેન્શન પણ આજે દૂર થઇ શકે છે. સમજદારીથી કામ લો. મકાનની સમસ્યા ઉકેલાઇ શકે છે. બિઝનેસમાં કોઇ ફાયદાકારક એગ્રીમેન્ટ થવાનો યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધારો કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરોશો. કોઇ પાર્ટટાઇમ કામ પણ શરૂ કરી શકો છો. વ્યસ્તતાને કારણે થાક અનુભવી શકો છો.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

સમય તમારી ફેવરમાં રહેશે. બિઝનેસમાં પ્રગતિનો યોગ છે. નોકરીના ઇન્ટરવ્યૂ તમારી ફેવરમાં થવાની સંભાવના છે. જોબ અથવા બિઝનેસમાં આગળ વધવાની સારી ઓફર મળી શકે છે. અધિકારીઓથી સંબંધ સુધરશે. નોકરી-ધંધામાં ફાયદાકારક એગ્રીમેન્ટ થઇ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમારાથી કેટલાક લોકો ઇમ્પ્રેસ પણ થઇ શકે છે.

12/12

મીન રાશિ

મીન રાશિ

બિઝનેસમાં ફાયદો થોડો ઓછો થશે. ટ્રાન્સફરની સ્થિતિ બની શકે છે અથવા એવા કોઇ સમાચાર મળી શકે છે. નોકરી અને કારોબારમાં પૈસાના મામલે ફસાઇ શકો છો. ટેન્શન બન્યું રહેશે. કોઇ ખાસ કામ પૂર્ણ કરવાનું પણ ભૂલી શકો છો. જુના મિત્રો અચાનક સામે આવી શકે છે અને તેમની મદદ મળી શકે છે. જ્યાં જરૂરીયાત લાગે, ત્યાં સમાધાન કરવા તૈયાર રહો.