Daily Horoscope 23 માર્ચ: આ રાશિના જાતકોના ગ્રહો સંપૂર્ણ રીતે તેમના પક્ષમાં, ભાગ્યનો પટારો ખુલશે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 23, 2021, 07:27 AM IST

Daily Horoscope 23 March 2021 (By Astro Friend Chirag – Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ: ગણેશજી કહે છે, ઘણાં સમય પછી પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યક્રમ બનવાથી બધા લોકો ખુશ રહેશે. જેનાથી આખો દિવસ સારો પસાર થશે. જરૂરી ખર્ચને પ્રાથમિકતા આપો, ખોટા ખર્ચથી દૂર રહો. કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારી વિશેષ ભૂમિકા રહી શકે છે. આજે કોઇ જગ્યાએથી સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે.  

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ગણેશજી કહે છે, તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને જાળવી રાખો. ભાવનાત્મક રૂપથી આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. પારિવારિક મતભેદ આજે એકબીજાની ચર્ચા-વિચારણાંથી ઉકેલાઇ શકે છે. જો કાર્ય ક્ષેત્રમાં થોડું પરિવર્તન લાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય યોગ્ય છે. માત્ર ધૈર્ય તથા એકબીજા ઉપર વિશ્વાસ જાળવી રાખવાની જરૂરિયાત છે. થોડો સમય ધાર્મિક સ્થળ કે કોઇ એકાંત વાતાવરણમં પસાર કરો. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ પ્રાપ્ત થશે.

3/12

મિથુન

મિથુન

મિથુન: ગણેશજી કહે છે, અન્ય લોકોના કારણે તમારે થોડી આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે. ભાગ્ય તમારા કાર્યોમાં તમને સાથ આપશે. આજે કામ વધારે રહેશે, પરંતુ સફળતા પણ પ્રાપ્ત થશે. દિવસભર કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો નહિ. સમાજ સેવી સંસ્થાને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. યુવા વર્ગને તેમની મહેનત પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત થશે.

4/12

કર્ક

કર્ક

કર્ક: ગણેશજી કહે છે, બાળકો તરફથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન થશે. વર્તમાન સમય સન્માન સૂચક છે. તમારા કાર્યોના વખાણ થશે તથા તમારી લોકપ્રિયતાનો ગ્રાફ પણ વધશે. વ્યવસાયમાં થોડા ઠોસ નિર્ણય લેવા પોઝિટિવ રહેશે. આ સમયે પોઝિટિવ પ્રવૃત્તિના લોકોના સાનિધ્યમાં થોડો સમય પસાર કરો. ભવિષ્યની યોજનાઓને લઇને છેલ્લી નીતિઓ ઉપર જ કામ કરવું યોગ્ય રહેશે.

5/12

સિંહ

સિંહ

સિંહ: ગણેશજી કહે છે, ઉતાવળમાં કોઇપણ નિર્ણય ન લેશો. વ્યવસાયિક સ્થિતિ અનુકૂળ રહેશે. જીવનની ગાડી ફરીથી પાટા ઉપર આવી જશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવથી આજે રાહત મળશે. કામ વધારે રહેવાના કારણે પરિવારને સમય આપી શકશો નહીં. આર્થિક મામલે યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

6/12

કન્યા

કન્યા

કન્યા: ગણેશજી કહે છે, પારિવારિક સભ્યોમાં એકબીજાનો સહયોગ અને સમર્પણ જળવાયેલું રહેશે. વધારે વ્યસ્તતા હોવા છતાં પણ તમે તમારા પરિવાર અને સગા સંબંધીઓ માટે સમય કાઢી શકશો. આજે તમારે તમારી કાર્યકુશળતા દ્વારા આશાથી વધારે લાભ પ્રાપ્ત થશે. વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે. આજે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં.

7/12

તુલા

તુલા

તુલા: ગણેશજી કહે છે, થોડી વ્યવસાયિક યોજનાઓ હાલ અટવાયેલી રહેશે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.અચાનક જ તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી મનમાં સંતોષ રહેશે. આ સમય ભાવુકતાની જગ્યાએ પોતાની બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરો. સાથે જ અનુભવી અને જવાબદાર લોકોનું માર્ગદર્શન પણ મળશે. લગ્નજીવન સુખદ રહેશે.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક: ગણેશજી કહે છે, પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ ઊભો થઇ શકે છે. આજે વ્યક્તિગત તથા પારિવારિક કાર્યોમાં દિવસભર વ્યસ્તતા રહેશે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો. વ્યવસાયમાં સ્થિરતા જળવાયેલી રહેશે તથા કોઇ અધિકારી સાથે મન પ્રમાણે મદદ પણ પ્રાપ્ત થશે. કોઇ ઉત્તમ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે.

9/12

ધનુ

ધનુ

ધનુ: ગણેશજી કહે છે, આજે વ્યવસાયિક મામલે બધા નિર્ણય જાતે જ લો. છેલ્લાં થોડા દિવસથી આ કાર્ય પ્રત્યે તમે કઠોર મહેનત કરી રહ્યા હતાં, આજે તેના શુભ ફળની પ્રાપ્તિ આશા કરતાં વધારે રહી શકે છે. પેટને લગતી તકલીફ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

10/12

મકર

મકર

મકર: ગણેશજી કહે છે, આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને નવા કાર્યો કરવા માટે પ્રેરિત કરશે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ કે કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે. આજે કોઇ પરિજન સાથે મુલાકાત તમારા સંબંધોને વધારે મજબૂત કરશે. પ્રેમ સંબંધમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે. તમે તમારા સંતુલિત વ્યવહારના કારણે બધાનું મન મોહી લેશો. આળસ અને વધારે આરામ કરવાની ઇચ્છા તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

11/12

કુંભ

કુંભ

કુંભ: ગણેશજી કહે છે, આજે ગ્રહ સ્થિતિ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. લાભ થવાના નવા સ્ત્રોત બનશે. જીવન પ્રત્યે પોઝિટિવ વ્યવહાર તમારા વિશ્વાસ અને આત્મબળને વધારશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. દિવસની શરૂઆત તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પહેલાં પૂર્ણ કરવામાં કરો. અચાનક જ થોડા એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે.

12/12

મીન

મીન

મીન: ગણેશજી કહે છે, પારિવારિક વાતાવરણ સારું રહેશે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ રસ રહેશે. અનેક અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. જો કોઇ વારસાગત સંપત્તિનો મામલો ચાલી રહ્યો છે, તો આજે તેનો ઉકેલ લાવી શકાશે. આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રહેશે. વ્યવસાયમાં જો કોઇ નવું કામ શરૂ કરવાની યોજના બની રહી છે તો આજે તે કાર્યોને શરૂ કરવાનો યોગ્ય સમય છે.