Daily Horoscope 24 માર્ચ: આ 4 રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, પણ આ રાશિવાળા આજે રહે સતર્ક

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 24, 2021, 07:16 AM IST

Daily Horoscope 24 March 2021 (By Astro Friend Chirag – Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ: ગણેશજી કહે છે, પારિવારિક જીવન સુખમય રહેશે. ઘરની સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ પરિવાર સાથે સમય પસાર કરશો. થોડા નવા સંપર્ક સ્થાપિત કરશો. કામનું દબાણ જળવાયેલું રહેશે. પરંતુ તમે ગંભીરતા અને હિંમત દ્વારા તેને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. કેમ કે, ક્યાંકથી અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે.

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: ગણેશજી કહે છે, પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરશો. આજે કોઇ મહત્ત્વપૂર્ણ લાભદાયક સૂચના મળી શકે છે. લગ્નજીવન મધુર રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલોની સલાહ લો.

3/12

મિથુન

મિથુન

મિથુન: ગણેશજી કહે છે, તમારી આસપાસના વાતાવરણને વધારે સુખમય બનાવશો. કોઇ અટવાયેલું કામ હવે પૂર્ણ થઇ શકે છે. ઘરમાં નાની વાતને લઇને કોઇ વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારા ભાગ્યને વધારે મજબૂત કરશે. કાર્યક્ષેત્રમાં દરેક કામને સાદગી અને ગંભીરતાથી લો. સિઝનલ બીમારી થઇ શકે છે.  

4/12

કર્ક

કર્ક

કર્ક: ગણેશજી કહે છે, અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી બચવું. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવવું તમને શુભ પરિણામ આપશે. કોઇ વિશિષ્ટ કાર્ય પ્રત્યે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત આજે સફળ થશે. સમાજમાં પણ તમારા યોગદાન અને કામના વખાણ થશે. કાર્યક્ષેત્રમાં મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઇ શકે છે.

5/12

સિંહ

સિંહ

સિંહ: ગણેશજી કહે છે, જરૂરિયાતમંદ તથા વડીલોની સેવા અને દેખરેખને લગતી સંસ્થામાં તમારો સહયોગ રહેશે. આજે દિવસ ખૂબ જ પોજિટિવ પસાર થશે. ખર્ચ સાથે આવકની સ્થિતિ પણ ઊભી થઇ શકે છે. પરિવારમાં કોઇ લગ્ન લાયક વ્યક્તિ માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. જો કોઇ યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તેને ટાળી દો.

6/12

કન્યા

કન્યા

કન્યા: ગણેશજી કહે છે, જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ તમારા મનોબળને વધારશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે. આજે કોઇ કામ અચાનક જ બની શકે છે. જેનાથી તમે વિજય પ્રાપ્ત કરવા જેવું સુખ અનુભવ કરશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.

7/12

તુલા

તુલા

તુલા: ગણેશજી કહે છે, પરિવાર સાથે મનોરંજનમાં સુખમય સમય પસાર થશે. સમાજ તથા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ધનને લગતાં રોકાણમાં સમજી-વિચારીને જ કોઇ નિર્ણય લો. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. કોઇ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક: ગણેશજી કહે છે, કોઇપણ મહત્વપૂર્ણ કામને કરતી સમયે ઘરના વડીલ સભ્યોની સલાહને મહત્ત્વ આપો. તેમનો આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યમા વધારો કરશે. વધારે નફાની આશા ન રાખો. તમારી શારીરિક ક્ષમતાથી વધારે કામ કરવાના કારણે થાક અને નબળાઇ રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ઘરમાં કોઇ સભ્યના લગ્નને લગતા માંગલિક કાર્યોની યોજના બનશે.

9/12

ધનુ

ધનુ

ધનુ: ગણેશજી કહે છે, સરકારી સેવામાં જોડાયેલાં લોકોને કોઇ વિશેષ ઑથોરિટી મળી શકે છે. આજે કોઇ નજીકના મિત્રની સલાહ તમને તમારા કોઇ કામને પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે. સ્વભાવમાં ગુસ્સા અને ચીડિયાપણું જેવી સ્થિતિ ઉપર અંકુશ રાખવું. તમે ફરી તમારા વ્યક્તિગત કાર્યોમાં ધ્યાન આપી શકશો. પરિવારમાં એકબીજાનો સહયોગ અને સારું તાલમેલ જળવાયેલું રહેશે. થોડા સમયથી ચાલી રહેલી શ્વાસને લગતી પરેશાનીમાં સુધાર આવી જશે.

10/12

મકર

મકર

મકર: ગણેશજી કહે છે, ઘરના અનેક અટવાયેલાં કામને પૂર્ણ કરવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. આજે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. પ્રોપર્ટીના કોઇ કામને લઇને કોઇ નજીકની યાત્રાનો પ્લાન બનશે. કાર્યક્ષેત્રમાં કોઇ સહયોગી કે કર્મચારી સાથે ચાલી રહેલો જૂનો મતભેદ દૂર થશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે સંપૂર્ણ રૂપરેખા બનાવી લો, એના માટે અનુભવી વ્યક્તિની સલાહ પણ જરૂર લો.

11/12

કુંભ

કુંભ

કુંભ: ગણેશજી કહે છે, તમારો ઉદારવાદી દૃષ્ટિકોણ બાળકો માટે મિસાલ સાબિત થશે. તમે તમારી બધી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. પતિ-પત્નીનું એકબીજા સાથે તાલમેલ મધુર રહેશે. પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડા કાયદા બનાવશો. કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ ઊભી થઇ શકે છે. કોઇપણ વ્યવસાયિક રોકાણ આજે કરશો નહીં.

12/12

મીન

મીન

મીન: ગણેશજી કહે છે, કોઇપણ વ્યવસાયિક કાર્યમાં પેપર તથા ફાઇલને વ્યવસ્થિત રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. રાજનૈતિક કે સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળી શકે છે. જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઇ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઇ શકે છે. જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવશે.