રાશિફળ 25 ફેબ્રુઆરી: આજે કરો ભગવાન બૃહસ્પતિની ઉપાસના, જાણો કેવો રહેશે તમારો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Feb 25, 2021, 07:29 AM IST

આજે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરવાથી તમારા જીવનના તમામ દુખ દુર થશે. તમારા હાથથી કેળાના ઝાડનું પૂજન કરો કે  કોઈ મંદિરમાં કેળાના 5 છોડ વાવો. મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને દૂર થશે જીવનની તમામ બાધાઓ. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ તમારા ખાન પાન પર ખાસ ધ્યાન આપો. ખાસ કરીને માઈગ્રેનના દર્દીઓએ સમયસર ભોજન કરી લેવું. નહીં તો વ્યર્થમાં ભાવનાત્મક તણાવમાંથી પસાર થવું પડશે. આ રાશિના કેટલાક લોકોને આજે સંતાન પક્ષથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમે તમારા સંતાનો પર  ગર્વ કરશો. નવા રંગરૂપ, નવા કપડાં લત્તા, નવા મિત્રો, આજનો દિવસ ખાસ બનાવશે. તમારા સાથેને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરતા બચો. વ્યવસાયિક મીટિંગમાં એલફેલ અને ભાવુક થઈને ન બોલો.  તમારી વાણી પર કાબૂ નહીં રાખો તો સરળતાથી તમારી પ્રતિષ્ઠા ધૂળધાણી થશે.

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- તમારું સમર્પિત હ્રદય અને બહાદુરીભર્યો જુસ્સો તમારા જીવનસાથીને ખુશી આપી શકે છે. આર્થિક રીતે સુધારના કારણે તમે સરળતાથી ઘણા વખતથી પેન્ડિંગ  રહેલા બિલ અને ઉધાર ચૂકવી શકશો. પરિવારના  લોકો વચ્ચે પૈસા અંગે કહાસૂની થઈ શકે છે. પૈસા મામલે તમારે પરિવારના તમામ લોકોને સ્પષ્ટ સલાહ આપવી જોઈએ. કોઈની આંખો ચાર થાય તેવી સંભાવના છે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા પહેલા બરાબર સમજી વિચારી લો. કેટલાક લોકો માટે આકસ્મિક મુસાફરી ભાગદોડભરી અને તણાવપૂર્ણ રહેશે. તમારા જીવનસાથી તમારી નબળાઈઓને અવગણીને તમને સુખદ અનુભૂતિ આપશે.

3/12

મિથુન

મિથુન

મિથુન- તણાવ થઈ શકે છે. પરંતુ વધુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારી ખુશી તમારી નિરાશાઓની સરખામણીમાં વધુ આનંદ આપશે. વિચાર્યા વગર તમારે કોઈને પૈસા આપવા નહીં નહીં તો આવનારા સમયમાં પરેશાની થશે. ઘરેલું મામલોમાં અને લાંબા સમયથી પેન્ડિંગ ઘરના કામકાજ માટે સારો સમય છે. લવમેટ તમારી પાસે કોઈ ચીજની ડિમાન્ડ કરી શકે છે. પરંતુ તમને તેને પૂરી કરી શકશો નહીં. જેના કારણે લવમેટ નારાજ થશે. જો તમે તમારી યોજનાઓ બધા સામે ખોલવામાં જરાય  ખચકાટ ન અનુભવતા હોવ તો તમારી યોજના માટે સારું નથી કારણ કે તે ખરાબ થઈ શકે છે. સાથી પર કોઈ કામનો દબાવ ન કરો.

4/12

કર્ક

કર્ક

કર્ક: તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે અનેક ખુશનુમા પળ લઈને આવશે. જો તમે ઘરની બહાર રહીને જોબ કે અભ્યાસ કરો છો તો એવા લોકોથી દૂર રહો જે તમારા પૈસા અને સમય બર્બાદ ક રે છે. આજે તમારો દિવસ ઉર્જાભર્યો, જિંદાદીલ અને ઉષ્માભર્યો રહેશે. આજે તમે પ્રેમી સાથે બહાર જવાનો પ્રોગ્રામ કરશો પરંતુ કોઈ જરૂરી કામના કારણે તે ટલ્લે ચડી જશે. આ  કારણે તમારી વચ્ચે વિવાદ થઈ શકે છે. જે લોકો સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે તેમણે મગજ શાંત રાખવાની જરૂર છે. પરીક્ષાથી ગભરાઓ નહીં. તમારા પ્રયત્નો તમને સકારાત્મક પરિણામ આપશે.

5/12

સિંહ

સિંહ

સિંહ- તમારી ઊંચી બૌદ્ધિક ક્ષમતાઓ તમને નબળાઈ સામે લડવા માટે સહાયતા કરશે. સકારાત્મક વિચારો દ્વારા જ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. ખર્ચા પર કાબૂ રાખવાની જરૂર છે અને ફક્ત જરૂરી ચીજ વસ્તુઓની જ ખરીદી ક રો. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં કેટલાક સારા પરિણામો આપી શકે છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને જે કામ કરશો તેમા ફાયદો થશે. તમારો જીવનસાથી આજથી અગાઉ આટલો સારો ક્યારેય નહીં લાગે તમને. તમને તેમના તરફથી કોઈ સારું સરપ્રાઈઝ મળી શકે છે. 

6/12

કન્યા

કન્યા

કન્યા-લાંબા સમયથી મહેસૂસ થઈ રહેલો થાક અને તણાવ ઓછો થશે. આ પરેશાનીનું કાયમી હલ મેળવવા માટે જીવનશૈલીમાં બદલાવ લાવવા માટેનો યોગ્ય સમય છે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ પર રોકાણ કર્યું હતું તેમને રોકાણથી ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારે બાકીનો સમય બાળકો સાથે પસાર કરવો જોઈએ પછી  તેના માટે ભલે ગમે તે કરવું પડે. પ્રેમીને આજે તમારી કોઈ વાત ખટકી શકે છે. તેઓ તમારીથી રિસાઈ જાય તે પહેલા તમે ભૂલનો અહેસાસ કરો અને મનાવી લો. ચારેબાજુ થતી ગતિવિધિઓ પર નજર રાખો. કારણ કે તમારા કામનો શ્રેય કોઈ બીજુ લઈ શકે છે. 

7/12

તુલા

તુલા

તુલા- આજે તમારે સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમને પ્રોત્સાહિત કરશે અને બિરદાવશે. નવી ભાગીદારીથી ફાયદો થશે. જે ચીજો તમારા માટે જરૂરી નથી તેના પર તમે આજે તમારો વધુ સમય પસાર કરી શકો છો. તમને અને તમારા જીવનસાથીને વૈવાહિક જીવનમાં કેટલાક પ્રાઈવસીની જરૂર છે. પૈસા બચાવવાનો તમારો વિચાર પૂરો થઈ શકે છે. આજે તમે યોગ્ય બચત કરવામાં સક્ષમ રહેશો. એવું કોઈ જેને તમે જાણતા હોવ, આર્થિક મામલાને જરૂરિયાત કરતા વધુ ગંભીરતાથી લેશે અને ઘરમાં થોડો ઘણો તણાવ પણ પેદા થશે.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. અને કઈક અસાધારણ કરશો. આ રાશિના જાતકોએ આજે જમીન સંબંધિત કોઈ મુદ્દે ધન ખર્ચ કરવો પડી શકે છે. ઘરેલું કામ થકવનારો રહેશે અને આ માટે માનસિક તણાવનું કારણ પણ બની શકે છે. શક્ય છે કે આજે તમે તમારા પ્રિયને ટોફી ચોકલેટ આપો. નવી યોજનાઓ આકર્ષક રહેશે અને સારી આવકનો રસ્તો પણ બનશે. જે લોકો છેલ્લા કેટલાક સમયથી ખુબ વ્યસ્ત હતા તેઓ આજે રાહતના પળ મેળવી શકે છે. 

9/12

ધનુ

ધનુ

ધનુ- જીવનની સારી ચીજોને મહેસૂસ કરવા માટે તમારા દિલ દિમાગના દરવાજા ખોલો. ચિંતાને છોડવી એ પહલું ડગલું છે. આ રાશિના વિવાહિત જાતકોને આજે સાસરિયા પક્ષથી ધનલાભની શક્યતા છે. જો તમે સામાજિક કામોમાં સામેલ થશો તો તમારા મિત્રોમાં વધારો થશે. તમારા રચનાત્મક કાર્યો આસપાસના લોકોને અચરજમાં નાખશે અને ખુબ વખાણ થશે. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો બમણી ગતિથી પીછો કરશે. 

10/12

મકર

મકર

મકર- ઉંમરલાયક લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તમારા મિત્રોની સાથે પાર્ટીમાં તમે ખુબ પૈસા લૂટાવી શકો છો. પરંતુ આમ છતા તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. તમારું સાહસ તમને પ્રેમ અપાવવામાં સફળ થશે. નવા પ્રોજેક્ટ અને ખર્ચાને ટાળો. તમારી ખાસિયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય છે. તમારા જીવનસાથીના કારણે તમે મહેસૂસ કરશો કે સ્વર્ગ ધરતી પર જ છે.

11/12

કુંભ

કુંભ

કુંભ- આજે તમારે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી.  તમારી આસપાસના લોકો તમને પ્રોત્સાહિત કરશે અને બિરદાવશે. લાંબાગાળાના સમયના દ્રષ્ટિકોણથી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદો કરાવશે. ઘરેલુ કામકાજ તમને વધુ વ્યસ્ત રાખશે. ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ સાથે અભદ્ર વ્યવહાર ન કરતા. ભાગીદાર તમારી યોજનાઓ અને વ્યવસાયિક ખ્યાલો પ્રત્યે ઉત્સાહી રહેશે. આજે એવો દિવસ છે કે જ્યારે ચીજો એ રીતે નહીં થાય જેવી તમે ઈચ્છો છો.

12/12

મીન

મીન

મીન- જો તમે ઓફિસમાં ઓવરાટઈમ કરી રહ્યા છો અને ઉર્જાની કમી લાગતી હતી તો આજે ફરીથી એવી જ સમસ્યાનો સામનો થઈ શકે છે. જે લોકો પોતાના નીકટના લોકો અને સંબંધીઓ સાથે ધંધો કરી રહ્યા છે તેમણે આજે બહુ સમજી વિચારીને ડગ માંડવાની જરૂર છે. નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. સમય પર તમારી મદદ કોઈનો જીવ બચાવી શકે છે. આ વાત તમારા પરિવાને તમારા પર ગર્વ કરાવવાનું કારણ આપશે અને તેમને પ્રેરિત કરશે. લવમેટ આજે તમારી પાસે કોઈ વસ્તુની ડિમાન્ડ કરી શકે છે. પરંતુ તમે તેને પૂરી કરી શકશો નહીં જેના કારણે લવમેટ તમારાથી નારાજ થઈ શકે છે.