Daily Horoscope 26 માર્ચ: આ રાશિના જાતકો માટે દિવસ અત્યંત શુભ, અચાનક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, અસંભવ કાર્ય સંભવ થઈ શકે

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Daily Horoscope 26 March 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla) : ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

મેષ: ગણેશજી કહે છે, તમારા વિનમ્ર સ્વભાવથી તમારી લોકપ્રિયતા માં વધારો થઇ શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. આજે થોડા જૂના મતભેદ દૂર થશે, તથા એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે. ખાસ મહેનત કરવાનો સમય છે અને સફળતા પણ નિશ્ચિત છે. કોઇ સમયે થાક અને તણાવના કારણે તમારામાં નકારાત્મક વિચાર હાવી થઇ શકે છે. કર્મચારીઓને લગતી કોઇ સમસ્યા આજે દૂર થઇ શકે છે.

વૃષભ

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે. સમય તમારા પક્ષમાં છે. થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક મતભેદ દૂર કરવાની કોશિશ કરો. તેનાથી પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. વ્યવસાયિક કાર્યોમાં ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી. તમારા સ્વભાવને સરળ અને મધુર જાળવી રાખો. પ્રતિષ્ઠિત લોકો સાથે હળવું-મળવું તમારા માટે ફાયદાકારક રહેશે.

મિથુન

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, બાળકોની સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન કરીને તેમના આત્મવિશ્વાસને વધારો. આજે ખર્ચની સ્થિતિ રહેશે. પરંતુ આવકના સ્રોત સારા રહેવાથી ખર્ચની પરેશાની થશે નહીં. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. કાર્યસ્થળમાં બધા કામ પોતાની દેખરેખ હેઠળ જ કરો. દિવસની શરૂઆતમાં થોડા કાર્યોમાં વિઘ્ન આવવાથી ચિંતા રહેશે.

કર્ક

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, આજે સમય સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરવાનો છે. અચાનક જ કોઇ અસંભવ કાર્ય સંભવ થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.તમે તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં હાલ ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

સિંહ

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, કોઇ નજીક મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે. વ્યવસાયિક પરેશાનીઓને પોતાના જીવન ઉપર હાવી થવા દેશો નહીં. આજે સમય ઉત્તમ છે. સ્થાન પરિવર્તનની કોઇ યોજના શરૂ થઇ શકે છે. ધ્યાન રાખો કે કોઇપણ અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. શરદી અને તાવ જેવી સમસ્યા રહેશે. આવકના પણ નવા સ્રોત બનશે તથા આર્થિક સ્થિતિ પણ સારી બનશે.

કન્યા

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. .આજે અચાનક જ તમને કોઇ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. માત્ર અન્ય પાસેથી આશા કરવાની અપેક્ષાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. વર્તમાન ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો. વ્યવસ્થિત રીતે તમારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

તુલા

7/12
image

તુલા: ગણેશજી કહે છે, પતિ-પત્નીનો સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે. આ સમયે ગ્રહ ગોચર તમને કોઇ સારી સફળતા આપવા માટે તત્પર છે. યુવાઓ પોતાના કરિયરને લગતાં પ્રોજેક્ટમાં અસફળ થવાથી ફરી કોશિશ કરવી પડી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે તમને ભાવનાત્મક લગાવ રહેશે. કોઇ નજીકના વ્યક્તિની સમસ્યાનો ઉકેલ કરવામાં પણ તમારે ઘણો સમય પસાર થશે.

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, વ્યવસાયિક સ્થિતિઓ સામાન્ય રહેશે. આજે તમને તમારી કોઇ મહેનત અને પ્રયાસના પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. સાંધામાં દુખાવાની સમસ્યા વધશે. રાજકારણ તથા સામાજિક સંપર્કો વધારે મજબૂત થશે. આ સમય નવી યોજનાઓ બનાવવા તથા નવા ઉપક્રમ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

ધનુ

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, સરકારી સેવાનું કામ કરતાં વ્યક્તિઓ માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. પરિસ્થિતિ અનુકૂળ છે. સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરો, તમને નવી સફળતા પ્રાપ્ત થશે. કોઇની વ્યક્તિગત લાઇફમાં દખલ ન કરો. નહીંતર સંબંધ ખરાબ થઇ શકે છે. જમીન, સંપત્તિને લગતું કોઇ મુખ્ય કામ પણ આજે પૂર્ણ થઇ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ રહેશે.  

મકર

10/12
image

મકર: ગણેશજી કહે છે, ખોટી મુંઝવણમાં પડીને તમારો સમય ખરાબ ન કરો. આજે સમય સામાન્ય ફળદાયક રહેશે. કોશિશ કરવાથી મનગમતું કાર્ય પૂર્ણ થઇ શકે છે. વ્યવસાયમાં થોડી સમસ્યાઓ સામે આવી શકે છે. બાળકોના કાર્યોમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. ક્યારેક મુશ્કેલીઓના કારણે વાણી અને વ્યવહારમાં નકારાત્મકતા વધી શકે છે.

કુંભ

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ બનાવશે. વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની રાખો. સંપત્તિના ભાગલાને લગતું કોઇપણ કામ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. ભાવુકતા તથા ઉદારતામાં લીધેલાં નિર્ણય નુકસાનદાયક રહેશે.

મીન

12/12
image

મીન: ગણેશજી કહે છે, આજે ગ્રહ સ્થિતિ પણ તે સંકેત આપી રહી છે કે નાણાકીય યોજનાઓને લગતાં કાર્યો ઉપર પણ તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે ઘરના રિનોવેશનને લગતાં કાર્યોની તૈયારીઓ શરૂ થશે. વેપારમાં વર્તમાન પરિસ્થિતિઓના કારણે હાલ નવી યોજનાઓ બનાવવા માટે સમય યોગ્ય નથી. કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો અને તેમની વાતોમાં આવશો નહીં.