Daily Horoscope 27 January 2021: જો રાહુથી હેરાન પરેશાન હોવ તો ખાસ અજમાવો આ ઉપાય, જાણો તમારું આજનું રાશિફળ

આજે તમારો દિવસ કેવો રહેશે તે માટે ખાસ વાંચો રાશિફળ. 

Jan 27, 2021, 07:58 AM IST

Daily Horoscope 27 January 2021: શું તમે રાહુ ગ્રહથી પરેશાન છો? શું તમારી રાશિમાં બુધ કે શનિની સ્થિતિ ખરાબ છે? તો જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ આજે બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરો. ગણપતિજીને દૂર્વા ચડાવો. આમ કરવાથી નિશ્ચિતપણે તમારું ભાગ્ય પલટાઈ જશે. ભગવાન ગણેશજી પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. વિધ્નહર્તાની પૂજાથી તમારા ગ્રહ અનુકૂળ થઈ જશે. આજે તમારો દિવસ કેવો રહેશે તે માટે ખાસ વાંચો રાશિફળ. 

1/12

મેષ

મેષ

મેષ. કોઈ પરિણામની રાહ જોઈ રહ્યા હોવ તો  ધીરજ રાખો બધુ ઠીક થશે. ઓફિસમાં કઈંક હટકે કામ કરશો તો સફળ થશો. મહેનતથી સફળતાના યોગ છે. મોટો ફાયદો થઈ શકે છે. બિઝનેસ માટે સારો દિવસ છે. પરિવાર સાથે સમય પસાર કરશો. ભાગ્યાંક-7. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. તમારા મત અને વાતોથી તમે લોકોને પ્રભાવિત કરી શકો છો. અટવાયેલા કામોની સ્થિતિ તમારી ફેવરમાં થઈ શકે છે. મિત્રોની સમય પર મદદ મળશે. વિચારવાની રીતમાં ફેરફાર થઈ શકે છે. ઓફિસમાં તણાવ થઈ શકે છે. ભાગ્યાંક-6. 

3/12

મિથુન

મિથુન

મિથુન. રોજબરોજના કામ પૂરા કરવાની કોશિશ કરો. જવાબદારીઓનું ધ્યાન રાખો. સમય અને ધૈર્યનો પૂરેપૂરો ઉપયોગ કરો. આજે તેની જરૂર પડશે. પોતાના દમ પર અને શાંત મનથી જે કામ કરશો તેમાં સફળતા મળશે. ભાગ્યાંક-4.  

4/12

કર્ક

કર્ક

કર્ક. પૈસા કમાવવાની કોશિશમાં  સફળતા મળશે. કોઈ પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. એક્સ્ટ્રા કામમાં કોઈની મદદ મળી શકે છે. જૂના કેટલાક મામલાઓમાં અણબન ખતમ થશે. બીજાના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. ભાગ્યાંક-7. 

5/12

સિંહ

સિંહ

સિંહ. પૈસા કમાવવાની કોશિશમાં સફળતા મળશે. કોઈ પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. એક્સ્ટ્રા કામમાં કોઈની મદદ મળી શકે છે. જૂના કેટલાક મામલાઓમાં અણબન ખતમ થશે. બીજાનો દ્રષ્ટિકોણ પણ સમજો. કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગ્યાંક-6.

6/12

કન્યા

કન્યા

કન્યા. દિવસ સારો છે. પોતાની ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. ઓફિસમાં વિપરિત જાતિના લોકો તરફથી મદદ મળી શકે છે. પ્રેમ જતાવવા માટે સારો દિવસ છે. સમય પર કામ પૂરા થશે. માનસિક સ્થિતિ સારી  રહેશે. ભાગ્યાંક-4.

7/12

તુલા

તુલા

તુલા. હાલાત બદલવાની કોશિશ કરી શકો છો. હિંમત અને દિમાગથી બગડેલી બાજીને સંભાળવામાં સફળ થઈ શકો છો. અટવાયેલા કામો પૂરા થવાની શક્યતા છે. સંયમ રાખજો. કોઈ ધાર્મિક મુસાફરી કરી શકો છો. ભાગ્યાંક-7.

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. અનેક કામ સરળતાથી  પૂરા થશે. તમારી સારી અસર લોકો પર પડશે. જે કામ અને વાત અટકી રહી છે તેમાં વચ્ચેનો રસ્તો નીકળી શકે છે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. કાનૂની મામલાઓમાં સમયનું ધ્યાન રાખો. ભાગ્યાંક-8.   

9/12

ધનુ

ધનુ

ધનુ. લાંબા સમયથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં તે કામ પૂરા થશે. અધૂરી ઈચ્છાઓ પૂરી  થશે. કઈંક નવું શીખવા મળશે. મીઠુ બોલીને કામ પૂરા કરાવી શકશો. ભાગ્યનો સાથ મળશે. બીજાની જરૂરિયાતો અને મૂડ સમજશો. ભાગ્યાંક-5. 

10/12

મકર

મકર

મકર. બેરોજગારોને નોકરી મળશે. જરૂરી કામ પૂરા કરવામાં લોકોની મદદ મળશે. મોટું પગલું ઉઠાવતા પહેલા બરાબર વિચારો. કોઈ અનુભવીની સલાહ લો. બિઝનેસમાં સારી સ્થિતિ બની શકે છે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. ભાગ્યાંક-5. 

11/12

કુંભ

કુંભ

કુંભ. દિવસ સામાન્ય રહેશે. પરેશાનીઓ પોતે જ સંભાળો. ઓફિસમાં વિપરિત લિંગના લોકોની મદદ મળી શકે છે. વિવાદથી દૂર રહો. નાણાકીય ક્ષેત્રે પ્રગતિ થશે. અટવાયેલા કામોમાં ગતિ આવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગ્યાંક-3. 

12/12

મીન

મીન

મીન. રોજબરોજના અને ભાગીદારીવાળા કામો સમયપર પૂરા થઈ શકે છે. મિત્રો અને ભાઈઓની મદદ મળવાના યોગ છે. કન્ફ્યુઝન ખતમ થશે. નાણાકીય અને અન્ય મામલાઓમાં ફાયદો થવાના યોગ છે. કામકાજમાં વ્યસ્ત રહેશો. ભાગ્યાંક-1.