રાશિફળ 27 જુલાઈ: આ 5 રાશિના જાતકોને આજે નસીબનો ભરપૂર સાથ મળશે, મેષ-કુંભવાળા સાચવીને રહે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. 

Jul 27, 2021, 06:10 AM IST

Daily Horoscope 27 July 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. 

1/12

મેષ: ગણેશજી કહે છે, આજે તમે પરિવારના સભ્યો સાથે દિવસ પસાર કરી શકો છો. પરંતુ વ્યવસાય તરફ ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જેથી તમે પૈસા મેળવી શકો. આજના કામ આજે પૂરા કરો, કાલ પર છોડવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.   

2/12

વૃષભ: ગણેશજી કહે છે, આજે આજે ધંધામાં નસીબ સાથ આપશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે તેમજ લાભ પણ મળશે. સામાજિક અને કાર્યક્ષેત્રમાં તમારું માન અને પ્રભાવ આજે વધવા જઈ રહ્યો છે. બુદ્ધિ અને હોશિયારીથી વિરોધીઓને પરાજિત કરી શકશો. તમે જે ક્ષેત્રમાં પ્રયત્ન કરશો ત્યાં તમને સફળતા મળશે.  

3/12

મિથુન: ગણેશજી કહે છે, આજે તમારી શક્તિ વધશે. તેમજ ધંધા અથવા કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યવસ્થા કે પરિવર્તન કરવાનો આજનો દિવસ રહેશે. તમારો દ્રષ્ટિકોણ આ દિવસમાં બદલાઈ શકે છે. ક્ષેત્રમાં કાળજીપૂર્વક કામ કરો નહીં તો તે મુશ્કેલી નડી શકે છે.આવનારા દિવસો તમારા મનોરંજનમાં રહેશે.   

4/12

કર્ક: ગણેશજી કહે છે, આજે તમે ધંધા કે કામ સંબંધિત પ્રવાસ કરી શકો છો. ઉપરાંત બધા કાર્ય તમારા દ્વારા પૂરા થશે. શુભ અથવા ધાર્મિક કાર્યો આજે પરિવારમાં થઈ શકે છે. કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. પરિવાર સાથે થોડો સમય પસાર કરવો સારો રહેશે.    

5/12

સિંહ: ગણેશજી કહે છે, આજે તમને રાજ્ય તરફથી સન્માન અને સાંસારિક પ્રતિષ્ઠાથી મળશે. વેપારના ક્ષેત્રમાં નવા ભાગીદારો મળશે અને લાભ પ્રાપ્ત કરશો. તમે કાર્યક્ષેત્રમાં બુદ્ધિ અને અનુભવનો લાભ લઈ શકશો. દલીલ અને ગુસ્સો ટાળો.   

6/12

કન્યા: ગણેશજી કહે છે, ધંધા અને કાર્યક્ષેત્રમાં અચાનક પૈસા મળવાના સંકેત છે. જે તમને આર્થિક શક્તિ આપશે. આજે તમારી જાતે વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો. જે તમને કાયમી સફળતા આપશે. સંતાન તરફથી કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે.   

7/12

તુલા: ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા ધંધા અને કાર્યમાં ભાગદોડ તેમજ વિશેષ ચિંતમાં વિતાવશો. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા કરી શકો છો, તમારે તેમની સંભાળ લેવી પડશે. કોઈ મહેમાન ઘરે આવી શકે છે. કેટલાક અટકેલા કામ આજે થઈ શકે છે, તેમાં પ્રયત્ન કરવો જોઇએ.  

8/12

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે વેપાર અને કાર્યક્ષેત્રના સંબંધમાં તમે જે પણ નવા પ્રયત્નો કરો છો તેમાં તમને વિજય મળશે. આજે ઓફિસના કામમાં સુધારો કરવાની જરૂર છે, જે તમને સારા પરિણામ આપશે. કોઈ નિષ્ણાત અથવા વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે.  

9/12

ધનુ: ગણેશજી કહે છે, આ દિવસે તમે ઘરની કોઈ ચીજવસ્તુ ખરીદી શકો છો, જેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થઈ શકે છે. સંતાન તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. જેના કારણે પરિવારમાં આનંદનો માહોલ રહેશે. ક્ષેત્ર કે વ્યવસાયમાં ઘણા સમયથી બાકી કામ છે તે આજે પૂરું થઈ શકે છે.   

10/12

મકર: ગણેશજી કહે છે, આજે તમને વ્યવસાય અને ક્ષેત્રમાં લાભથી સંતોષ મળશે. તેમજ આજે આનંદનો દિવસ રહેશે. આજે તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ રહેશે અને લોકો તમારાથી પ્રભાવિત થશે. નજીકના મિત્રની સલાહ અને ટેકાથી તમે તમારા ખરાબ કામને સુધારી શકો છો, સમયનો લાભ લઈ શકો છો. 

11/12

કુંભ: ગણેશજી કહે છે, આજે તમારા મિત્રો અથવા સગા-સંબંધીઓ ઘણાં દિવસો સુધી રોકાવા તમારા ઘરે આવી શકે છે. તેમનું સન્માન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. કારણકે આ લોકો પાછળથી તમારી મદદે આવશે. નોકરી અથવા કામના ક્ષેત્રે આજે કોઈ વ્યક્તિ સાથે દલીલ ના કરો, નહીં તો નુકસાન થઈ શકે છે.  

12/12

મીન: ગણેશજી કહે છે, આજે તમને કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ મળી શકે છે. આજે વ્યાવસાયિક સ્થળાંતર તમારા માટે શુભ સાબિત થશે. આજે તમે વેપારમાં સેવકો અને ભાગીદારો સાથે સારો તાલમેલ જાળવશો અને ધંધામાં લાભ મળશે.