રાશિફળ 27 ઓક્ટોબર: આ રાશિના જાતકોને આજે મળશે શુભ સમાચાર, જૂનું દેવું ચૂકતે થશે

Oct 27, 2020, 06:39 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

જે કામ પૂરું કરવાનું વિચાર્યું પણ નહીં હોય તે આજે પૂરું થશે. ગ્રહો તમારા ફેવરમાં રહેશે. રોકાણ કે લેણદેણ મામલે તમારે જાણકાર લોકોની સલાહ લેવી જોઈએ. નવા સંબંધ બનશે. મિત્રોની મદદથી કેરિયરમાં આગળ વધશો. 

2/12

વૃષભ

વૃષભ

આજે કઈંક એવું કરશો જેનાથી ખર્ચો ઓછો થશે. નજીકમાં ક્યાંક પ્રવાસ થશે. અટવાયેલા કામો માટે કોઈ અનુભવીની સલાહ લો. આસપાસના લોકોની મદદ મળશે. કરાયેલા કામોનો ફાયદો આવનારા દિવસોમાં મળશે. દિવસ સારો જશે. 

3/12

મિથુન

મિથુન

નિર્ણય લેવામાં મિત્રો મદદ કરશે. નાણાકીય મામલાની પતાવટ કરવી પડશે. ધૈર્ય રાખો. કોઈ જૂનું દેવું ચૂકવી શકશો. મિત્રો સાથે સમય પસાર થશે. કામકાજ પૂરું કરવામાં સમય જશે. 

4/12

કર્ક

કર્ક

કોશિશ કરશો તો અટવાયેલા કામ સાંજ સુધીમાં પૂરા થઈ શકે છે. કોઈ એવી વ્યક્તિ મળશે જે નવી શરૂઆત કરવાની તક આપશે. પોતાની વાત રજુ કરવામાં સફળ થશો. કોઈ વડીલની સલાહ કારગર સાબિત થઈ શકે છે. 

5/12

સિંહ

સિંહ

સંબંધોમાં નવી શરૂઆત થશે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. કોઈ પણ કામ માટે મનથી તૈયાર રહો. ઓફિસમાં કામ માટે તમારી સલાહ લેવાશે. કારોબારમાં વ્યસ્ત રહેશો. દિવસ સારો પસાર થશે. 

6/12

કન્યા

કન્યા

કેરિયરમાં સફળતા માટે કોઈ વિચાર મગજમાં ચાલશે. નાણાકીય મામલાની પતાવટ માટે તક મળશે. એક સમયે એક જ કામ હાથમાં લો. નવી શરૂઆત પણ થઈ શકે છે. દિનચર્યા સંપૂર્ણ રીતે બદલવાની કોશિશ કરો. 

7/12

તુલા

તુલા

દરેક વાતના મૂળમાં જવાની ઈચ્છા થઈ શકે છે. નોકરી બદલવાનો વિચાર છે તો તેના પર ધ્યાન આપો. કેરિયરમાં આગળ વધવા કઈંક કરી શકો છો. જૂના પડકારોમાંથી મુક્તિ મળશે. બિઝનેસમાં સારો સમય છે. કેરિયરમાં સફળતા મળી શકે છે. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

કોઈની મદદથી કામ પૂરા થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. પરિવારના કોઈ વિવાદ કે તણાવનો ઉકેલ આવશે. અધિકારીઓની મદદ મળી શકે છે. રોકાણ કે બચતનો કાર્યક્રમ ચાલુ રાખો. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. 

9/12

ધનુ

ધનુ

મહત્વકાંક્ષાઓ વધશે. ધૈર્ય રાખો. સમજી વિચારીને બોલો. અટવાયેલા કાનૂની કામો પૂરા થશે. જમીન સંપત્તિના મામલાઓની પતાવટની કોશિશ કરશો. પરિવારની પણ મદદ મળી શકે છે. 

10/12

મકર

મકર

લક્ષ્ય સ્પષ્ટ રહેશે. કોઈ જૂનો નાણાકીય મામલો બાકી છે તો તેની પતાવટ કરો. પ્રેમ સંબંધમાં નવી ઉર્જા મળશે. જવાબદારીઓ વધશે. બિઝનેસમાં કઈંક નવું કરશો. જેનાથી કઈંક નવું શીખવાનું પણ મળશે. નવા કપડાં ખરીદશો.

11/12

કુંભ

કુંભ

આજે તમે તમારું પૂરું ધ્યાન ટારગેટ પર રાખો. કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે છે. કોઈ ચાલુ કામ, રોકાણ, ધંધો કે રોજગારને લઈને નિર્ણય લઈ શકો છો. નાણાકીય મામલાની પતાવટ થશે. સમજી વિચારની નિર્ણય લો. 

12/12

મીન

મીન

નોકરી અને ધંધામાં ફાયદો થઈ શકે છે. મજબુતાઈથી કામ કરો. તમારા લક્ષ્યની દિશામાં કોશિશ શરૂ કરો. સમયની સાથે રહો. જે થાય તેને થવા દો. ફાયદો જ થશે. નાણાકીય મામલે કોઈ વ્યક્તિ મદદ કરશે. અચાનક જૂનો મિત્ર તમને મદદ કરશે.