Horoscope Today 28 january 2021: આજે ગુરુ બદલશે અનેક ગ્રહોનો ખેલ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.

Jan 28, 2021, 11:44 AM IST

Daily Horoscope 28 January 2021: આજે ગુરુવાર છે. આજે ગુરુની ઉપાસના કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થશે. આજના  દિવસે તાંબાના પાત્રમાં હળદરનું દાન કરો અને ગુરુ બૃહસ્પતિની ઉપાસના કરો. તેનાથી ગુરુ તો પ્રસન્ન થશે જ પણ સાથે સાથે મહાલક્ષ્મીની પણ વિશેષ કૃપા વરસશે. ગુરુ બૃહસ્પતિની પૂજાથી નિશ્ચિતપણે તમારા ભાગ્યના સિતારા ચમકશે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ....

1/12

મેષ

મેષ

મેષ: આજના દિવસે તમે ઝંઝટ વગર વિશ્રામ કરી શકશો. તમારી માંસપેશીઓને આરામ આપવા માટે તેલથી માલિશ કરો. આકસ્મિક નફા કે સટ્ટેબાજી દ્વારા આર્થિક સ્થિતિ સુધરશે. આજે કઈ પણ ખાસ કર્યા વગર તમે સરળતાથી લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. તમારી વ્યક્તિગત ભાવનાઓ અને ગોપનીય બાબતો તમારા પ્રિયજન સાથે શેર કરવાનો યોગ્ય સમય નથી. સંતોષજનક પરિણામ માટે યોજનાબદ્ધ રીતે કામ કરો. ભાગ્યાંક-9.

2/12

વૃષભ

વૃષભ

વૃષભ: બાળકો સાથે રમવું ખુબ સારો અને શાંતિ આપનારો અનુભવ રહેશે. જે લોકોએ કોઈ અજાણી વ્યક્તિની સલાહ  પર ક્યાંક રોકાણ કર્યું હશે તેમને ફાયદો થવાની શક્યતા છે. તમારે બીજાની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે બાળકોને વધુ છૂટ આપવી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે લોકો તમારી પ્રશંસા કરશે, જેના માટે તમે હંમેશથી આતુર રહેતા હતા. આજે ભલે દુનિયા આમતેમ થઈ જાય પરંતુ તમે જીવનસાથીની બાહોથી દૂર નહીં થાઓ. ભાગ્યાંક-8. 

3/12

મિથુન

મિથુન

મિથુન: આજે તમે પોતાનામાં ભાવનાત્મક તણાવ મહેસૂસ કરી શકો છો. અનેક પ્રકારની  લાગણીઓ તમારા અંદર દોડી રહી છે અને તે તમને ભારે પડી શકે છે. આજે તમે તમારો દિવસ ચીજોથી ધીમી ગતિએ પસાર કરો. કામમાંથી એક દિવસ છૂટ્ટી લો અને કઈંક એવું કરો કે જે તમને શાંતિ આપે. તમે સારું મહેસૂસ કરશો. ભાગ્યાંક-6.

4/12

કર્ક

કર્ક

કર્ક: પૈસાના મામલે તમારું કામ અટકશે નહીં. અચાનક ધનલાભ થઈ શકે છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે કે તે સમજી શકશો. અંગત અને કૌટુંબિક જીવનમાં સફળતા અને સંતુષ્ટી મળી શકે છે. બિઝનેસમાં મહેનતના દમ પર સફળતા મળવાના યોગ છે. ખર્ચા કરવાના મામલે મન પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. કૌટુંબિક મામલા સરળતાથી ઉકેલાઈ શકે છે. ધૈર્ય રાખશો તો સફળતા મળી શકે છે. અટકેલા કામો પૂરા થવાના યોગ છે અને તમારા કામોના વખાણ થઈ શકે છે. ભાગ્યાંક-1. 

5/12

સિંહ

સિંહ

સિંહ: આજના દિવસે આરામ કરવો જરૂરી સાબિત થશે કારણ કે તમે હાલના દિવસોમાં ભારે માનસિક તાણમાંથી પસાર થયા છો. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. પરાક્રમ વધી શકે છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. દિવાસ્વપ્નમાં રચ્યાપચ્યા રહેવું તમારા માટે નુકસાનકારક રહેશે. ભાગ્યાંક-8. 

6/12

કન્યા

કન્યા

કન્યા: દિવસ સારો છે તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. વિપરિત લિંગની વ્યક્તિથી ફાયદાના યોગ છે. સમય પર કામ પૂરા થશે. કોઈના મેન્ટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે. ભાગ્યાંક-7. 

7/12

તુલા

તુલા

તુલા: ખુશ થઈ જાઓ કારણ કે તમારો સારો સમય આવવાનો છે. હાલાતને બદલવાની કોશિશ કરશો. હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. કામમાં પણ મન લાગશે. સંયમમાં રહેવું પડશે. ભાગ્યાંક-9. 

8/12

વૃશ્ચિક: અનેક કામ સરળતાથી પૂરા થશે અને તમારી અસર લોકો પર રહેશે. જે કામ અને વાત અટકી રહી છે તેના માટે વચ્ચેનો રસ્તો પણ નીકળશે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. ઘરની સમસ્યાઓનો ઉકેલ આવશે. કાનૂની મામલામાં ધ્યાન રાખો. ભાગ્યાંક-2. 

9/12

ધનુ

ધનુ

ધનુ: આજે એવા કામ પૂરા થશે જેનું તમે દિવસોથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કોશિશોમાં સફળતા મલશે. મીઠું બોલીને બધુ કામ કરાવી લેશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પોતાના પર ભરોસો રાખો. ભાગ્યાંક-8. 

10/12

મકર

મકર

મકર: જે કામને પૂરા કરવામાં સમસ્યા આવતી હોય તેને ટાળો. મોટું પગલું ભરતા પહેલા સારી રીતે વિચારો, કોઈ અનુભવીની સલાહ લો. શારીરિક સમસ્યાઓ ખતમ થશે. બિઝનેસમાં સારી સ્થિતિ સર્જાશે. કોશિશ કરશો તો અટવાયેલા નાણા પરત મળશે. ભાગ્યાંક-8.

11/12

કુંભ

કુંભ

કુંભ: દિવસ સામાન્ય રહેશે. પરેશાનીમાં પોતાની જાતને સંભાળો. વિવાદથી દૂર રહો. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. પૈસા મામલે પ્રગતિ થશે. જૂના અટવાયેલા કામોમાં ગતિ આવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગ્યાંક-6. 

12/12

મીન

મીન

મીન: રોજબરોજના અને પાર્ટનરશીપના કામ સમયસર પૂરા થશે. મિત્રો અને ભાઈઓની મદદના યોગ છે. કોઈ કન્ફ્યૂઝન ખતમ થશે. પૈસા અને અન્ય મામલે ફાયદાકારક દિવસ છે. માનસિક રીતે સક્રિય રહેશો. કામકાજમાં સુધારનો દિવસ છે. ભાગ્યાંક-3.