રાશિફળ 29 જુલાઈ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ ખાસ, દૂર થશે બધી સમસ્યાઓ

Jul 29, 2020, 07:40 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે. વિચારેલા કામો પૂરા  થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. ડીલમાં સારી સફળતા મળશે. જવાબદારીઓ પર પૂરેપૂરું ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો. સાવધાની રાખો.

2/12

કોઈ નકારાત્મક મામલે ફસાયા તો મહત્વપૂર્ણ તક ગુમાવશો. નવો નિર્ણય ન લો, કે તારણ ન કાઢો. સમજીવિચારીને બોલો. બીજાની વાત પણ સાંભળો. પાર્ટનર સાથે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. સ્વભાવમાં ઉગ્રતા આવશે.

3/12

નવા કામ અને નવી ડીલ સામે આવશે. કોઈ નવી ઓફર મળશે. વિચારેલા કામો કરવાનું શરૂ  કરી દો. કામ જલદી પૂરા  થશે. મહત્વપૂર્ણ મીટિંગ અને કામ માટે સારો દિવસ છે. સમસ્યાઓ જલદી ખતમ થશે. કામોમાં અડચણો આવશે નહીં. 

4/12

લવલાઈફમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ પણ મામલે બેદરકારી ન રાખો. જોબ કે બિઝનેસમાં ઉતાવળ ન કરો. વિચારેલા કામો પૂરા કરવામાં સમય જશે. મહેનત વધુ કરવી પડશે. સ્વાસ્થ્ય મામલે બેદરાકારી ન રાખો. 

5/12

વિચારેલા કામો પૂરા થશે નહીં. અનેક પ્રકારના વિચારોમાં ગૂંચવાશો. નાણા સંભાળીને રાખો. લેવડદેવડ અને રોકાણના મામલે સમજી વિચારીને આગળ વધો. કડવી વાતો ન કરો. કોઈ પ્લાન ન બનાવો. જૂના કામો પતાવો.

6/12

બિઝનેસમાં નવી યોજનાઓ  પર કામ શરૂ  થઈ શકે છે. પાર્ટનરનો સહયોગ અને સુખ મળશે. લવલાઈફ માટે સારો દિવસ. વિચારેલા કામો પૂરા થશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. અધૂરા કામો સમય પર પૂરા થશે. મન પ્રસન્ન રહેશે. 

7/12

દિવસ સારો છે. પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરશો. અચાનક કોઈ સારી તકો મળી શકે છે. જેનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર રહો. મનમાં કોઈ ફેરફાર આવશે જે ફાયદાકારક રહેશે. પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળવાના ચાન્સ છે. 

8/12

નોકરી અને બિઝનેસમાં અચાનક નિર્ણય લેવો પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યુઝન વધશે. અણધાર્યા નુકસાન માટે તૈયાર રહો. ફાલતુ ખર્ચા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરેશાની અને અસુવિધા થઈ શકે છે. અનિચ્છાએ બે મોઢાની વાતો કરવી પડશે.

9/12

આર્થિક મામલાઓમાં ગૂંચવાશો. સમાધાન અને વિનમ્રતાથી ગૂંચવાયેલા મામલામાં ઉકેલ લાવશો. રૂટિન કામોથી લાભ થશે. કરજ લેવાનું મન થશે. મોટી પરેશાનીઓ ખતમ થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી ધંધામાં અડચણો દૂર  થશે. 

10/12

સાવધાનીભર્યો દિવસ રહેશે. કેટલાક લોકો સ્વાર્થના કારણે તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરશે. સાવધાન રહો. મનમાં ઉથલપાથલ થશે. જૂની વાતોમાં ગૂંચવાશો. ખાસ કામો અધૂરા રહેશે. બિઝનેસમાં કોઈ નવા કરાર ન કરો તો સારું રહેશે. 

11/12

ઓફિસમાં પોતાના પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ ખતમ થશે. યોજનાઓમાં સફળ થશો. અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો સમય છે. યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે. રક્તવિકારના યોગ છે. 

12/12

બિઝનેસમાં કઈંક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. મનમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તેના કારણે કામમાં મન નહીં લાગે. નોકરી  કે બિઝનેસમાં ઉતાવળ ન કરો. જોખમથી બચો. કોઈ વાતને લઈને પ્રોફેશનલ લાઈફમાં તણાવ વધશે.