રાશિફળ 3 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે ગણેશજીની અપાર કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

કયા જાતકની રાશિ આજે કેવી છે અને કેવો છે તેનો ફળદોષ,જાણો આચાર્ય વિક્રમાદિત્ય પાસેથી...

Feb 3, 2021, 07:34 AM IST

આજે બુધવાર 3 ફેબ્રુઆરી 2021નો દિવસ છે. આજે ગણેશજીની વિશેષ દિવસે કૃપા વરસશે. આજના દિવસનું પંચાગ તમારા માટે ષષ્ઠી તિથિ લઈને આવ્યો છે. આ સાથે જ આજનું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર અને શૂલ યોગ છે. ચિત્રા નક્ષત્ર શુત્ર નક્ષત્ર છે. તેના ખુબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રાશિઓનો પ્રભાવ પણ તમારા પ્રત્યેક દિવસ પર પડતો હોય છે. કયા જાતકની રાશિ આજે કેવી છે અને કેવો છે તેનો ફળદોષ,જાણો આચાર્ય વિક્રમાદિત્ય પાસેથી...

1/12

મેષ

મેષ

મેષ. આજે કોઈ મોટી યોજના બનાવશો. સમજી વિચારને કોઈ કામ કરશો. આજે વાહન સાવધાનીથી ચલાવો અને લાલ રંગથી દૂર રહો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ. આજે ઈમાનદારીનો લાભ મળશે. આજે મિત્રો તમારો સાથ આપશે. શત્રુ બળશે. તુક્કાથી નહીં પરંતુ મહેનતથી ફળ મળશે. ઠાકુરજીને માખણ-મિશ્રીનો ભોગ લગાવો.   

3/12

મિથુન

મિથુન

મિથુન- આજે ધનલાભનો દિવસ છે. નવા વાહન, સમાન ખરીદવા ખુબ શુભ દિવસ છે. આજે વધુ વિચાર ન કરો, પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવો. બુધ અસ્ત  ચાલી રહ્યો છે ફિટકારીને જળમાં પ્રવાહિત કરો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- આજે અજાણ્યા લોકોથી નુકસાન થશે. પોતાના લોકોનો સહયોગ મળશે. આજે રિસ્ક લેવું  ભારે પડશે. આજનો દિવસ તમારા માટે શુભ નથી. આજે ભૈરવજીની પૂજા કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- આજે પૈસા આવવા નિશ્ચિત છે. આજે લાભ થઈ શકે છે. જીવનમાં ઉમંગ અને ઉત્સાહ રહેશે. આજે સારો નફો રળી શકશો. આજે કોઈને ઉધાર ન આપો. પૈસા પાછા લેવા મુશ્કેલ બની જશે. ભગવાન નારાયણનું વ્રત કરો. 

6/12

કન્યા

કન્યા

કન્યા. આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. આજે ખુશીઓ ભેગી કરવાનો પ્રયત્ન કરો. બાળકોનું ખાસ ધ્યાન રાખો. બાળકો આજે કોઈ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. દૂધનું દાન કરો. 

7/12

તુલા

તુલા

તુલા. આજે નાની નાની વાતો પરેશાન કરશે. કોઈ નાની ભૂલ આજે મોટી ભરપાઈ કરાવી શકે છે. જીવનસાથીથી લાભ થશે. તેમની વાતો પર આજે વિશ્વાસ કરો. લીલી દાળનું દાન કરો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક. આજે પૈસા સંભાળીને રાખો. માંગ્યા વગર કઈ મળશે નહીં. આજે તમારે તમારા હક માટે લડવું પડશે. આજે દહીનું દાન કરો. 

9/12

ધનુ

ધનુ

ધનુ. આજે ધનલાભના વિશેષ યોગ છે. આજે મનમાં ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે. આજે અટવાયેલા કામો પૂરા થશે. આજે લોટના લાડુંનો ભોગ લગાવો. 

10/12

મકર

મકર

મકર. સફર કરતી વખતે સાવધાન રહો. આજે વાદ વિવાદમાં વિજયી થશો. સંયમ રાખવાની જરૂર છે. લીલા રંગથી સાવધાન રહો. 

11/12

કુંભ

કુંભ

કુંભ. આજે ભાગ્ય તમારો સાથ નહીં આપે. મહેનત તમે કરશો અને ફળ કોઈ બીજા લઈ જશે. શનિ અસ્ત ચાલી રહ્યો છે. સારા સમયની રાહ જુઓ. 

12/12

મીન

મીન

મીન. આજે સાવધાન રહીને કામ કરો. તમારું રહસ્ય કોઈને ન બતાવો. ધનલાભના યોગ છે. આજે ખાલી પેટ ઘરેથી બહાર ન નીકળો.