રાશિફળ 30 જૂન: અનેક સમસ્યાઓ અને પડકારો વચ્ચે આ રાશિવાળા માટે છે આજનો દિવસ આશાનું કિરણ

Jun 30, 2020, 08:27 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

પરેશાનીઓથી મુક્તિ મળશે. અચાનક ફાયદો થશે. સકારાત્મક રહો. કઈ પણ કહેતા પહેલા વિચારો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. ઘર અંગેની યોજના કારગર સાબિત થશે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. 

2/12

તમે થોડા ચંચળ રહેશો. સમય સાથે બધુ ઠીક થઈ જશે. મિત્રો સાથે સમય પસાર થશે. અટવાયેલા કામો પાર્ટનરની મદદથી પૂરા થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. 

3/12

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. અચાનક કોઈ ખાસ કામ તમારે કરવું પડી શકે છે. જે પણ કામ થશે તે તમારી ફેવરમાં થશે. અધિકારીઓ તમારાથી ખુશ થશે. 

4/12

અનેક પ્રકારની જરૂરિયાતોમાં વ્યસ્ત રહેશો. બિઝનેસ વધારવાની કોશિશ કરશો. જૂના કામ પૂરા કરશો. મકાનના નક્શામાં ફેરફારના યોગ છે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો અને બિઝનેસવાળાને આવકના નવા રસ્તા મળી શકે છે. 

5/12

કાર્યક્ષેત્રમાં થયેલા મોટા કામનું પરિણામ સામે આવશે. નવા પ્રેમ સંબંધ શરૂ થવાના યોગ છે. નાણાકીય મામલે યોજના બનશે. જૂના મિત્રને મળવાના યોગ છે. નવી નોકરીની વાત પણ ખબર પડી શકે છે. કામ બાબતે મુસાફરીના યોગ છે. 

6/12

બિઝનેસમાં પ્રગતિના યોગ છે. મહત્વકાંક્ષાઓ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલીક પરેશાનીઓ ઓછી થશે. કેટલાક કામ પૂરા થશે. મુસાફરીના યોગ છે. 

7/12

તમારું ધ્યાન પૈસા અને પરિવાર પર હશે. દરેક તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરો. બધા કામ સરળતાથી પૂરા થશે. ઓફિસમાં માન પુરસ્કાર મળી શકે છે. ચીજો તમારી ફેવરમાં રહેશે. ધનલાભના યોગ છે. પરિવારનો સહયોગ મળશે. 

8/12

કામકાજ પર ધ્યાન આપો. ડિસ્ટર્બ થયા વગર કામ કરવાની ક્ષમતાના કારણે તમારા કામમાં સફળ થશો. વિવાહ પ્રસ્તાવ મળવાના યોગ છે. મન પ્રસન્ન રહેશે. નવા મિત્રો બનશે. આસપાસના અને સાથેના લોકોનો સહયોગ મળશે. 

9/12

સારો દિવસ છે. કોઈ નવી જમીન કે મકાન ખરીદવાનું મન બની શકે છે. કામકાજમાં સફળ થશો. વિચારેલા કામો પૂરા કરો તો સારું રહેશે. અનેક યોજનાઓ સામે આવશે જેનાથી પ્રસિદ્ધિ વધશે. અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે. 

10/12

તમારી ટેક્નિકલ કે ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. તમારા મનમાં ચાલતો તણાવ ખતમ થશે. અનેક જવાબદારીઓ સંભાળવી પડી શકે છે. જે ચીજો ખાસ છે તેના માટે સમાધાન  કરવાની જરૂર નથી. અચાનક કોઈ નિર્ણય લેશો. 

11/12

કોઈ ખુશખબર મળી શકે છે. અધૂરા કામો પૂરા કરવા માટે દિવસ સારો છે. સામાજિક કામોમાં સફળતા મળશે. કોઈ સહકર્મી સાથે મળીને કરાયેલું કામ સફળ થશે. ખાસ લોકો સાથે સારા સંબંધ થશે. રોજબરોજના કામકાજથી ફાયદો થશે. 

12/12

આગળ વધવા માટે તમને એકથી વધુ તકો મળે તેવી સંભાવના છે. નાણાકીય મામલે વિચાર કરો. કોઈ નવી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. કોન્ફિડન્સ સાથે કામ પૂરા કરો. આવક સામાન્ય રહેશે.